બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સિક્યુરિટી ગાર્ડે કરી આજીજી, છતાં મોત તરફ આગળ વધતો રહ્યો પ્રકાશ ચંદ્ર, જુઓ CCTV ફૂટેજ

અમરેલી / સિક્યુરિટી ગાર્ડે કરી આજીજી, છતાં મોત તરફ આગળ વધતો રહ્યો પ્રકાશ ચંદ્ર, જુઓ CCTV ફૂટેજ

Kalpesh Kandoria

Last Updated: 11:47 AM, 20 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજુલા તાલુકાના કોવાયા ગામની કાળજું કંપાવી મુકતી ઘટનામાં નવી માહિતી સામે આવી છે. પ્રકાશ ચંદ્રના અંતિ ક્ષણના CCTV ફૂટેજ સામે આવ્યા છે.

અમરેલીના કોવાયા ગામે બનેલી ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચારી મચાવી હતી. હવે આ મામલાના સિસિટિવી ફુટેજ સામે આવ્યા છે. પ્રકાશ ચંદ્ર નામના યુવકને રોકવાનો પ્રયત્ન કર્યો હતો છતાં પ્રકાશ ચંદ્ર મોત તરફ આગળ વધતો રહ્યો, ગાઢ જંગલ જેવા વિસ્તારમાં પ્રકાશ ચંદ્રએ પોતાના જીવની પરવા કર્યા વિના લઘુશંકા કરી હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે.

પ્રકાશ ચંદ્રનો શિકાર થાય તે પહેલાંના CCTV દ્રશ્યો સામે આવ્યાા છે. ખાનગી કંપની કોલોની વિસ્તારમાંથી અચાનક રાતે 1 વાગ્યે બેગ લઈ પ્રકાશ ચંદ્ર ઉત્તરાખંડ જવા માટે નીકળી પડ્યો હતો. મધરાત હોવાથી ફરજ પરના સિક્યુરિટી ગાર્ડે તેને રાતે ના જવાની વિનંતી કરી હતી છતાં આ યુવક માન્યો નહોતો અને પોતાની બેગ લઈ ત્યાંથી નીકળી ગયો હતો.

વનવિભાગ અને પોલસની અલગ-અલગ ટૂકડીઓએ કરેલી તપાસમાં કોલોની વિસ્તારના વિવિધ CCTV ફૂટેજમાં પ્રકાશ ચંદ્ર જોવા મળ્યો હતો. રસ્તામાં પ્રકાશ ચંદ્રએ લઘુશંકા કરી હોવાના દ્રશ્યો પણ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.

પ્રકાશ ચંદ્ર રસ્તામાં એક પાનના ગલ્લે કેટલાક લોકો સાથે વાતચીત કરતો પણ સીસીટીવીમાં કેદ થયો છે. ત્યાંથી આસરે અડધા કિલોમીટર દૂર સિંહના જૂથે પ્રકાશ ચંદ્ર પર હુમલો કર્યો હતો. વનવિભાગ અને પીપાવાવ મરીન પોલીસે સમગ્ર ઘટનાક્રમની ઊંડાણથી તપાસ હાથ ધરી છે. ઘટના સ્થળેથી પ્રકાશ ચંદ્રની બેગ મળી આવી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Amreli Prakash Chandra lion attack cctv footage
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ