ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / વિભાગનું કામ નહોતું છતાં ઉપર રહીને ડિમોલિશન કરાવ્યું, સુરત ડિમોલિશન કાંડમાં સૂત્રધારનું નામ આવ્યું

સુરત / વિભાગનું કામ નહોતું છતાં ઉપર રહીને ડિમોલિશન કરાવ્યું, સુરત ડિમોલિશન કાંડમાં સૂત્રધારનું નામ આવ્યું

Published By: Vishal Khamar

Last Updated: 04:22 PM, 13 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં નોટિસ આપ્યા વગર ગરીબોના આશિયાના તોડવા પાછળ SMC ના અધિકારીનો હાથ હોવાનું સામે આવ્યું છે. જેમાં પોતાનો ઝોન ન હોવા છતાં સુજલ પ્રજાપતિએ ડિમોલિશન કરાવ્યું હોવાનું સામે આવ્યું છે.

ADVERTISEMENT

સુરતના નાસિરનગર વિસ્તારમાં ગરીબ પરિવારોના રહેણાંક મકાનો તોડવાની ઘટનામાં નવા ખુલાસાઓ સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, આ સમગ્ર ડિમોલિશન કામગીરી પાછળ સુરત મહાનગરપાલિકા (SMC)ના અધિકારી સુજલ પ્રજાપતિની મહત્વપૂર્ણ ભૂમિકા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, જે ઝોનમાં ડિમોલિશન કરવામાં આવ્યું હતું તે વિસ્તાર સુજલ પ્રજાપતિની સીધી જવાબદારી હેઠળ આવતો નહોતો. તેમ છતાં તેમણે સંબંધિત અધિકારીઓને બાજુએ રાખીને સમગ્ર કાર્યવાહીનું સંકલન કર્યું હોવાનું કહેવાય છે. જવાબદાર અધિકારીઓને ઉચ્ચ અધિકારીઓના મેસેજનો હવાલો આપી સાઇડલાઇન કરવામાં આવ્યા હોવાના પણ આક્ષેપો સામે આવ્યા છે.

આક્ષેપો મુજબ, પોલીસની હાજરીમાં ગરીબોના મકાનો તોડવાના આદેશ પણ સુજલ પ્રજાપતિ દ્વારા આપવામાં આવ્યા હતા. નોંધનીય બાબત એ છે કે સુજલ પ્રજાપતિ રોડ ડેવલોપમેન્ટ વિભાગ સાથે સંકળાયેલા હોવા છતાં ડિમોલિશન કામગીરી માટે તેમની કોઈ સત્તાવાર જવાબદારી ન હતી.

માહિતી અનુસાર, કોન્ટ્રાક્ટર તેજુ રાજપૂત અને તેમની માલિકીની શ્રીરામ એજન્સી દ્વારા સ્થળ પર હાજર રહીને ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી માટે JCB મશીન મોહસીન ફ્રુટવાળા પાસેથી મગાવવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે.

સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે સમગ્ર કાર્યવાહી દરમિયાન રોડ ડેવલોપમેન્ટ વિભાગનો એકપણ અધિકારી સ્થળ પર હાજર નહોતો, છતાં કોન્ટ્રાક્ટર અને અન્ય વ્યક્તિઓની મદદથી મકાનો તોડી પાડવામાં આવ્યા હતા.

ઘટનાને હવે 15 દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં સુજલ પ્રજાપતિ જાહેરમાં સામે આવ્યા નથી. બીજી તરફ, ઘટનાના ચાર દિવસ બાદ રચાયેલી તપાસ સમિતિ દ્વારા હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી ન થતા તેની કાર્યક્ષમતા અને નિષ્પક્ષતા અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે.

આ પણ વાંચોઃ ₹310 કરોડના સાયબર ફ્રોડનો ગીર સોમનાથમાં પર્દાફાશ, ટોળકીના 5 આરોપીઓ ઝડપાયા

આ સમગ્ર મામલે હવે સ્થાનિક રહેવાસીઓ અને સામાજિક સંગઠનો દ્વારા જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. તપાસ સમિતિનો અંતિમ અહેવાલ આવ્યા બાદ જ ઘટનાની હકીકત અને જવાબદારી અંગે સ્પષ્ટતા થઈ શકશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat Samachar Surat Surat Demolition

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ