ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ₹310 કરોડના સાયબર ફ્રોડનો ગીર સોમનાથમાં પર્દાફાશ, ટોળકીના 5 આરોપીઓ ઝડપાયા

ગીર સોમનાથ / ₹310 કરોડના સાયબર ફ્રોડનો ગીર સોમનાથમાં પર્દાફાશ, ટોળકીના 5 આરોપીઓ ઝડપાયા

Published By: Vishal Khamar

Last Updated: 08:13 PM, 12 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાયબર ઠગાઈના વધતા જતા બનાવો વચ્ચે ગીર સોમનાથ સાયબર ક્રાઇમ પોલીસને મોટી સફળતા મળી છે. "ઓપરેશન મ્યુલ હન્ટ 2.0" અંતર્ગત પોલીસે એવા ગેંગનો પર્દાફાશ કર્યો છે.

ADVERTISEMENT

સાયબર ઠગાઈના વધતા જતા બનાવો વચ્ચે ગીર સોમનાથ સાયબર ક્રાઇમ પોલીસને મોટી સફળતા મળી છે. "ઓપરેશન મ્યુલ હન્ટ 2.0" અંતર્ગત પોલીસે એવા ગેંગનો પર્દાફાશ કર્યો છે, જે પોતાના બેંક ખાતા સાયબર ઠગોને ભાડે આપીને કરોડો રૂપિયાની છેતરપિંડીમાં મદદરૂપ બનતા હતા. તપાસમાં અંદાજે 310 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડના નાણાકીય વ્યવહારો સામે આવ્યા છે. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.

"ઓપરેશન મ્યુલ હન્ટ 2.0" અંતર્ગત વિશેષ તપાસ હાથ ધરી

જુનાગઢ રેન્જના ડીઆઈજીપી રાજેન્દ્રસિંહ ચુડાસમા અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસે "ઓપરેશન મ્યુલ હન્ટ 2.0" અંતર્ગત વિશેષ તપાસ હાથ ધરી હતી. સમન્વય પોર્ટલ અને એનસીસીઆરપી પોર્ટલ પર નોંધાયેલી વિવિધ સાયબર છેતરપિંડીની ફરિયાદોનું વિશ્લેષણ કરતા કેટલાક શંકાસ્પદ બેંક ખાતાઓ સામે આવ્યા હતા.

બેંક ખાતાઓ સાયબર ઠગોને ઉપયોગ માટે આપતા

પોલીસ તપાસમાં ખુલાસો થયો કે કેટલાક લોકો પોતાના બેંક ખાતાઓ સાયબર ઠગોને ઉપયોગ માટે આપતા હતા. આ ખાતાઓ મારફતે દેશના વિવિધ રાજ્યોમાં થયેલી ઓનલાઇન છેતરપિંડીની રકમ ટ્રાન્સફર કરવામાં આવતી હતી. ખાતાધારકો તેના બદલામાં કમિશન મેળવતા હોવાનું પણ સામે આવ્યું છે.

282 કરોડ રૂપિયાના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન મળી આવ્યા

તપાસ દરમિયાન બેંક ઓફ ઇન્ડિયાના એક ખાતામાં 193 ફરિયાદો સાથે સંકળાયેલા અંદાજિત 282 કરોડ રૂપિયાના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન મળી આવ્યા હતા. જ્યારે કેનરા બેંકના એક ખાતામાં 97 ફરિયાદો સાથે જોડાયેલા અંદાજિત 37 કરોડ રૂપિયાના નાણાકીય વ્યવહારો સામે આવ્યા હતા. આમ કુલ 290 ફરિયાદો સાથે જોડાયેલા આશરે 310 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડના નાણાંનો ટ્રેઈલ પોલીસ સુધી પહોંચ્યો હતો.

પાંચ આરોપીઓની ધરપકડ

સાયબર ક્રાઇમ પોલીસે આ કેસમાં આકાશ પાલા, હિરેન રાજગોર, આશુતોષ ઠાકર, અજય દાફડા અને દીપકગીરી અપરનાથી સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી મહત્વના ડિજિટલ પુરાવા, બેંકિંગ વિગતો અને અન્ય માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. પોલીસ હવે આ ગેંગના અન્ય સભ્યો અને તેમની સાથે સંકળાયેલા આંતરરાજ્ય નેટવર્ક સુધી પહોંચવાના પ્રયાસો કરી રહી છે.

આ પણ વાંચોઃ સુરતની જેમ હવે વડોદરામાં ભૂતિયા ડિમોલિશનકાંડ! લાભાર્થીઓ પહોંચ્યા TDO પાસે

સાયબર ગુનેગારો હવે માત્ર ઠગાઈ જ નથી કરતા, પરંતુ સામાન્ય લોકોના બેંક ખાતાઓનો પણ દુરુપયોગ કરી રહ્યા છે. પોલીસનું કહેવું છે કે કોઈપણ વ્યક્તિએ લાલચમાં આવી પોતાનું બેંક એકાઉન્ટ, એટીએમ કાર્ડ કે બેંકિંગ વિગતો અન્ય વ્યક્તિને આપવી નહીં. કારણ કે આવા ગુનાઓમાં સહભાગી બનનાર વ્યક્તિ પણ કાયદાકીય કાર્યવાહીના દાયરામાં આવી શકે છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Cyber ​​Fraud Gir Somnath Gir Somnath Cyber ​​Crime Police

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ