ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ખેડૂતો ગાંધીનગર તરફ જઈ ન શકે એટલે પોલીસે કર્યું ચોંકાવનારુ કામ, જુઓ વીડિયો
Last Updated: 05:22 PM, 15 June 2026
ADVERTISEMENT
ખેડૂતોની ગાંધીનગર તરફની કૂચને અટકાવવા માટે પોલીસ દ્વારા અમદાવાદના ઓગણજ રિંગ રોડ વિસ્તારમાં કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ દ્વારા માર્ગ પર વાહનો આડા ઊભા રાખીને રોડ બ્લોક કરવામાં આવ્યો હતો, જેથી ખેડૂતો ગાંધીનગર તરફ આગળ વધી ન શકે.
ADVERTISEMENT
ઓગણજ રીંગ રોડ ખાતે પોલીસ તૈનાત
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ ખેડૂતો ગાંધીનગર પહોંચવા માટે મક્કમ હોવાનું જણાઈ રહ્યું છે. બીજી તરફ સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસનો વધુ કાફલો પણ ઓગણજ રિંગ રોડ ખાતે તૈનાત કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
કોંગ્રેસ દ્વારા આયોજિત જાહેર સભા રદ્દ
આ સમગ્ર કાર્યક્રમ સાથે જોડાયેલી કોંગ્રેસ દ્વારા આયોજિત જાહેર સભા પણ અંતિમ ક્ષણે રદ કરવામાં આવી છે. સભા સ્થળે કોંગ્રેસના નેતાઓ પણ જોવા મળ્યા ન હતા. અગાઉ રેલીને માત્ર ઓગણજ સુધી જ મંજૂરી આપવામાં આવી હતી અને રેલી પૂર્ણ થયા બાદ ત્યાં જ જાહેર સભા યોજાવાની હતી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ 'CM ભૂપેન્દ્ર પટેલે ખેડૂત મિત્રો માટે ઉદાર મનથી કામ કર્યું'ખેડૂત આંદોલન પર બોલ્યાં હર્ષ સંઘવી
પોલીસની સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર
ADVERTISEMENT
પોલીસ અને ખેડૂતો વચ્ચેની આ સ્થિતિને કારણે વિસ્તારમાં ભારે ચહલપહલ જોવા મળી રહી છે. હાલ પોલીસ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.