ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં ઘર ખરીદનારાઓને ઝટકો, 1 જુલાઈથી મકાનના ભાવમાં 10% સુધીનો વધારો
Last Updated: 11:43 PM, 15 June 2026
ADVERTISEMENT
અમદાવાદમાં પોતાના ઘરનું સપનું જોતા લોકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. શહેરમાં 1 જુલાઈ 2026થી રહેણાંક મકાનોના ભાવમાં 10 ટકા સુધીનો વધારો થવાની શક્યતા છે. આ નિર્ણય ક્રેડાઈ (CREDAI)ના સભ્ય બિલ્ડરોની તાજેતરની બેઠકમાં લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ, બેઠકમાં આશરે 400 બિલ્ડર સભ્યો હાજર રહ્યા હતા. બિલ્ડરોનું કહેવું છે કે વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ તેમજ બાંધકામ માટે જરૂરી રો મટીરિયલના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી 20 ટકાથી લઈને 60 ટકા સુધીનો વધારો નોંધાયો છે. તેના કારણે પ્રોજેક્ટની કુલ કિંમતમાં નોંધપાત્ર વધારો થયો છે.
ADVERTISEMENT
નિર્ણય મુજબ, હાલમાં નવા શરૂ થયેલા રહેણાંક પ્રોજેક્ટોમાં મકાનના ભાવમાં આશરે 10 ટકા સુધીનો વધારો કરવામાં આવશે. જ્યારે પૂર્ણતાના આરે પહોંચેલા ચાલુ પ્રોજેક્ટોમાં 5 ટકા સુધીનો ભાવ વધારો કરવામાં આવશે.
ADVERTISEMENT
બિલ્ડર એસોસિયેશન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે 30 જૂન સુધી હાલના ભાવ જ યથાવત રહેશે અને તે પહેલાં કોઈ પ્રકારનો ભાવ વધારો અમલમાં મૂકવામાં આવશે નહીં. તેથી ઘર ખરીદવાનું વિચારી રહેલા ગ્રાહકો માટે જૂન મહિનો મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
આ પણ વાંચોઃ ખાલી કચેરીઓમાં વીજળીનો બેફામ વપરાશ, પ્રજાના પૈસે સરકારી મોજ!
ADVERTISEMENT
બીજી તરફ, બિલ્ડરોએ રાજ્ય સરકાર સમક્ષ સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો કરવાની માંગ પણ રજૂ કરી છે. જોકે સરકાર તરફથી આ મુદ્દે તાત્કાલિક કોઈ નિર્ણય થવાની શક્યતા દેખાતી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.