બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:49 PM, 18 June 2026
ભારતમાં અમેરિકી રાજદૂત સર્જિયો ગોર અને અમિત શાહ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક મળી. બેઠક દરમિયાન બંને દેશો વચ્ચે સુરક્ષા ક્ષેત્રે સહયોગ વધારવા અંગે ચર્ચા કરવામાં આવી. આતંકવાદ સામેની લડતને વધુ મજબૂત બનાવવાના મુદ્દા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. નશીલા પદાર્થો અને ગેરકાયદે ડ્રગ્સના નેટવર્ક સામે સંયુક્ત પ્રયાસો વધારવા અંગે પણ ચર્ચા થઈ. ભારત અને અમેરિકા બંનેની સરહદ સુરક્ષા મજબૂત બનાવવા માટે સહકાર વધારવા પર ભાર મૂકાયો
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર લખ્યું, "ગૃહમંત્રી અમિત શાહ સાથે સારી મીટિંગ થઇ. આતંકવાદ સામે લડવા, આપણા લોકોને નશીલા પદાર્થોથી બચાવવા અને ગેરકાયદેસર ઘૂસાડાતાં ડ્રગ્સથી બચાવવા, પોતાની સીમાને સુરક્ષિત કરવા અને બંને દેશોમાં ગુન્હેગારોને સજા અપાવવા માટે મલીને કામ કરવા પર સારી ચર્ચા થઇ."
આ પણ વાંચો- મમતા બેનરજીને હાઈકોર્ટમાંથી મોટો ઝટકો, ઋતબ્રત બેનરજી હશે બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે G7 Summitમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મળેલી દ્વિપક્ષીય બેઠક પછી અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક હરી હતી. સર્જિયો ગોર ગુરુવારે ફ્રાન્સથી ભારત આવ્યા. પીએમ મોદી અને ટ્રમ્પની મુલાકાતને લઈ અમેરિકી રાજદૂતે લખ્યું, "પ્રેસિડેન્ટ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી વચ્ચે ખૂબ જ ફાયદાકારક દ્વિપક્ષીય બેઠક મળી. જી7 સમિટ દરમિયાન બંને નેતાઓએ વ્યાપાર ક્ષેત્રીય સુરક્ષા અને આર્થિક ભાગીદારીને વધુ ગાઢ કરવા પર મહત્વની વાતચીત કરી."
જણાવી દઈએ કે વડાપ્રધાન મોદી અને અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર, ઉર્જા, રક્ષા, ટેક્નોલોજી અને બંને દેશોના નાગરિકોને આંતરિક સંબંધોમાં થઇ રહેલ નિરંતર પ્રગતિની સમીક્ષા કરી. પશ્ચિમ એશિયામાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે થયેલ કામને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવકાર્યું છે. તેમણે કહ્યું કે વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે સ્ટ્રેટ ઑફ હોર્મુઝ ખુલું રહેવું જરૂરી છે.
ADVERTISEMENT
ઉપરાંત તેમણે આ ક્ષેત્રમાં સામાન્ય નાગરિકો અને સમુદ્રી ક્ષેત્રમાં કાર્યરત લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની વાત પર પણ જોર આપ્યું. પીએમ મોદી અને પ્રેસિડેન્ટ ટ્રમ્પની આ મુલાકાત એવા સમયે થઇ જ્યારે ભારત- અમેરિકા સંબંધોમાં રણનૈતિક સહયોગ સતત વધી રહ્યો છે. બંને દેશો વચ્ચે સતત વેપાર વધી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
મોટું રાજકીય પરિવર્તન / લોકસભામાં ઇતિહાસ રચવા તરફ NDA: મમતા અને ઉદ્ધવના સાંસદો તૂટ્યા બાદ આંકડો 319 એ પહોંચ્યો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.