બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સાણંદમાં ફરી દીપડો દેખાયો? ફુટ માર્કની તસવીરોએ જગાવી ચર્ચા

ફફડાટ / સાણંદમાં ફરી દીપડો દેખાયો? ફુટ માર્કની તસવીરોએ જગાવી ચર્ચા

Published By: Vishal Khamar
Reported By: Parth Jani

Last Updated: 03:17 PM, 17 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના ઘુમામાં થોડા સમયે પહેલા દીપડો દેખાયા બાદ વન વિભાગ દ્વારા તેને પકડવાની તજવીજ હાથ ધરી હતી. આજે સાણંદમાં ફરી દીપડો દેખાયો હોવાનો વીડિયો વાયરલ થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો.

અમદાવાદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી એકવાર દીપડાની હાજરીની ચર્ચાએ જોર પકડ્યું છે. ઘુમા અને ઝુંડાલ-ચાંદખેડા બાદ હવે સાણંદ તાલુકાના મોટી દેવકી ગામમાં દીપડો દેખાયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ગામમાં દીપડા સાથે તેનું બચ્ચું પણ જોવા મળ્યું હોવાનો દાવો છે. એટલું જ નહીં, દીપડાએ એક કૂતરાનું મારણ કર્યું હોવાની ચર્ચા પણ સામે આવી છે.

મોટી દેવકી ગામમાં દીપડો હોવાની આશંકા અંગેની માહિતી મળતા વન વિભાગની ટીમ હરકતમાં આવી છે. સાવચેતીના ભાગરૂપે ગામમાં પાંજરા ગોઠવવામાં આવ્યા છે અને સમગ્ર વિસ્તારમાં નજર રાખવામાં આવી રહી છે. જોકે, મોટી દેવકી ગામમાં ખરેખર દીપડો હોવાની કોઈ સત્તાવાર પુષ્ટિ હજુ સુધી વન વિભાગ દ્વારા કરવામાં આવી નથી.

ઘુમા બાદ ફરી દીપડાની ચર્ચા

આ અગાઉ 20 જુલાઈના રોજ અમદાવાદના ઘુમા વિસ્તારમાં આવેલા શરણદીપ સોસાયટીમાં મોડી રાત્રે દીપડો દેખાયો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા, જેના પગલે વન વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને આસપાસના વિસ્તારોમાં પાંજરા મૂક્યા હતા.

ત્યારબાદ ઝુંડાલ-ચાંદખેડા વિસ્તારમાં પણ દીપડો દેખાયો હોવાની ચર્ચા થઈ હતી. ઝુંડાલથી ચાંદખેડા તરફ જતા માર્ગ પર માધવ હોમ્સ નજીક રાત્રિના સમયે દીપડો જોવા મળ્યો હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો હતો. જોકે, આ ઘટનાની પણ વન વિભાગે સત્તાવાર પુષ્ટિ કરી નહોતી.

અગાઉ CCTVમાં દીપડાની જગ્યાએ બિલાડી નીકળી હતી

દીપડાની હાજરીને લઈને અગાઉ એક CCTV વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોને દીપડાનો હોવાનું કહીને શેર કરવામાં આવ્યા બાદ વન વિભાગે તપાસ હાથ ધરી હતી. તપાસમાં વીડિયોમાં દેખાતું પ્રાણી દીપડો નહીં પરંતુ બિલાડી હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ વન વિભાગે લોકોને અફવાઓથી દૂર રહેવા અને કોઈપણ વીડિયો કે માહિતીની ખરાઈ કર્યા વિના પ્રસારિત ન કરવા અપીલ કરી હતી.

આ પણ વાંચોઃ મહિલાઓને રાજ્યભરમાં નાઈટ શિફ્ટની મંજૂરીની તૈયારી, 12 કલાકની શિફ્ટ અને નાના વ્યવસાયોને મોટી રાહતનો પ્રસ્તાવ

વન વિભાગની તપાસ બાદ જ થશે સ્થિતિ સ્પષ્ટ

મોટી દેવકી ગામમાં પાંજરા મૂકવામાં આવ્યા હોવાથી સ્થાનિકોમાં દીપડાની હાજરી અંગે ચિંતા વધી છે. જોકે, હાલમાં માત્ર સ્થાનિકોના દાવાઓના આધારે દીપડો હોવાની પુષ્ટિ કરી શકાય તેમ નથી. વન વિભાગની ટીમ સ્થળ પર નજર રાખી રહી છે અને તપાસ બાદ જ મોટી દેવકીમાં દીપડાની ખરેખર હાજરી છે કે કેમ તે સ્પષ્ટ થશે. વન વિભાગે લોકોને સાવચેતી રાખવા તેમજ અફવાઓ પર વિશ્વાસ ન કરવા અપીલ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sanand News Moti Devki Ahmedabad News

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ