બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ઝારખંડ રાજ્યસભામાં હાર બાદ INDIA ગઠબંધનમાં ભડકો: કોંગ્રેસ આકરાપાણીએ

નેશનલ / ઝારખંડ રાજ્યસભામાં હાર બાદ INDIA ગઠબંધનમાં ભડકો: કોંગ્રેસ આકરાપાણીએ

Pravin Joshi

Last Updated: 09:46 PM, 18 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઝારખંડ રાજ્યસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ સત્તાધારી INDIA ગઠબંધનની અંદર મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર પ્રણવ ઝાની હાર બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રભારી કે. રાજુએ સહયોગી પક્ષો આરજેડી અને ડાબેરી પક્ષો પર ખુલ્લેઆમ દગો આપવાનો અને સાથ ન આપવાનો આરોપ લગાવ્યો છે.

ઝારખંડમાં રાજ્યસભાની 2 બેઠકો માટે થયેલા રસાકસીભર્યા મતદાનના પરિણામો સામે આવ્યા બાદ હવે સત્તાધારી ગઠબંધનની અંદર આંતરિક આક્ષેપ-પ્રતિઆક્ષેપ અને રાજકીય યુદ્ધ શરૂ થઈ ગયું છે. બહુમતી હોવા છતાં કોંગ્રેસના ઉમેદવાર પ્રણવ ઝાને મળેલી કારમી હારને કોંગ્રેસ પક્ષ પચાવી શક્યો નથી અને તેનો ગુસ્સો હવે ગઠબંધનના સાથી પક્ષો પર ફૂટ્યો છે. ઝારખંડ કોંગ્રેસના પ્રભારી કે. રાજુએ મીડિયા સમક્ષ ખુલ્લેઆમ રાષ્ટ્રીય જનતા દળ અને વામપંથી (ડાબેરી) પક્ષો પર ગંભીર આક્ષેપો કર્યા છે કે તેમણે ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને વોટ આપ્યો નથી. આ ચૂંટણી પરિણામોએ સાબિત કરી દીધું છે કે ઝારખંડમાં સત્તા પર હોવા છતાં આ ગઠબંધન માત્ર નામનું છે અને અંદરથી સંપૂર્ણપણે વિખરાયેલું છે.

didha - 2026-06-18T214520.297

સહયોગીઓએ દગો આપ્યો, JMM એ મદદ કરી: કે. રાજુ

કોંગ્રેસ પ્રભારી કે. રાજુએ અત્યંત નિરાશા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર પ્રણવ ઝાને સહયોગી પક્ષો RJD અને ડાબેરી પક્ષો તરફથી જે અપેક્ષિત સમર્થન મળવું જોઈતું હતું, તે બિલકુલ મળ્યું નથી. આ ખરેખર અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે કે સત્તાધારી ગઠબંધન સંસદીય ચૂંટણી જેવા મહત્વના તબક્કે એકજૂથ દેખાયું નથી. હું આ આખા ઘટનાક્રમ અને પરિણામથી સખત અસંતુષ્ટ અને નિરાશ છું. તેમણે વધુમાં દાવો કર્યો હતો કે મુખ્યમંત્રીની પાર્ટી ઝારખંડ મુક્તિ મોરચા તરફથી ચોક્કસપણે 4 વધારાના મતો કોંગ્રેસના ખાતામાં આવ્યા હતા, પરંતુ RJD અને ડાબેરી ધારાસભ્યોના સમર્થનના અભાવે અને ક્રોસ વોટિંગના કારણે કોંગ્રેસને પરાજયનો સામનો કરવો પડ્યો છે. આ હારે ભવિષ્યના રાજકારણ અને ગઠબંધનની એકતા પર મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા કરી દીધા છે.

ભાજપનો જોરદાર પલટવાર

બીજી તરફ, ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસની આ હાર પર ચપટી લેતા તેને INDIA ગઠબંધનની આંતરિક કલહ અને અવિશ્વાસનું જીવંત પ્રમાણ ગણાવ્યું છે. ભાજપના વરિષ્ઠ વિધાયક પ્રદીપ પ્રસાદે આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આ ચૂંટણી પરિણામ દર્શાવે છે કે વિપક્ષી ગઠબંધનના ઘણા ધારાસભ્યો પોતાની જ પાર્ટીના નેતૃત્વથી નારાજ છે અને તેમણે વોટિંગ કરતી વખતે પોતાના 'અંતરાત્માના અવાજ' ને સાંભળીને દેશહિતમાં મતદાન કર્યું છે. પ્રદીપ પ્રસાદે ચૂંટણીના સત્તાવાર આંકડા જાહેર કરતા જણાવ્યું કે, લોકસભા અને વિધાનસભાના સમીકરણો મુજબ એનડીએ (NDA) પાસે પોતાના માત્ર 24 ધારાસભ્યો હતા. પરંતુ અમારા સમર્થનથી ઉતરેલા અપક્ષ ઉમેદવાર પરિમલ નથવાનીને કુલ 28 મતો મળ્યા છે, જે દર્શાવે છે કે વિપક્ષમાંથી 4 મતો ક્રોસ વોટિંગ દ્વારા અમને મળ્યા છે. આ સિવાય જેએમએમ (JMM) ને 30 વોટ અને કોંગ્રેસને માત્ર 20 વોટ જ મળ્યા છે. ચૂંટણી દરમિયાન કુલ 3 વોટ અમાન્ય (કેન્સલ) જાહેર કરાયા હતા, જેમાં ભાજપના 2 અને કોંગ્રેસના 1 ધારાસભ્યનો વોટ સામેલ હતો. જે થવાનું હતું તે જ થયું છે અને સત્યની જીત થઈ છે.

આ પણ વાંચો : મધ્ય પૂર્વની રાજનીતિમાં મોટો વળાંક, અમેરિકા-ઈરાન શાંતિ કરારની વિગતો જાહેર

બહુમતી હોવા છતાં કેવી રીતે હારી કોંગ્રેસ?

ઝારખંડ રાજ્યસભાની આ ચૂંટણીમાં અસલી મુકાબલો એનડીએ સમર્થિત પરિમલ નથવાની અને કોંગ્રેસના પ્રણવ ઝા વચ્ચે જ હતો. પરિમલ નથવાનીએ જાદુઈ આંકડો પાર કરીને 28 મતો મેળવ્યા અને વિજેતા બન્યા, જ્યારે કોંગ્રેસના પ્રણવ ઝા માત્ર 20 મતો પર જ સમેટાઈ ગયા હતા. બીજી બેઠક પર JMM ના સત્તાવાર ઉમેદવાર વૈદ્યનાથ રામ 30 મતો મેળવીને સરળતાથી ચૂંટાઈ આવ્યા હતા, કારણ કે તેમની જીત બહુમતીના આધારે પહેલાથી જ નક્કી હતી. ભાજપના નેતાઓનું કહેવું છે કે કોંગ્રેસ પોતાની નબળાઈ અને સાથી પક્ષો વચ્ચેના અવિશ્વાસને છુપાવવા માટે હવે હાર્યા પછી બીજા પર દોષારોપણ કરીને પોતાના રાજકીય નુકસાનની ભરપાઈ કરવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહી છે. આ પરિણામો બાદ ઝારખંડના રાજકારણમાં આગામી દિવસોમાં મોટા ઉલટફેર થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

INDIAAllianceClash CongressVsRJD JharkhandRajyaSabha
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ