ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / ખાલી કચેરીઓમાં વીજળીનો બેફામ વપરાશ, પ્રજાના પૈસે સરકારી મોજ!

પોરબંદર / ખાલી કચેરીઓમાં વીજળીનો બેફામ વપરાશ, પ્રજાના પૈસે સરકારી મોજ!

Published By: Vishal Khamar

Last Updated: 10:05 PM, 15 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોરબંદર મહાનગર પાલિકામાં મેયર અને ડેપ્યુટી મેયર ગેરહાજર હોવા છતાં AC , પંખા અને લાઈટ ચાલુ હોવાનું સામે આવ્યું છે.

ADVERTISEMENT

એક તરફ સામાન્ય નાગરિકો વધતા વીજબીલના બોજા હેઠળ પીસાઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ પોરબંદર મહાનગરપાલિકાની કચેરીઓમાં સરકારી વીજળીનો બેફામ વપરાશ સામે આવતા અનેક સવાલો ઊભા થયા છે. કચેરીઓ ખાલી હોવા છતાં લાઈટો, પંખાઓ અને એર કન્ડિશનરો ચાલુ રહેતા હોવાના દૃશ્યો ચર્ચાનો વિષય બન્યા છે.

મળતી માહિતી મુજબ મહાનગરપાલિકાની વિવિધ શાખાઓમાં અનેક વખત અધિકારીઓ અને કર્મચારીઓ ગેરહાજર હોવા છતાં તેમની કેબિનોમાં એસી ચાલુ જોવા મળે છે. ખાસ કરીને મેયર અને ડેપ્યુટી મેયરની કચેરીઓમાં તેઓ હાજર ન હોવા છતાં વીજ ઉપકરણો ચાલુ રહેતા હોવાનું સામે આવ્યું છે.

વિરોધાભાસ એ છે કે કચેરીમાં પોતાના કામ માટે આવતા અરજદારોને ઘણી વખત પંખાની સુવિધા પણ મળતી નથી, જ્યારે અધિકારીઓની કેબિનોમાં સતત ઠંડક જળવાઈ રહે છે. આ સ્થિતિને કારણે જનતા વચ્ચે અસંતોષ ફેલાયો છે અને પ્રજાના કરના પૈસાનો દુરુપયોગ થતો હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે.

ઊર્જા બચત અને પર્યાવરણ સંરક્ષણ અંગે સરકાર અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ દ્વારા સતત જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે. પરંતુ ખુદ મહાનગરપાલિકાના જ જવાબદાર અધિકારીઓ દ્વારા વીજળી બચાવવાના મૂળભૂત નિયમોનું પાલન ન થતું હોય તેવું ચિત્ર સામે આવતાં પ્રશ્નો ઊભા થયા છે.

મહાનગરપાલિકાનું સૂત્ર “લોકસેવાયૈ સમર્પિતા:” છે, પરંતુ કચેરીઓમાં જોવા મળતી આ બેદરકારીને કારણે આ સૂત્ર માત્ર દિવાલો પૂરતું જ સીમિત રહી ગયું હોવાનું નાગરિકોમાં ચર્ચાઈ રહ્યું છે.

આ પણ વાંચોઃ 'અમારે કોઈ પક્ષની જરૂર નથી', કિસાન રેલીમાં ખેડૂતો અને કોંગ્રેસ વચ્ચે બે ફાંટાઓ પડ્યા

સ્થાનિક નાગરિકોએ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની તેમજ સરકારી કચેરીઓમાં ઊર્જા બચતના નિયમોનું કડક પાલન સુનિશ્ચિત કરવાની માંગ કરી છે. હવે મહાનગરપાલિકા તંત્ર આ મુદ્દે શું પગલાં ભરે છે તે જોવું રહ્યું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Porbandar News Porbandar Municipal Corporation Porbandar

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ