ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / VTV વિશેષ / જ્યોતિષીઓની ચોંકાવનારી આગાહી,2026-27 વચ્ચે દુનિયા પર મંડરાઈ રહ્યું છે મોટું સંકટ

ધર્મ / જ્યોતિષીઓની ચોંકાવનારી આગાહી,2026-27 વચ્ચે દુનિયા પર મંડરાઈ રહ્યું છે મોટું સંકટ

Published By: Nidhi Panchal

Last Updated: 10:17 AM, 16 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વભરમાં ચાલી રહેલા યુદ્ધો અને વધતા તણાવ વચ્ચે લોકોના મનમાં એક જ સવાલ છે કે આવનારા સમયમાં પરિસ્થિતિ કેવી રહેશે? શું ઇરાન અને અમેરિકા વચ્ચેનો વિવાદ વધુ ગંભીર બનશે? શું વિશ્વમાં શાંતિ સ્થાપિત થશે કે પછી યુદ્ધ વધુ લાંબા સમય સુધી ચાલશે? આ તમામ મુદ્દાઓને લઈને જાણીતા જ્યોતિષીઓએ મહત્વપૂર્ણ ભવિષ્યવાણી કરી છે.

ADVERTISEMENT

અમેરિકા-ઈરાન યુદ્ધ બંધ થઈ ચૂક્યુ છે. બંને દેશો વચ્ચે શાંતિ સ્થપાઈ ગઈ છે. હવે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખુલશે અને બધું જ નોર્મલ થઈ જશે. પણ, ગુજરાતના જ્યોતિષિઓ કંઈક અલગ જ માની રહ્યા છે. જ્યોતિષની ભયાનક આગાહી કહે છે કે હજી પણ મોટા યુદ્ધ થવાના છે. 2026ના બાકીના છ મહિના અને 2027 વચ્ચેનો સમયગાળો અત્યંત મહત્વપૂર્ણ છે.

astrologer

2027માં શું થશે?

ગ્રહોની ચાલ ઘણી વખત એવા સંકેતો આપે છે જે ભવિષ્યની ઘટનાઓ અંગે ચર્ચાનો વિષય બની જાય છે. હાલમાં શનિ, ગુરુ, રાહુ અને કેતુ જેવા મહત્વના ગ્રહોના ગોચરને લઈને જ્યોતિષ જગતમાં વિશેષ ચર્ચાઓ ચાલી રહી છે. કેટલાક જ્યોતિષીઓનું માનવું છે કે વિશ્વભરમાં વર્ષોથી દબાયેલા સંઘર્ષ હવે ફરી સપાટી પર આવી શકે છે, જ્યારે કેટલાકના મતે રાજદ્વારી પ્રયાસો સંપૂર્ણ વિનાશને અટકાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. જાણીતા એસ્ટ્રોલોજરની ભવિષ્યવાણી ચોંકાવનારી છે

priyadarshni

'વિશ્વમાં સંઘર્ષો યથાવત્ રહેશે'

એસ્ટ્રોલોજર પ્રિયદર્શિની વાંકાણીના જણાવ્યા અનુસાર, જો 2026ના જૂનથી લઈને 2027ની શરૂઆત સુધીના સમયગાળાને જ્યોતિષીય દૃષ્ટિએ જોવામાં આવે તો હાલમાં શનિ, મીન રાશિના રેવતી નક્ષત્રમાં ગોચર કરી રહ્યા છે. રેવતી નક્ષત્ર 27 નક્ષત્રોમાં સૌથી છેલ્લું નક્ષત્ર માનવામાં આવે છે અને તે કર્મિક ક્લોઝર તેમજ કર્મોના પરિણામ સાથે જોડાયેલું છે. તેમના મતે, હાલમાં જે પણ દબાયેલા તણાવ, જૂના વિવાદો અથવા અટકેલી પરિસ્થિતિઓ છે તે ફરી એકવાર સપાટી પર આવી શકે છે. જોકે ગુરુ કર્ક રાશિમાં હોવાથી રાજદ્વારી વાતચીત અને ડિપ્લોમસી દ્વારા સંપૂર્ણ વિનાશ અટકાવવાના પ્રયાસો થશે. તેઓ જણાવે છે કે જ્યાં સુધી શનિ રેવતી નક્ષત્રમાં છે અને ખાસ કરીને ઓક્ટોબર 2026 સુધી વક્રી સ્થિતિમાં રહેશે ત્યાં સુધી વૈશ્વિક તણાવ યથાવત રહી શકે છે. આ સમયગાળા દરમિયાન અસ્થાયી યુદ્ધવિરામ અથવા ટેમ્પરરી સીઝફાયર જોવા મળી શકે છે, પરંતુ લાંબા ગાળાનો અને સંપૂર્ણ શાંતિ કરાર થવાની સંભાવના ઓછી જણાય છે.

રાહુના ગોચરથી વૈશ્વિક રાજકારણમાં ઉથલપાથલ

પ્રિયદર્શિની વાંકાણી વધુમાં જણાવે છે કે જ્યારે રાહુ મકર રાશિમાં પ્રવેશ કરશે ત્યારે કુંડળીના ચાર અને દસ એક્સિસ પર વિશેષ અસર જોવા મળશે. ખાસ કરીને દસમા ભાવમાં રાહુનો પ્રવેશ સરકારો, સત્તા અને વૈશ્વિક રાજકીય વ્યવસ્થામાં અચાનક ફેરફારો અને ઉથલપાથલ સર્જી શકે છે. રાહુનું મુખ્ય કાર્ય ભ્રમ અને ગેરસમજ ઊભી કરવાનું માનવામાં આવે છે. તેથી એવી અનેક પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે જે બહારથી એક રીતે દેખાય પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ હોય. તેમના મતે 2027ના મધ્યભાગ સુધી વિશ્વસ્તરે સંપૂર્ણ યુદ્ધવિરામની શક્યતા ખૂબ ઓછી છે, જોકે સમયાંતરે તણાવ ઘટાડવા માટે અસ્થાયી સમજૂતીઓ થઈ શકે છે.

ભારત પર તેની અસર શું થશે?

ભારત અંગે વાત કરતાં તેઓ જણાવે છે કે હાલમાં ગુરુ કર્ક રાશિમાં હોવાથી ભારતને કૃષિ અને ખેતી ક્ષેત્રે વિશેષ લાભ મળી શકે છે. ભારત પહેલેથી જ કૃષિપ્રધાન દેશ હોવાથી ખાદ્ય સુરક્ષાના મામલે અન્ય ઘણા દેશોની સરખામણીએ વધુ મજબૂત સ્થિતિમાં રહી શકે છે. જોકે વૈશ્વિક યુદ્ધ અથવા તણાવના કારણે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઈ શકે છે, જેનાથી ટ્રાવેલ, ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક્સ ક્ષેત્ર પર સીધી અસર પડશે. આ ઉપરાંત 2027 દરમિયાન ચાંદીના ભાવમાં પણ નોંધપાત્ર તેજી જોવા મળી શકે છે. જ્યોતિષીય દૃષ્ટિએ જોવામાં આવે તો ભારતમાં મોંઘવારી સંપૂર્ણપણે ઘટે તેવી શક્યતા હાલ દેખાતી નથી. તેના બદલે સીધી અથવા આડકતરી રીતે મોંઘવારીમાં થોડો વધારો થઈ શકે છે. જોકે આત્મનિર્ભર ભારતની દિશામાં થઈ રહેલા પ્રયત્નોને કારણે તેની અસર અન્ય દેશોની સરખામણીએ મર્યાદિત રહી શકે છે.

dipin-agharval

સૂર્ય-મંગળને લીધે થશે મોટા ફેરફાર

જ્યોતિષાચાર્ય દિપેનભાઈ રાવલના જણાવ્યા પ્રમાણે વર્ષ 2026 ગ્રહ-નક્ષત્રોની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. તેઓ જણાવે છે કે સૂર્ય અને મંગળની વિશેષ ઊર્જાના પ્રભાવથી વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. જૂન દરમિયાન શનિદેવનો વિશેષ પ્રભાવ રહેશે, જેના કારણે શેરબજારમાં નવા અવસરો અને રોકાણકારો માટે લાભદાયી પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે. તેઓ વધુમાં જણાવે છે કે જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન રાહુ અને મહાનક્ષત્રોના વિશેષ સંયોગથી ભારતીય સેનાને અનુકૂળ સમય મળી શકે છે. ભારતની સરહદો પર ચાલી રહેલા કેટલાક લાંબા સમયથી ચાલતા વિવાદોના ઉકેલ તરફ મહત્વપૂર્ણ પ્રગતિ થઈ શકે છે અને દેશને થનારા સંભવિત નુકસાનને સમયસર અટકાવવાની શક્યતાઓ પણ દેખાઈ રહી છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન ચંદ્રના બળ અને અન્ય શુભ ગ્રહયોગોના કારણે સામાજિક ક્ષેત્રમાં સકારાત્મક પરિવર્તનો જોવા મળી શકે છે. સાથે જ અર્થતંત્ર અને કૃષિ ક્ષેત્રને પણ લાભ મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.જ્યારે ઓક્ટોબર અને નવેમ્બર દરમિયાન રોહિણી નક્ષત્રના પ્રભાવ હેઠળ ગુરુનું વિશેષ બળ જોવા મળશે. આ સમયગાળા દરમિયાન શિક્ષણ ક્ષેત્રે નવી તકો, સંશોધન અને ટેક્નોલોજી સંબંધિત વિકાસને વેગ મળી શકે છે. નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી દરમિયાન વિદ્યાર્થીઓ તેમજ યુવા વર્ગ માટે નવી સિદ્ધિઓ અને કારકિર્દીની તકો સર્જાવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો : ચોમાસામાં સાઉથ જેવી મજા આપશે અમદાવાદ નજીકની આ જગ્યા, એન્જોય કરજો પણ આવું કામ તો ન જ કરતા!

જ્યોતિષીય ગણતરીઓ અને ગ્રહોની સ્થિતિઓ ભવિષ્યની સંભાવનાઓ અંગે સંકેત આપે છે, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ અનેક રાજકીય, આર્થિક અને સામાજિક પરિબળો પર આધારિત રહે છે. તેમ છતાં વિવિધ જ્યોતિષીઓના મતે 2026થી 2027નો સમયગાળો વિશ્વ માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે, જ્યાં એક તરફ યુદ્ધ અને વૈશ્વિક તણાવના સંકેતો છે તો બીજી તરફ રાજદ્વારી પ્રયાસો, કૃષિ વિકાસ અને નવા આર્થિક અવસર પણ જોવા મળી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Iran America Conflict World War Astrology Prediction

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ