બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાન ભૂલ્યો વીજ કંપનીનો અધિકારી, VTVના પત્રકાર સાથે કરી ઉદ્ધતાઈ

મોરબી / ભાન ભૂલ્યો વીજ કંપનીનો અધિકારી, VTVના પત્રકાર સાથે કરી ઉદ્ધતાઈ

Kalpesh Kandoria

Last Updated: 08:20 PM, 18 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જેતપર ગામમાં વીજ કંપનીના અધિકારીએ પત્રકાર સાથે ઉદ્ધતાઈ કરી હોવાની ઘટના સામે આવી છે. ભાન ભૂલેલા દંભી અધિકારી સામે યોગ્ય પગલાં લેવાં જોઈએ

છેલ્લા કેટલાક સમયથી વીજ કંપનીઓ અને ખેડૂતો વચ્ચે તકરારના મામલાઓ સામે આવી રહ્યા છે. આવો જ એક મામલો મોરબીના જેતપર ગામેથી પ્રકાશમાં આવ્યો હતો. જ્યારે ઘટનાનું કવરેજ કરવા અમારો VTVનો રિપોર્ટર ઘટના સ્થળે પહોંચ્યો ત્યારે ઘટના સ્થળે ઉપસ્થિત વીજ કંપનીઓના અધિકારીઓએ અમારા રિપોર્ટર સાથે ગેરવર્તણૂક કરી હતી.

જેતપર ગામના ખેડૂતો વીજ કંપની સામે વિરોધ કરી રહ્યા છે અને હાલ તેઓ આમરણાંત ઉપવાસ પર બેઠા છે, ત્યારે રિપોર્ટિંગ કરવા ગયેલા VTVના પત્રકાર સાથે પાડા જેવી જાડી ચાંબડીના વીજ કંપનીના અધિકારીએ ઉદ્ધતાઈ કરી હતી. પત્રકારે જ્યારે આ અધિકારીને સવાલ પૂછવાનો પ્રયત્ન કર્યો તો માથે ટોપી અને કાળાં ચશ્માં પહેરેલા અધિકારી જાણે મોટી તોપ હોય તેમ વર્તણૂક કરવા લાગ્યો, પત્રકારના ફોટા પાડવા લાગ્યો, અને મનફાવે તેમ બોલવા લાગ્યો.

આખરે આ અધિકારીને આટલો દંભ શેનો? પત્રકારને તેની ફરજ બજાવતાં રોકવાનો તેને હક્ક કોણે આપ્યો? આ અધિકારીએ પત્રકારના ફોટા શા માટે પાડ્યા? ફોટા પાડવા પાછળ તેનો ઉદ્દેશ્ય શું હતો?

મીડિયા એક એવું ક્ષેત્ર છે જે સમાજને જાગૃત કરવાનું, લોકોને રોજબોરજની માહિતી આપવાનું અને જ્યાં પણ અન્યાય થતો હોય તેવા લોકોનો અવાજ બનવાનું કામ કરે છે, તેથી જ મીડિયાને લોકશાહીના ચોથા સ્તંભ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ જ્યારે મીડિયાના જ કર્મચારીને તેનું કામ કરતાં રોકવામાં આવે ત્યારે લોકશાહી ખતરામાં મુકાઈ જતી હોય છે. VTVના રિપોર્ટર સાથે બનેલી ઘટના તંત્ર માટે શર્મજનક છે, આ બાબતે યોગ્ય પગલાં ભરી આવા દંભી અધિકારીઓને ઘરભેગા કરવા જોઈએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Journalist જેતપર ગામ Power Company Official
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ