બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / 40 સાક્ષીઓ ફરી ગયા, લાશ પણ ન મળી, છતાં પૂર્વ પોલીસકર્મી હત્યા કેસમાં દોષિત

વડોદરા / 40 સાક્ષીઓ ફરી ગયા, લાશ પણ ન મળી, છતાં પૂર્વ પોલીસકર્મી હત્યા કેસમાં દોષિત

Published By: Vishal Khamar

Last Updated: 04:04 PM, 17 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા અદાલતે સ્વીટી પટેલ હત્યા કેસમાં પૂર્વ પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ. દેસાઈને આજીવન કેદની સજા ફટકારી. મૃતદેહ ન મળ્યો છતાં DNA, CDR અને ફોરેન્સિક પુરાવાથી કેસ સાબિત થયો.

મૃતક મહિલાની લાશ મળી નહીં, ૧૨૮માંથી ૪૦ સાક્ષીઓ તેમના નિવેદનમાંથી ફરી ગયા, જેમાં મૃતકના ભાઈનો પણ સમાવેશ હતો. આમ છતાં વડોદરાની અદાલતે પૂર્વ પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ. દેસાઈને પાર્ટનર ‌સ્વીટી પટેલની હત્યા બદલ આજીવન કેદની સજા ફટકારી છે.

‌સ્વીટી જૂન-૨૦૨૧માં ગુમ થઈ હતી. તપાસમાં દેસાઈ પર હત્યાનો આરોપ આવ્યો હતો. એક બંધ પડેલી હોટલના કમ્પાઉન્ડમાંથી સળગેલા માનવ અવશેષો મળ્યા હતા. ડીએનએ તપાસ, મોબાઇલ ફોન-સીડીઆર ડેટા અને અન્ય ફોરેન્સિક પુરાવાઓએ કેસની કડીઓ જોડી હતી.

દેસાઈ અને ‌સ્વિટી વચ્ચેનો સંબંધ પણ કેસમાં મહત્ત્વની કડી બન્યો હતો. તપાસમાં બહાર આવ્યું હતું કે બંનેએ પરિવારથી છુપાવીને ૨૦૧૭માં મંદિરમાં લગ્ન કર્યાં હતાં, જોકે દેસાઈ અગાઉથી પરિણીત હતો અને અમદાવાદમાં તેની પત્ની તથા પુત્રી સાથે રહેતો હતો. સ્વીટી બાદમાં વડોદરા આવીને દેસાઈ સાથે રહેતી હતી અને બંનેને એક પુત્ર પણ હતો. અદાલતે સ્વીટીના ગુમ થવા પહેલાંની ઘટનાઓ અને બંને વચ્ચેના સંબંધોને પણ પુરાવાની કડીનો ભાગ ગણ્યો.

અદાલતે નોંધ્યું કે મૃતદેહ ન મળ્યો હોવા છતાં હત્યાનો કેસ માત્ર સીધા પુરાવાથી જ નહીં, પરંતુ વિશ્વસનીય પરોક્ષ પુરાવાની સંપૂર્ણ કડીથી પણ સાબિત થઈ શકે છે. તપાસમાં દેસાઈ અને સ્વીટી વચ્ચેના સંબંધો, સ્વીટીના ગુમ થવા પહેલાંની ઘટનાઓ અને આરોપીની હિલચાલ મહત્ત્વની સાબિત થઈ હતી.

આ પણ વાંચોઃ સાણંદમાં ફરી દીપડો દેખાયો? ફુટ માર્કની તસવીરોએ જગાવી ચર્ચા

દેસાઈના સહયોગી કીર્તિસિંહ જાડેજાને પુરાવાનો નાશ કરવામાં મદદ કરવા બદલ પાંચ વર્ષની સખત કેદ અને દંડની સજા થઈ છે. અદાલતે સ્વીટીના મૂળ દસ્તાવેજો તેના પુત્રને પરત આપવાનો અને જપ્ત કરાયેલા અન્ય પુરાવાઓ અંગે કાયદેસર કાર્યવાહી કરવાનો પણ આદેશ આપ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Swety Patel murder case Swety Patel A.A. Desai

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ