બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મહિલાઓને રાજ્યભરમાં નાઈટ શિફ્ટની મંજૂરીની તૈયારી, 12 કલાકની શિફ્ટ અને નાના વ્યવસાયોને મોટી રાહતનો પ્રસ્તાવ

ગુજરાત / મહિલાઓને રાજ્યભરમાં નાઈટ શિફ્ટની મંજૂરીની તૈયારી, 12 કલાકની શિફ્ટ અને નાના વ્યવસાયોને મોટી રાહતનો પ્રસ્તાવ

Published By: Nidhi Panchal

Last Updated: 03:00 PM, 17 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત સરકાર દુકાનો અને સ્થાપનાઓ અધિનિયમ-2019માં મહત્વના સુધારા કરવાની તૈયારી કરી રહી છે. પ્રસ્તાવિત ફેરફારો હેઠળ મહિલાઓને રાજ્યભરમાં નાઈટ શિફ્ટ, 12 કલાકની શિફ્ટ અને નાના વ્યવસાયોને લાઈસન્સ નિયમોમાં રાહત મળવાની શક્યતા છે.

ગુજરાત સરકાર દુકાનો અને સ્થાપનાઓ (રોજગારનું નિયમન અને સેવાની શરતો) અધિનિયમ, 2019માં સુધારા કરવાની તૈયારી કરી રહી છે. પ્રસ્તાવિત ફેરફારો હેઠળ મહિલાઓને સમગ્ર ગુજરાતમાં નાઇટ શિફ્ટમાં કામ કરવાની મંજૂરી આપવામાં આવશે. હાલ મહિલાઓને નાઇટ શિફ્ટમાં કામ કરવાની મંજૂરી માત્ર મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં છે. નવી જોગવાઈમાં સલામતી અને અન્ય શરતોના પાલન સાથે આ મર્યાદા દૂર કરવામાં આવશે.

night-shift

સરકાર દુકાનો અને સ્થાપનાઓ માટે ફરજિયાત લાઇસન્સની મર્યાદા પણ વધારવા જઈ રહી છે. હાલ ૧૦ કર્મચારી સુધીની સંસ્થાઓને લાઇસન્સમાંથી મુક્તિ છે, જે વધારીને ૨૦ કર્મચારી કરવાની દરખાસ્ત છે. આથી નાના વ્યવસાયોને નિયમનકારી પ્રક્રિયામાં રાહત મળશે. આ ઉપરાંત દુકાન-સ્થાપના કાયદા હેઠળ ૧૨ કલાકની શિફ્ટ દાખલ કરવાની પણ વિચારણા ચાલી રહી છે, જોકે કર્મચારીઓ માટે અઠવાડિયાની મહત્તમ ૪૮ કલાક કામ કરવાની મર્યાદા યથાવત્ રહેશે.

ડિરેગ્યુલેશન પહેલની માર્ગદર્શિકાને અનુરૂપ હોવાનું અધિકારીઓએ જણાવ્યું

પ્રસ્તાવિત સુધારા કેન્દ્ર સરકારની કમ્પ્લાયન્સ રિડક્શન અને ડિરેગ્યુલેશન પહેલની માર્ગદર્શિકાને અનુરૂપ હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. વિવિધ કાયદામાં અલગ-અલગ સુધારા કરવાને બદલે સરકાર આ ફેરફારોને એક જ ઓમ્નિબસ બિલમાં સામેલ કરવાની તૈયારીમાં છે, જેથી વ્યવસાયો માટે નિયમો અને પ્રક્રિયા વધુ સરળ બની શકે.

આ પણ વાંચો : NEET બાદ મેડિકલ પ્રવેશમાં મોટો ફેરફાર, ક્વોલિફાય વિદ્યાર્થીઓ ઘટ્યા છતાં ટોચની કોલેજોમાં કટઓફ ઊંચો રહેવાની શક્યતા

આ તમામ સુધારા વ્યવસાય કરવાની સરળતા વધારવાના હેતુથી આગામી વિધાનસભા સત્રમાં રજૂ થનારા ઓમ્નિબસ બિલનો ભાગ બની શકે છે. સરકારનો હેતુ વ્યવસાયો પરનો નિયમનકારી બોજ ઘટાડવાનો છે, જ્યારે કર્મચારીઓની સલામતી સંબંધિત જોગવાઈઓ જાળવી રાખવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Night Shift Gujarat Labour Law Women Employees

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ