બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / NTA ની લાપરવાહી! NEET ના વિદ્યાર્થીએ નાગપુર-વર્ધા સેન્ટર માંગ્યું, મળ્યું અબુ ધાબી પરીક્ષા સેન્ટર

નેશનલ / NTA ની લાપરવાહી! NEET ના વિદ્યાર્થીએ નાગપુર-વર્ધા સેન્ટર માંગ્યું, મળ્યું અબુ ધાબી પરીક્ષા સેન્ટર

Ajitsinh Jadeja

Last Updated: 11:30 AM, 20 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NEET: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ને લઇ વિવાદ ઓછા થવાના નામ નથી લઇ રહ્યા NEET પેપર લીકમાં ગેરરીતિઓ અંગે પ્રશ્નો ઉભા થયા હતા, ત્યારે 21 જૂને યોજાનારી નીટ પરીક્ષા પહેલા હવે વધુ એક વિવાદ ઉભો થયો છે.

NEET: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ને લઇ વિવાદ ઓછા થવાના નામ નથી લઇ રહ્યા NEET પેપર લીકમાં ગેરરીતિઓ અંગે પ્રશ્નો ઉભા થયા હતા, ત્યારે 21 જૂને યોજાનારી નીટ પરીક્ષા પહેલા હવે વધુ એક વિવાદ ઉભો થયો છે. એજન્સીએ 21 જૂને યોજાનારી નીટ પુનઃપરીક્ષા માટે નાગપુરના અબ્દુલ્લા નામના વિદ્યાર્થીને સીધા અબુ ધાબી (UAE) માં એક કેન્દ્ર ફાળવ્યું છે. જો કે એવું નથી કે એનટીએ વિદેશમાં કેન્દ્ર આપતુ નથી પરંતુ તે ફક્ત એનઆરઆઇ અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે હોય છે.

નીટ પરીક્ષા 21 જૂને દેશભરમાં ફરીથી યોજાવાની છે. 22 લાખથી વધુ વિદ્યાર્થીઓ ફરી એકવાર પોતાનું નસીબ અજમાવવા માટે તૈયાર છે, ત્યારે નાગપુરના રહેવાસી અબ્દુલ્લા મોહમ્મદ સાથે બનેલી ઘટનાએ ફરી એકવાર એનટીએને તપાસના દાવા હેઠળ લાવી દીધું છે. NEET વિવાદ બાદ, કેન્દ્ર સરકારના પરીક્ષાને સંપૂર્ણપણે પારદર્શક રીતે યોજવાના દાવા પર પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ઘોર બેદરકારીને કારણે નાગપુરના અબ્દુલ્લા નામના વિદ્યાર્થીને 21 જૂને યોજાનારી નીટ પુનઃપરીક્ષા માટે સીધા અબુ ધાબી (UAE) માં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યું હતું. પોતાની પરેશાની શેર કરતા તેણે કહ્યું કે તેની પાસે પાસપોર્ટ પણ નથી કે ત્યા પરીક્ષા આપવા જઇ શકું.

આ પરીક્ષા આવતીકાલે યોજાશે

પરીક્ષા માટે માત્ર એક દિવસ બાકી હોવાથી વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ અત્યંત ચિંતિત છે. અગાઉ વિદ્યાર્થીને નાગપુરમાં પરીક્ષા કેન્દ્ર મળ્યું હતું. તેના પસંદગીના વિકલ્પો હોવા છતાં એનટીએની ભૂલો ફરી એકવાર પ્રકાશમાં આવી છે. અબ્દુલ્લાએ તેની અરજીમાં નાગપુર, વર્ધા અને ભંડારાને પસંદ કર્યું હતું.

જોકે એનટીએએ આ બધા વિકલ્પોને અવગણીને તેને વિદેશમાં પરીક્ષા કેન્દ્ર સોંપ્યું. પૂર્વ મંત્રી અને કોંગ્રેસના નેતા ડૉ. અનીસ અહેમદે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે NTA એ પરીક્ષાની ધજ્જીયા ઉડાવી છે અને તાત્કાલિક સુધારેલું પ્રવેશ કાર્ડ જારી કરવું જોઈએ.

VTV ADD

આ પણ વાંચોઃ બંગાળ / મમતા બેનર્જીને મોટો ઝટકો, 440 કરોડ રૂપિયાવાળા TMC ના ત્રણ બેન્ક એકાઉન્ટ ફ્રીઝ

વિદ્યાર્થી પાસે પાસપોર્ટ નથી

વિદ્યાર્થી પાસે પાસપોર્ટ પણ નથી. પાસપોર્ટ અને વિઝા પ્રક્રિયા પૂર્ણ કરવી અને તેને માત્ર 24 થી 48 કલાકમાં પરીક્ષા માટે વિદેશ મોકલવું અશક્ય છે. વિદ્યાર્થીએ હેલ્પલાઇનમાં ફરિયાદ નોંધાવી. અધિકારીઓએ ટેકનિકલ ભૂલ સ્વીકારી અને તેમને ખાતરી આપી કે શનિવાર સુધીમાં સુધારેલું એડમિટ કાર્ડ જારી કરવામાં આવશે. જોકે વિદ્યાર્થી અને તેનો પરિવાર નવી હોલ ટિકિટ ન મળે ત્યાં સુધી માનસિક તણાવમાં રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

New Delhi NEET NTA
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ