બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / રસોડામાં ફ્રિજ હોય તો ન કરતા 4 ભૂલ, તરત કરો આ ઉપાય

photo-story

6 ફોટો ગેલેરી

વાસ્તુ ટિપ્સ / રસોડામાં ફ્રિજ હોય તો ન કરતા 4 ભૂલ, તરત કરો આ ઉપાય

Last Updated: 04:04 PM, 18 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આપણા ઘરમાં રાખેલ રેફ્રિજરેટરની દિશાનું પણ વાસ્તુ શાસ્ત્રમાં મહત્વ છે. જો તે યોગ્ય દિશમાં ન હોય તો ઘરની આર્થિક સ્થિતિ પર ખરાબ અસર પડે છે.

1/6

photoStories-logo

1. રેફ્રિજરેટર

વાસ્તુ મુજબ ઘરનું રસોડું માત્ર રસોઈ બનાવવાનું સ્થળ જ નથી પરંતુ તે આપણા પરિવારના સ્વાસ્થ્ય અને સુખાકારીનો સૌથી મોટો સ્ત્રોત પણ છે. રસોડામાં દરેક નાની-મોટી વસ્તુ પોતાની ખાસ ઉર્જા ધરાવે છે, જે પરિવારના સભ્યોના જીવન પર સીધી અસર કરે છે. જેમાં આધુનિક રસોડાનો સૌથી મહત્વનો ભાગ રેફ્રિજરેટર છે. જેને આપણે આપણી સુવિધા મુજબ ગમે ત્યાં મૂકીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે ખોટી દિશામાં રાખેલ રેફ્રિજરેટર તમારા ઘરની શાંતિ અને સમૃદ્ધિમાં અવરોધ લાવી શકે છે?

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. રેફ્રિજરેટર મૂકવા માટે શ્રેષ્ઠ દિશાઓ

દક્ષિણ-પશ્ચિમ: રેફ્રિજરેટર મૂકવા માટે આ બેસ્ટ દિશા છે. તેને અહીં રાખવાથી ઘરમાં સ્થિરતા અને સકારાત્મકતા જળવાઈ રહે છે. જો દક્ષિણપશ્ચિમમાં જગ્યા ન હોય તો તમે રેફ્રિજરેટરને પશ્ચિમ કે દક્ષિણમાં પણ મૂકી શકો છો. આ સિવાય ઉત્તર-પશ્ચિમ દિશા પણ સંતુલિત અને શાંતિપૂર્ણ ઘરનું વાતાવરણ જાળવવા માટે એક સારો ઓપ્શન છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. ક્યારેય આ દિશામાં ન રાખો રેફ્રિજરેટર

રેફ્રિજરેટરને ઉત્તર-પૂર્વ દિશામાં ક્યારેય ન રાખો. વાસ્તુમાં આ ખૂણાને ખુબ પવિત્ર અને ભગવાન સાથે જોડાયેલ માનવામાં આવે છે. રેફ્રિજરેટર જેવા ભારે વસ્તુઓ કે ઉપકરણો અહીં રાખવાથી ઘરની સમૃદ્ધિ અવરોધાય છે અને માનસિક અશાંતિ વધે છે. આ સિવાય મુખ્ય દરવાજાની સામે રેફ્રિજરેટર રાખવું અશુભ માનવામાં આવે છે કેમ કે તે ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિના પ્રવેશને અવરોધે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. રેફ્રિજરેટર માટે અમુક મહત્વની વાસ્તુ ટિપ્સ

રેફ્રિજરેટરની અંદરનો ભાગ હંમેશા સાફ રાખો અને વાસી કે બગડેલો ખોરાક સંગ્રહિત કરવાનું ટાળો. સ્વચ્છ રેફ્રિજરેટર સકારાત્મક ઉર્જા અને સ્વાસ્થ્યને સુધારે છે તેવું માનવામાં આવે છે. આ સિવાય રેફ્રિજરેટરને ક્યારેય ગેસ સ્ટોવની ખૂબ નજીક કે તેની સામે ન રાખો.કેમ કે અગ્નિ અને પાણીના તત્વો વિરોધી છે જે ઘરમાં સંઘર્ષ લાવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. આ બાબત પણ જરૂરી

રેફ્રિજરેટરને દિવાલની ખૂબ નજીક ન રાખો. યોગ્ય હવા પરિભ્રમણ માટે દિવાલ અને રેફ્રિજરેટર વચ્ચે નાનું અંતર રાખો. આ ટેક્નીકલ અને વાસ્તુ બંને દ્રષ્ટિકોણથી વધુ સારું માનવામાં આવે છે. આ સિવાય રેફ્રિજરેટરનું ટોપ સાફ રાખો અને તેના પર ભારે વસ્તુઓ કે કચરો સંગ્રહ કરવાનું ટાળો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Vastu Shastra Refrigerator Vastu Perspectives
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ