ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / Politics / મમતા બેનર્જીને મોટો ઝટકો, 440 કરોડ રૂપિયાવાળા TMC ના ત્રણ બેન્ક એકાઉન્ટ ફ્રીઝ

બંગાળ / મમતા બેનર્જીને મોટો ઝટકો, 440 કરોડ રૂપિયાવાળા TMC ના ત્રણ બેન્ક એકાઉન્ટ ફ્રીઝ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 11:13 PM, 19 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

West Bengal: બંગાળ પોલીસે HDFC બેંકમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના ત્રણ ખાતા ફ્રીઝ કર્યા કર્યા છે. આ ખાતામાં 440 કરોડ રૂપિયા જમા છે.

ADVERTISEMENT

બંગાળ પોલીસે ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના ત્રણ બેંક ખાતા ફ્રીઝ કરી દીધા છે. એચડીએફસી બેંકમાં આ ત્રણ ખાતામાંથી ટીએમસી પૈસા ઉપાડી નહી શકે. આ બધા બેંક ખાતામાં 440 કરોડ રૂપિયા જમા છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણીમાં મળેલી હાર બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં આંતરિક ઝઘડો હવે પાર્ટીના પૈસા અને સંપત્તિ સુધી વધી ગયો છે.

પાર્ટીના પૂર્વ ખજાનચી અરૂપ બિસ્વાસે અગાઉ એચડીએફસી બેંકને પત્ર લખીને પાર્ટીના ખાતાઓ ફ્રીઝ કરવાની માંગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પાર્ટીના સાચા નેતૃત્વ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ જવાબ મળ્યો નથી. આ મહિને અરૂપ બિસ્વાસને આ પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા. આ પત્ર બેંકને એવા સમયે સુપરત કરવામાં આવ્યો હતો જ્યારે તૃણમૂલ કોંગ્રેસના 20 લોકસભા સાંસદોએ સ્પીકર ઓમ બિરલાને મળ્યા હતા અને નેશનલિસ્ટ સિટીઝન્સ પાર્ટી ઓફ ઈન્ડિયા (NCPI) માં તેમના વિલીનીકરણની જાહેરાત કરી હતી. આ બળવાખોર સાંસદો માને છે કે તેઓ અસલી ટીએમસી છે અને પાર્ટીના નામ અને પ્રતીક પર પોતાનો દાવો રજૂ કરશે.

VTV ADD 01

આ પણ વાંચોઃ મહારાષ્ટ્ર / "હું પદ છોડવા તૈયાર, કોઇપણને બનાવી દો શિવસેના અધ્યક્ષ...", પાર્ટીમાં ફૂટ વચ્ચે ઉદ્ધવએ કરી રાજીનામાની ઓફર

ચૂંટણી પંચને સુપરત કરાયેલા 2024-25ના ઓડિટ રિપોર્ટ મુજબ તૃણમૂલ કોંગ્રેસ પાસે કુલ ₹1,081.78 કરોડની સંપત્તિ છે. આમાંથી ₹625.78 કરોડ બેંક ખાતાઓમાં, ₹250.77 કરોડ રોકાણોમાં અને ₹50 કરોડ ચેકના રૂપમાં છે. અરૂપ બિશ્વાસે કહ્યું હતું કે બેંકે પાર્ટીના ખાતામાં યથાસ્થિતિ જાળવી રાખવી જોઈએ અને કોઈપણ ડેબિટ વ્યવહારો અથવા ખાતાના સંચાલન નિયમોમાં ફેરફાર પર પ્રતિબંધ મૂકવો જોઈએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mamata Banerjee TMC West Bengal

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ