બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / વડોદરાના સમાચાર / વડોદરા-સુરત મનપા કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં ચકચાર, પોલીસ-બોમ્બ સ્કવોડ ઘટનાસ્થળે
Last Updated: 02:46 PM, 17 June 2026
વડોદરા અને સુરત મહાનગરપાલિકાની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેઇલ મળ્યો છે. મ્યુનિ. કમિશનર અને મેયરના મેઇલ પર ધમકી આવી હોવાની પ્રાથમિક માહિતી છે. મેઇલ મળતા ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. ડોગ-બોમ્બ સ્કવોડ સહિતના લોકો કચેરી ખાતે પહોંચ્યા છે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે જામનગર મહાનગરપાલિકાને પણ આજે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. મળતી માહિતી મુજબ મહાનગરપાલિકાની કચેરીને એક ધમકીભર્યો મેઈલ મળ્યો હતો, જેમાં કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની વાત કરવામાં આવી હતી. આ મેઈલ મળ્યા બાદ તાત્કાલિક સુરક્ષા એજન્સીઓને જાણ કરવામાં આવી અને સમગ્ર ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી હતી.
આ પણ વાંચો- જામનગર મનપાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા અફરાતફરી, 1 હજારથી વધુ લોકોને બહાર કઢાયા
ADVERTISEMENT
ઘટનાની જાણ થતાં જ બોમ્બ સ્ક્વૉડ અને ડોગ સ્ક્વૉડની ટીમો સ્થળ પર પહોંચી હતી. સુરક્ષા નિષ્ણાતો દ્વારા મહાનગરપાલિકાની કચેરીના દરેક વિભાગ, રૂમ, પાર્કિંગ વિસ્તાર તેમજ આસપાસના વિસ્તારોની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી હતી. કોઈ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક સામગ્રી છે કે નહીં તેની તપાસ માટે આધુનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.ધમકીભર્યો મેઈલ કોણે મોકલ્યો છે તે મામલે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
એટલું જ નહીં, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ ધમકીભર્યો મેઈલ મળ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે. ખાલિસ્તાન નેશનલ આર્મીએ HMO અમિત શાહની ઑફિસને મોકલેલા ઈમેલમાં 3:11 વાગ્યે બ્લાસ્ટ કરી ઑફિસ ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ મેઈલમાં લખ્યું હતું કે ‘પંજાબી નિશાના અમિત શાહ, હિન્દુ અત્તવાદી, શહીદ નિજ્જર દા બદલા’, અમિત શાહનું ધમાકા વીચ ટુકડે ટુકડે કરકે’ જેવાં વાક્યનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
આ સાથે જ વડોદરાની નવરચના સ્કૂલને પણ ધમકીભર્યો મેઇલ મળતા વાલીઓ ચિંતામાં મૂકાયા હતા, પરંતુ સ્કૂલ છૂટી જતાં વાલીઓેએ હાશકારો અનુભવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.