બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગાંધીનગરના સમાચાર / GMDCના MD રૂપવંત સિંઘ રાજ્યના મુખ્ય ટેક્સ કમિશનર, આલોક કુમાર પાંડે બન્યાં આદિજાતી કમિશનર

બદલી / GMDCના MD રૂપવંત સિંઘ રાજ્યના મુખ્ય ટેક્સ કમિશનર, આલોક કુમાર પાંડે બન્યાં આદિજાતી કમિશનર

Kalpesh Kandoria

Last Updated: 06:51 PM, 17 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના વહિવટી તંત્રમાં મોટો ફેરફાર થયો છે. રાજ્યના બે આઈએએસ અધિકારીઓની બદલી કરી દેવામાં આવી છે. રૂપવંત સિંઘ અને આલોક કુમાર પાંડેની બદલી થતાં

રાજ્યના બે સિનિયર IAS અધિકારીઓની બદલીના અહેવાલ સામે આવી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે રૂપવંત સિંઘ અને આલોક કુમાર પાંડેની બદલી થઇ હોવાના અહેવાલ મળી રહ્યા છે.

મળતી માહિતી અનુસાર, વર્ષ 2004 બેચના IAS અધિકારી રૂપવંત સિંઘ હાલમાં ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GMDC)ના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કામગીરી સંભાળી રહ્યા હતા. હવે તેમની નિમણૂક રાજ્ય કર વિભાગના ચીફ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ તરીકે કરવામાં આવી છે. જોકે, GMDCના મેનેજિંગ ડિરેક્ટર તરીકેનો વધારાનો હવાલો પણ તેમની પાસે યથાવત રહેશે.

બીજી તરફ, વર્ષ 2010 બેચના IAS અધિકારી આલોક કુમાર પાંડે, જેઓ અત્યાર સુધી રાહત કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા હતા, તેમને હવે આદિજાતિ વિકાસ કમિશનર તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસ, વિવિધ કલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલીકરણ તેમજ શિક્ષણ, આરોગ્ય અને રોજગારી સંબંધિત કાર્યક્રમોના સંકલન માટે તેઓ હવે મુખ્ય ભૂમિકા ભજવશે.

આ પણ વાંચો- માત્ર 25 ડબ્બાથી શરૂ કરેલો ધંધો, આજે 3000 કરોડને પાર! માંગરોળના આ ગુજરાતી પરિવારે દુનિયાભરમાં વગાડ્યો ડંકો

રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા આ વહીવટી ફેરફારોને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે. આગામી સમયમાં બંને અધિકારીઓ પોતાની નવી જવાબદારીઓ સંભાળશે અને સંબંધિત વિભાગોની કામગીરીને વધુ ગતિ આપશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rupvant Singh IAS Officer Alok Kumar Pandey
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ