બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતમાં ચોમાસાના મંડાણ! 3 જિલ્લામાં ખાબક્યો વરસાદ, જાણો લેટેસ્ટ આગાહી

Monsoon 2026 / ગુજરાતમાં ચોમાસાના મંડાણ! 3 જિલ્લામાં ખાબક્યો વરસાદ, જાણો લેટેસ્ટ આગાહી

Pravin Joshi

Last Updated: 04:05 PM, 19 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AMC દ્વારા ચોમાસા પહેલાં શહેરના તમામ રસ્તા અને ખાડાઓ રિપેર કરવા માટે આપવામાં આવેલી 7 દિવસની કડક ડેડલાઇન સદંતર નિષ્ફળ સાબિત થઈ છે. શહેરમાં પડેલા સામાન્ય વરસાદી ઝાપટાંએ જ તંત્રની પોલ ખોલી દીધી છે, જેમાં ખોદકામ કરાયેલી માટી બેસી જતાં રસ્તાઓ પોલા પડી ગયા છે.

ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા અમદાવાદ શહેરમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થાય તે પહેલાં જ સ્માર્ટ સિટીના દાવાઓની હવા નીકળી ગઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસા પૂર્વે શહેરના તમામ ભુવા, ખાડા અને ખોદકામ કરાયેલા રસ્તાઓને સરખા કરવા માટે જે 7 દિવસની મર્યાદા નક્કી કરવામાં આવી હતી, તે સમયમર્યાદા સદંતર ફેલ સાબિત થઈ છે. કોર્પોરેશનના ચોપડે પ્રી-મોન્સૂન કામગીરી પૂર્ણ થઈ હોવાના દાવા ભલે ગમે તેટલા મજબૂત હોય, પરંતુ જમીની હકીકત તદ્દન અલગ અને ચિંતાજનક જોવા મળી રહી છે. ગઈકાલે શહેરમાં પડેલા સામાન્ય વરસાદી ઝાપટાંના કારણે જ જે જગ્યાઓ પર નલાઇન નાખવા ખોદકામ કરાયું હતું, ત્યાં માટી અંદર બેસી ગઈ છે અને રસ્તાઓ ઉપરથી પોલા પડી ગયા છે. જો આગામી દિવસોમાં ભારે વરસાદ ખાબકશે, તો શહેરીજનોની મુશ્કેલીઓમાં અને વાહનો ફસાવાની ઘટનાઓમાં મોટો વધારો થવાની પ્રબળ ભીતિ સેવાઈ રહી છે.

Rain-vadodara

144 માંથી 42 જગ્યાઓ પર હજુ પણ કામ અધૂર

ચોમાસું એકદમ નજીક આવી ગયું હોવા છતાં શહેરમાં ડ્રેનેજ (લાઈન લીકેજ) અને સ્ટ્રોમ વોટર લાઇનની કામગીરી હજુ પણ અનેક મુખ્ય માર્ગો અને સોસાયટીઓ પાસે અધૂરી પડી છે. આ મામલે એએમસી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે પોતે સ્વીકાર્યું હતું કે, ઇજનેર વિભાગ દ્વારા શહેરમાં ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર લાઇનના સેટલમેન્ટ વાળી કુલ 144 જગ્યાઓ ઓળખવામાં આવી હતી, જ્યાં કામ કરવાનું હતું.

rain-new-1

પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ 144 જગ્યાઓમાંથી 42 જગ્યાઓ પર હજુ પણ કામગીરી પ્રગતિમાં છે એટલે કે અધૂરી છે. આનો અર્થ એ થયો કે ચોમાસાની એન્ટ્રી પહેલાં પણ મ્યુનિસિપલ તંત્ર પોતાનું પ્લાનિંગ પૂરું કરી શક્યું નથી. જો કે, આ કટોકટી વચ્ચે ચેરમેને એવો બચાવ કર્યો છે કે જે 42 જગ્યાઓ પર કામ ચાલુ છે, ત્યાં નાગરિકોની સુરક્ષા માટે બેરીકેટિંગ કરી દેવામાં આવ્યું છે અને આ બાકી રહેલા તમામ કામોને પણ આગામી ટૂંક જ દિવસોમાં યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા આદેશ અપાયા છે.

ગોતા વિસ્તારમાં હજુ બે મોટા બ્રેકડાઉન

શહેરમાં લાઇન લીકેજ કે અન્ય મોટો ભંગાણ થવાના કારણે સર્જાયેલી સ્થિતિ અંગે ચેરમેન કમલેશ પટેલે પોતાની સત્તાવાર બેઠકનો હવાલો આપતા જણાવ્યું કે, 'મેં મારી પહેલી જ સમીક્ષા બેઠકમાં અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે 7 દિવસની અંદર રોડના તમામ ખાડાઓ પુરાઈ જવા જોઈએ. શહેરમાં લાઇન બ્રેકડાઉનના કારણે 16 જગ્યાઓ પર બહુ મોટી કામગીરી ચાલુ હતી, જેમાંથી 14 જગ્યાઓ પર અમે સફળતાપૂર્વક કામ પૂર્ણ કરીને ખાડા પૂરી દીધા છે. પરંતુ પશ્ચિમ ઝોનના ગોતા વિસ્તારમાં હજુ પણ બે મહત્વની જગ્યાઓ પર કામગીરી અધૂરી હોવાનું તેમણે ઉમેર્યું હતું. ગોતાના આ બાકી રહેલા કામો માટે ચેરમેને નવી ડેડલાઇન આપતાં જણાવ્યું કે, એક જગ્યાએ આગામી 23 મી જૂન અને બીજી જગ્યાએ 30 મી જૂનના રોજ કામગીરી પૂર્ણ કરવામાં આવશે.

આ પણ વાંચો- રાજુલાના કોવાયા ગામમાં યુવકના શિકાર બાદ પગ મળ્યો, કૂતરું મોઢામાં પકડી કંપની તરફ લઈ ગયું

દર વર્ષની જેમ જનતા રામ ભરોસે

એએમસી શાસકો ભલે પોતાની પીઠ થાબડવા માટે બચાવના આંકડા રજૂ કરે, પરંતુ હકીકત એ છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ કોર્પોરેશનની પ્રી-મોન્સૂન કામગીરી સમયસર પૂર્ણ થઈ શકી નથી. અધૂરા અને પોલા રહી ગયેલા રસ્તાઓના કારણે માર્ગો પરથી પસાર થતા ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર ચાલકો અકસ્માતનો ભોગ બને તેવી સ્થિતિ સર્જાઈ છે. સામાન્ય વરસાદમાં જ જો રસ્તા બેસી જતા હોય, તો ધોધમાર વરસાદમાં અમદાવાદના રસ્તાઓ શહેરીજનો માટે કેટલા આશીર્વાદરૂપ કે આફતરૂપ સાબિત થશે, તે જોવું રહ્યું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

MonsoonPreparation PreMonsoon2026 AhmedabadRains
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ