બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રાતે એક્ટિવા પર ખેતરે જઈ રહ્યાં હતા, વાવાઝોડાને કારણે લાઈટનો તાર તૂટી પડતાં પિતા-પુત્રના ઘટનાસ્થળે મોત
Last Updated: 05:28 PM, 18 June 2026
વડગામ તાલુકાના સકલાણા ગામે વીજ વાયર પડવાથી પિતા પુત્રનું મોત થયું છે. પિતા કાનજીભાઈ પ્રજાપતિ તેમજ પુત્ર જયેશ પ્રજાપતિ વીજળી અને વાવાઝોડાના સમયે રાત્રિ દરમિયાન એકટીવા ઉપર ખેતરમાં જઈ રહ્યા હતા તે દરમિયાન હેવી વીજ વાયર પડતા બંનેનું મોત થયું છે.
ADVERTISEMENT
પિતા પુત્રના મૃતદેહને વડગામ ખાતે પીએમ અર્થે લઇ જવામાં આવ્યા છે. પિતા પુત્રના મોતથી સકલાણા ગામ સહિત પંથકમાં શોક છવાયો છે.
વરસાદ વરસવાની સાથે વીજ કરંટ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. વડગામના સકલાણા ગામમાં ખેતરમાં વીજ વાયર પડતા પિતા અને પુત્રનું મોત નીપજ્યું છે. પિતા પુત્ર બુધવારે રાત્રિ દરમિયાન ટુ વ્હીલર પર ખેતરમાં જઈ રહ્યા હતા તે સમયે આ ઘટના બની છે.
ADVERTISEMENT

આ પણ વાંચો : રાજુલામાં પરપ્રાંતીય યુવકનો સિંહે લીધો ભોગ? ઘટનાના નવા વીડિયો આવ્યા સામે
ADVERTISEMENT
ખેતરમાં વીજ વાયર તેમની પર પડતા પિતા અને પુત્રનું મોત નીપજ્યું છે. ઘટનાસ્થળે જ બંનેના મોત નીપજ્યાં હતા.
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમી અને ભેજનું પ્રમાણ યથાવત્ જોવા મળી રહ્યું છે, પરંતુ હવે હવામાનમાં ધીમે-ધીમે બદલાવના સંકેતો મળી રહ્યા છે. અરબી સમુદ્રમાં સક્રિય બનેલી વરસાદી સિસ્ટમ અને દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની આગળ વધતી ગતિના કારણે આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે. ખાસ કરીને 21 જૂન પછી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદી ઝાપટાં જોવા મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.