બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / 'કોહલીએ ખુદ પોતાનું ભવિષ્ય નક્કી કરવું જોઈએ', ODI વર્લ્ડ કપને લઇ પૂર્વ સિલેક્ટરનું નિવેદન
Last Updated: 11:33 PM, 18 June 2026
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને 2011 વર્લ્ડ કપ વિજેતા ટીમના ચીફ સિલેક્ટર કૃષ્ણમાચારી શ્રીકાંતે વિરાટ કોહલી અંગે નિવેદન આપ્યું છે. જેમાં માત્ર એક જ ફોર્મેટ રમનારા કોહલીને 2027 ODI વર્લ્ડ કપ ટીમમાં પસંદ કરવામાં નહીં આવે તેવી શક્યતા છે. પણ શ્રીકાંત માને છે કે કોહલી પોતાનું ભવિષ્ય પોતે નક્કી કરવું જોઈએ, જેમ સચિન તેંડુલકરે કર્યું હતું. કેમ કે તે એક મહાન ખેલાડી છે.
ADVERTISEMENT
વિરાટ કોહલી વિશે મીડિયા સાથે વાત કરતા ક્રિસ શ્રીકાંતે કહ્યું, "વિરાટ કોહલી જેવા પ્લેયર સાથે મારું માનવું છે કે તમારે તેને પોતાનું ભવિષ્ય જાતે નક્કી કરવા દેવું જોઈએ, જેમ સચિન તેંડુલકરે કર્યું હતું. વિરાટ ખૂબ જ મહાન પ્લેયર છે. તે જાણે છે કે શું કરવું અને શું ન કરવું. તે ખૂબ જ બેલેન્સ્ડ વ્યક્તિ છે. મને તેના વિશે સૌથી વધુ ગમે છે તે ગેમ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા અને તે એક મહાન ટીમ મેન છે. તે ભારતના અત્યાર સુધીના બેસ્ટ ટેસ્ટ કેપ્ટનોમાંનો એક રહ્યો છે. તેની કેપ્ટનશીપ રેકોર્ડ માત્ર ICC ટ્રોફી ગુમાવવાનો છે. નહિંતર મારા મતે વિરાટ કોહલી ભારતના બેસ્ટ કેપ્ટનોમાંનો એક છે."

ADVERTISEMENT
વિરાટ કોહલી હાલમાં ક્રિકેટથી દૂર છે, કેમ કે તે ઈજાને કારણે અફઘાનિસ્તાન સામે ચાલી રહેલી ત્રણ મેચની ODI સિરીઝમાંથી બહાર થઈ ગયો હતો. તે IPL 2026 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વતી રમ્યો હતો અને ટીમને ટાઇટલ સુધી પહોંચાડી હતી. હવે આપણે જુલાઈમાં વિરાટને ઇંગ્લેન્ડમાં રમતો જોઈ શકીએ છીએ. ભારતીય ટીમ ઇંગ્લેન્ડમાં ત્રણ મેચની ODI સિરીઝરમવાની છે. આ સિરીઝમાટેની ટીમ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી પરંતુ એવી શક્યતા છે કે તે તે ટીમનો હિસ્સો હશે. કેમ કે તે ત્યાં સુધીમાં તેની હેમસ્ટ્રિંગ ઈજામાંથી સ્વસ્થ થઈ ગયો હશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
વિરાટ કોહલી ઘણા સમયથી મજબૂત ફોર્મમાં છે. તેને 2024 T20 વર્લ્ડ કપ ફાઇનલ પછી T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, તેને 2025 IPL અને ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. હવે તે અને રોહિત શર્મા માત્ર એક દિવસીય ઇન્ટરનેશનલ ક્રિકેટ રમે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.