ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'અમારે કોઈ પક્ષની જરૂર નથી', કિસાન રેલીમાં ખેડૂતો અને કોંગ્રેસ વચ્ચે બે ફાંટાઓ પડ્યા
Last Updated: 07:54 PM, 15 June 2026
ADVERTISEMENT
વીજ કંપનીઓની દાદાગીરી સામે વિરોધ નોંધાવવા તેમજ દેવા માફી, મફત વીજળી અને જમીન અધિગ્રહણ જેવા મુદ્દાઓને લઈને ખેડૂતો દ્વારા ઓગણજ ખાતે વિરોધ કાર્યક્રમ યોજાયો હતો. જોકે ખેડૂતોની માગણીઓને લઈને યોજાયેલી ટ્રેક્ટર રેલી દરમિયાન જ આંતરિક મતભેદો સામે આવતા સમગ્ર કાર્યક્રમમાં રાજકીય રંગ જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
કાર્યક્રમમાં કોંગ્રેસના અનેક નેતાઓ હાજર રહ્યા
ADVERTISEMENT
ખેડૂતોના પ્રશ્નોને લઈને આયોજિત કાર્યક્રમમાં કોંગ્રેસના અનેક નેતાઓ હાજર રહ્યા હતા, પરંતુ ખેડૂતોની ઉપસ્થિતિ અપેક્ષા કરતાં ઓછી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ દરમિયાન કેટલાક ખેડૂતો દ્વારા કોંગ્રેસ પર ખેડૂતોના ખભે રાજનીતિ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
કોંગ્રેસના નેતાઓ પર ખેડૂતો સાથે દ્રોહ કરવાનો આરોપ
કાર્યક્રમ દરમિયાન ખેડૂત આગેવાન ભરતસિંહ ઝાલાએ કોંગ્રેસના નેતાઓ પર ખેડૂતો સાથે દ્રોહ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે ગાંધીનગર સુધી રેલી લઈ જવાની મંજૂરી ન મળવાની બાબત કોંગ્રેસે ખેડૂતોને અગાઉથી જણાવી નહોતી અને તેમને અંધારામાં રાખવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
કોંગ્રેસ નેતા અને ખેડૂતો આગેવાન વચ્ચે બોલાચાલી થઈ
ADVERTISEMENT
આક્ષેપો વચ્ચે સ્ટેજ પર જ કોંગ્રેસ નેતા પાલ આંબલિયા અને ખેડૂત આગેવાન ભરતસિંહ ઝાલા વચ્ચે ઉગ્ર બોલાચાલી સર્જાઈ હતી. બંને વચ્ચે થયેલી જાહેર તકરારે કાર્યક્રમનું કેન્દ્રબિંદુ બનાવી દીધું હતું.
ADVERTISEMENT
પાલ આંબલિયાએ શું કહ્યું
જવાબમાં પાલ આંબલિયાએ કહ્યું હતું કે કોઈને ખોટી રીતે ઉશ્કેરીને માર ખવડાવવાનો ધંધો પોતાનો નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ કોંગ્રેસના ઘરે નહીં પરંતુ ખેડૂતના ઘરે જન્મ્યા છે અને તેમની પ્રથમ ફરજ ખેડૂત પ્રત્યે છે, ત્યારબાદ કોંગ્રેસ પ્રત્યે.
આ પણ વાંચોઃ ખેડૂતો ગાંધીનગર તરફ જઈ ન શકે એટલે પોલીસે કર્યું ચોંકાવનારુ કામ, જુઓ વીડિયો
રાજકીય આક્ષેપ-પ્રત્યાઆક્ષેપ વધુ ચર્ચામાં રહ્યા
વિરોધ કાર્યક્રમ દરમિયાન ઉભા થયેલા વિવાદને કારણે ખેડૂતોના પ્રશ્નો કરતાં રાજકીય આક્ષેપ-પ્રત્યાઆક્ષેપ વધુ ચર્ચામાં રહ્યા હતા. હવે આ ઘટનાના પગલે ખેડૂતો અને કોંગ્રેસ વચ્ચેના સંબંધો પર શું અસર થશે તે જોવાનું રહ્યું.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.