બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગાંધીનગરના સમાચાર / ગુજરાતના ઉદ્યોગોને 1567 કરોડની સહાય મંજૂર, હર્ષ સંઘવીએ બેઠકમાં લીધો મોટો નિર્ણય

ગાંધીનગર / ગુજરાતના ઉદ્યોગોને 1567 કરોડની સહાય મંજૂર, હર્ષ સંઘવીએ બેઠકમાં લીધો મોટો નિર્ણય

Kalpesh Kandoria

Last Updated: 03:14 PM, 19 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇન્સેન્ટિવ ટુ ઇન્ડસ્ટ્રીઝ સ્કીમ અંતર્ગત કુલ ₹1,567.18 કરોડના રોકાણ ધરાવતા 15 મોટા ઔદ્યોગિક એકમોને પ્રોત્સાહન સહાય મંજૂર

ગુજરાત સરકારે રાજ્યની ઔદ્યોગિક નીતિ-2015 હેઠળની ઇન્સેન્ટિવ ટુ ઇન્ડસ્ટ્રીઝ સ્કીમ અંતર્ગત કુલ ₹1,567.18 કરોડના રોકાણ ધરાવતા 15 મોટા ઔદ્યોગિક એકમોને પ્રોત્સાહન સહાય મંજૂર કરી છે. આ રોકાણોથી રાજ્યમાં અંદાજે 1,238 રોજગારીની તકોનું સર્જન થવાની અપેક્ષા છે.

આ મંજૂરીઓ યોજનાના અંતર્ગત મોટા ઉદ્યોગોને ફાઇનલ એલિજિબિલિટી સર્ટિફિકેટ આપતી સમિતિની બેઠકમાં આપવામાં આવી હતી. આ બેઠક નાયબ મુખ્યમંત્રી તથા ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.

ગુજરાતને ભારત તેમજ વૈશ્વિક સ્તરે સૌથી આકર્ષક રોકાણ સ્થળોમાં સ્થાન અપાવવાના હેતુથી રાજ્યની ઔદ્યોગિક નીતિ-2015 હેઠળ ઇન્સેન્ટિવ ટુ ઇન્ડસ્ટ્રીઝ સ્કીમ અમલમાં મૂકવામાં આવી હતી. આ યોજના હેઠળ ગુજરાતમાં સ્થાપના કરતા પાત્ર ઉદ્યોગોને નેટ SGST સહાય આપવામાં આવે છે. યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય મેન્યુફેક્ચરિંગ, ટેક્નોલોજીકલ ઇનોવેશન અને મોટા પાયે ઔદ્યોગિક રોકાણોને પ્રોત્સાહન આપવાનો છે.

આ યોજના હેઠળ અત્યાર સુધી રાજ્યમાં કુલ ₹1,48,336.35 કરોડનું રોકાણ આકર્ષવામાં આવ્યું છે અને આશરે 1,65,053 સીધી રોજગારીનું સર્જન થયું છે. ઉપરાંત, આ યોજનાએ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs)ના વિકાસને પણ વેગ આપ્યો છે, જેના પરિણામે ગુજરાતમાં ઔદ્યોગિક ઇકોસિસ્ટમનું નિર્માણ થયું છે.

તાજેતરની સમિતિ બેઠકમાં મંજૂર કરાયેલા પ્રોજેક્ટ્સમાં ભરૂચ જિલ્લામાં કેમિકલ્સ ક્ષેત્રમાં ₹999.82 કરોડના રોકાણને સહાય માટે મંજૂરી આપવામાં આવી છે. અમદાવાદ જિલ્લામાં ઓટોમોબાઇલ ક્ષેત્રમાં ₹75.72 કરોડ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ઓટોમોબાઇલ ક્ષેત્રમાં ₹44.56 કરોડના રોકાણ ધરાવતા પ્રોજેક્ટ્સને પણ મંજૂરી આપવામાં આવી છે. ઉપરાંત, ગાંધીનગર જિલ્લામાં ટેક્સટાઇલ ક્ષેત્રના ₹13 કરોડના પ્રોજેક્ટને પણ પ્રોત્સાહન સહાય માટે મંજૂરી આપવામાં આવી છે.

આ પણ વાંચો- આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ગાંધીનગરના માણસા ખાતે કરાશે: DyCM હર્ષ સંઘવી

બેઠકમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતી રવિ, નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ ટી. નટરાજન, ઉદ્યોગ કમિશનર સ્વરૂપ પી., રોજગાર અને તાલીમ નિયામક સ્તુતિ ચારણ, ઉદ્યોગ અને ખાણ વિભાગના સંયુક્ત સચિવ ભક્તિ શામળ, વન અને પર્યાવરણ વિભાગના ડાયરેક્ટર દીપાલી ટાંક તથા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ખજાનચી ગૌરાંગ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

jobs Gujarat Industry Harsh Sanghvi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ