બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ઉદ્ધવની સેના ફરી તૂટી, 6 બાગી સાંસદોએ શિંદેને નેતા તરીકે સ્વીકાર્યા, લોકસભા સ્પીકારને સોંપ્યો લેટર

National / ઉદ્ધવની સેના ફરી તૂટી, 6 બાગી સાંસદોએ શિંદેને નેતા તરીકે સ્વીકાર્યા, લોકસભા સ્પીકારને સોંપ્યો લેટર

Nidhi Panchal

Last Updated: 04:29 PM, 17 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર મોટું રાજકીય ભૂકંપ આવ્યું છે. શિવસેના (UBT) ના છ લોકસભા સાંસદોએ ઉદ્ધવ ઠાકરેનો સાથ છોડીને અલગ જૂથ બનાવવાનો નિર્ણય લેતા પક્ષમાં મોટો ભંગાણ સર્જાયો છે.

મહારાષ્ટ્રના રાજકારણમાં ઉદ્ધવ ઠાકરેને ફરી એકવાર મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. શિવસેના (UBT) ના નવ લોકસભા સાંસદોમાંથી છ સાંસદોએ પક્ષથી અલગ થવાનો નિર્ણય લેતા રાજ્યના રાજકારણમાં ભારે ચર્ચા શરૂ થઈ છે. આ છ સાંસદોએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને તેમને એક અલગ જૂથ તરીકે માન્યતા આપવા વિનંતી કરી છે. આ ઘટનાને ઉદ્ધવ ઠાકરે માટે અત્યાર સુધીના સૌથી મોટા રાજકીય પડકારોમાંથી એક માનવામાં આવી રહી છે. લોકસભા સ્પીકરને પત્ર લખનારા શિવસેના (UBT) ના સાંસદોમાં સંજય જાધવ, સંજય દેશમુખ, નાગેશ પાટીલ અષ્ટિકર, ઓમરાજે નિમ્બાલકર, ભાઈસાહેબ વાકચૌરે અને સંજય દીના પાટીલનો સમાવેશ થાય છે. આ તમામ સાંસદોએ એક સાથે આવીને અલગ જૂથ બનાવવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે.

uddhav-thackeray

9:30 વાગ્યે આ છ સાંસદોએ લોકસભા સ્પીકરને પત્ર સુપરત કર્યો

મળતી માહિતી મુજબ, બુધવારે સવારે લગભગ 9:30 વાગ્યે આ છ સાંસદોએ લોકસભા સ્પીકરને પત્ર સુપરત કર્યો હતો. પત્રમાં તેમણે એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનામાં વિલયની માંગ કરી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ પગલાંથી ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેના (UBT) માટે નવી મુશ્કેલી ઊભી થઈ છે.

ખાનગી વિમાન મારફતે દિલ્હી પહોંચ્યા

સૂત્રોના જણાવ્યા અનુસાર, બળવાખોર સાંસદો નાંદેડ, પુણે અને મુંબઈથી ખાનગી વિમાન મારફતે દિલ્હી પહોંચ્યા હતા. તેમની સાથે એકનાથ શિંદેની શિવસેનાના એક વરિષ્ઠ નેતા પણ હાજર હતા. દિલ્હી પહોંચ્યા બાદ સ્પીકરને સમર્થન પત્ર સુપરત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમને મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા ફેરફાર તરીકે જોવામાં આવી રહ્યો છે.

ઉદ્ધવ ઠાકરે સાથે ઉભા હોવાનું સામે આવ્યું

શિવસેના (UBT) ની ટિકિટ પર ચૂંટાયેલા નવ સાંસદોમાંથી હવે માત્ર ત્રણ સાંસદો જ ઉદ્ધવ ઠાકરે સાથે ઉભા હોવાનું સામે આવ્યું છે. દિલ્હીમાં સંજય રાઉતના નિવાસસ્થાને યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં અરવિંદ સાવંત, મુખ્ય દંડક અનિલ દેસાઈ અને નાસિકના સાંસદ રાજાભાઉ હાજર રહ્યા હતા. નવમાંથી માત્ર ત્રણ સાંસદોની હાજરીએ પક્ષમાં ભાગલાની અટકળોને વધુ મજબૂત બનાવી છે.

પીએમ મોદીના નામ પર જીત્યા ન હતા

આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે શિવસેના (UBT) ના નેતા સંજય રાઉતે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે તમામ નવ સાંસદો ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળ અને શિવસેનાના મશાલ ચિહ્ન પર ચૂંટાઈ આવ્યા હતા. તેમની જીત પાછળ ઉદ્ધવ ઠાકરેની દિવસ-રાતની મહેનત અને પક્ષના કાર્યકરોનો મોટો ફાળો રહ્યો હતો. સંજય રાઉતે વધુમાં કહ્યું હતું કે, "અમારા સાંસદો ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં શિવસેનાના મશાલ ચિહ્ન પર ચૂંટાયા હતા. તેઓ પીએમ મોદીના નામ પર જીત્યા ન હતા. જો કોઈ હવે પક્ષ બદલશે તો અમે કોઈને પણ છોડીશું નહીં. જે લોકો રાજીનામું આપવા માંગે છે તેઓ રાજીનામું આપી શકે છે."

આ પણ વાંચો : મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી ઉથલપાથલ? ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) સામે ‘ઓપરેશન ટાઇગર’ની ચર્ચા તેજ

મહારાષ્ટ્રના રાજકારણમાં આ ઘટનાને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. એક તરફ એકનાથ શિંદેની શિવસેના વધુ મજબૂત બનતી જોવા મળી રહી છે, તો બીજી તરફ ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) માટે આ મોટો રાજકીય ફટકો સાબિત થઈ શકે છે. હાલ સમગ્ર રાજ્યની નજર આગામી દિવસોમાં આ રાજકીય ઘટનાક્રમ કઈ દિશામાં આગળ વધે છે તેના પર ટકેલી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Eknath Shinde Shiv Sena UBT Uddhav Thackeray
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ