બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / NEET બાદ મેડિકલ પ્રવેશમાં મોટો ફેરફાર, ક્વોલિફાય વિદ્યાર્થીઓ ઘટ્યા છતાં ટોચની કોલેજોમાં કટઓફ ઊંચો રહેવાની શક્યતા

ગુજરાત / NEET બાદ મેડિકલ પ્રવેશમાં મોટો ફેરફાર, ક્વોલિફાય વિદ્યાર્થીઓ ઘટ્યા છતાં ટોચની કોલેજોમાં કટઓફ ઊંચો રહેવાની શક્યતા

Published By: Nidhi Panchal

Last Updated: 02:35 PM, 17 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં આ વર્ષે મેડિકલ અને ડેન્ટલ અભ્યાસક્રમોની પ્રવેશ પ્રક્રિયામાં મહત્વનો ફેરફાર જોવા મળી રહ્યો છે. NEET ક્વોલિફાય કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી હોવા છતાં ટોચના સ્કોરને કારણે કટઓફ ઊંચો રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતમાં મેડિકલ અને ડેન્ટલ અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયામાં આ વર્ષે મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. નીટ (NEET) ક્વોલિફાય કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે, પરંતુ ટોચના વિદ્યાર્થીઓના ઊંચા સ્કોરના કારણે કટઓફ ઊંચો રહેવાની શક્યતા છે.આ વર્ષે ગુજરાતમાં નીટ ક્વોલિફાય કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટીને લગભગ ૩૮ હજાર થઈ છે, જે ગયા વર્ષે ૫૧ હજાર હતી. તેના કારણે રાજ્યનું મેરિટ લિસ્ટ પણ નાનું થયું છે. આ વર્ષે નોંધાયેલા ૧૬,૪૩૦ ઉમેદવારોમાંથી ૧૫,૬૫૧ વિદ્યાર્થીઓનો મેરિટ લિસ્ટમાં સમાવેશ થયો છે, જ્યારે ૬૦૯ ઉમેદવારો અયોગ્ય ઠર્યા છે.

neet-pg-exam

ટોપ રેન્ક માટે સ્પર્ધા વધુ કઠિન

વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી હોવા છતાં ઉચ્ચ સ્કોર મેળવનારા ઉમેદવારોના કારણે ટોચની મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટેની સ્પર્ધા યથાવત્ રહેશે. અધિકારીઓના જણાવ્યા મુજબ આ વર્ષે ક્વોલિફાય થયેલા ઉમેદવારોના સ્કોર ઊંચા હોવાથી મેરિટના ટોચના સ્તરે સ્પર્ધા વધુ તીવ્ર બની શકે છે. ગત વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નીટમાં સફળ થયા હતા, જ્યારે આ વર્ષે સંખ્યા ઘટી છે, જોકે સરકારી અને પ્રતિષ્ઠિત મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે જરૂરી મેરિટમાં ખાસ ઘટાડો થવાની શક્યતા ઓછી છે.

ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો

રાજ્ય મેરિટ લિસ્ટમાં કુલ 15,651 ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં જનરલ કેટેગરીના 3,804, SEBCના 4,768, SCના 1,800, STના 2,282 અને EWSના 2,997 ઉમેદવારોનો સમાવેશ થાય છે. જ્યારે 609 ઉમેદવારો અયોગ્ય ઠર્યા છે. આ વર્ષે પ્રવેશ પ્રક્રિયા માટે કુલ 16,430 ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

શહેરી કોલેજોમાં કટઓફ ઊંચો રહેવાની શક્યતા

પ્રવેશ સમિતિનાં સૂત્રો અનુસાર અમદાવાદ જેવાં મોટાં શહેરોની સરકારી અને સ્વનિર્ભર મેડિકલ કોલેજોમાં કટઓફ સામાન્ય રીતે ઊંચો રહેવાની શક્યતા છે, જ્યારે શહેરની બહાર આવેલી કેટલીક કોલેજોમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે. આ વર્ષે ૭૨૦માંથી સંપૂર્ણ ૭૨૦ માર્ક્સ મેળવનાર ગુજરાતનો એક પણ વિદ્યાર્થી નથી, જ્યારે અગાઉ આવા સ્કોર ધરાવતા વિદ્યાર્થીઓ જોવા મળ્યા હતા.

આ પણ વાંચો : અસારવા સિવિલ હોસ્પિટલ બહાર શટલ રિક્ષાનો ત્રાસ યથાવત્, ટ્રાફિક સુધારવા ડિવાઇડર કટ બંધ છતાં કાર્યવાહી જરૂરી

19 ઓગસ્ટ સુધી સુધારા અરજીની તક

વિદ્યાર્થીઓ રાજ્યની સત્તાવાર વેબસાઇટ પર ૧૯ ઓગસ્ટ સુધી ઓનલાઈન સુધારા ફોર્મ ભરી શકશે. રાજ્ય ક્વોટાની પ્રવેશ સમયસૂચિ ઓલ ઇન્ડિયા ક્વોટાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Merit List Medical Admission NEET Gujarat

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ