બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગાંધીનગરના સમાચાર / 40 કરોડ સુધીના 80 ટકા બાંધકામ પર સહાય, CM ભૂપેન્દ્ર પટેલે નવી ઉદ્યોગ નીતિ જાહેર કરી, શું શું લાભો?
Last Updated: 04:11 PM, 15 June 2026
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ જાહેર કરી દીધી છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી નવી ઔદ્યોગિક નીતિ 1 જૂન 2026થી અમલમાં આવશે અને આગામી પાંચ વર્ષ સુધી અમલમાં રહેશે. રાજ્યને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક, નવીનતા આધારિત અને ટકાઉ ઔદ્યોગિક શક્તિ તરીકે વિકસાવવાના ઉદ્દેશ સાથે આ નીતિ તૈયાર કરવામાં આવી છે.
ADVERTISEMENT
નવી નીતિ હેઠળ સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે વિવિધ સહાય યોજનાઓ જાહેર કરવામાં આવી છે. સામાન્ય સ્ટાર્ટઅપ્સને એક વર્ષ સુધી દર મહિને રૂ. 25 હજારનું અલાઉન્સ આપવામાં આવશે, જ્યારે મહિલા ઉદ્યોગસાહસિકો દ્વારા સંચાલિત સ્ટાર્ટઅપ્સને દર મહિને રૂ. 30 હજાર સુધીની સહાય મળશે. હાઈ ઈમ્પેક્ટ સ્ટાર્ટઅપ્સ માટે રૂ. 30 લાખથી 40 લાખ સુધીની આર્થિક સહાયની જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત હાઈટેક, ફિનટેક અને ગ્રીન સ્ટાર્ટઅપ્સને વધારાના રૂ. 10 લાખ સુધીનું પ્રોત્સાહન આપવામાં આવશે. ટર્મ લોન પર એક ટકાની વ્યાજ સબસિડી આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
મહિલા કર્મચારીઓ અને શ્રમિકો માટે રહેણાંક સુવિધા વિકસાવવા રાજ્ય સરકારે વર્કિંગ વુમન હોસ્ટેલ અને લેબર હોસ્ટેલ માટે વિશેષ સહાયની જાહેરાત કરી છે. આવા પ્રોજેક્ટ્સમાં રૂ. 40 કરોડ સુધીના બાંધકામ ખર્ચના 80 ટકા સુધી સહાય ઉપલબ્ધ થશે. ઉદ્યોગો દ્વારા સ્થાપિત લેબર હોસ્ટેલ માટે રૂ. 40 કરોડ સુધીના ખર્ચ અથવા કુલ ખર્ચના 40 ટકા સુધી સહાય આપવામાં આવશે. ખાનગી ઔદ્યોગિક પાર્કમાં મહિલા હોસ્ટેલ અથવા લેબર હોસ્ટેલ માટે પણ રૂ. 40 કરોડ સુધીના ખર્ચના 40 ટકા સુધીની સહાય આપવામાં આવશે.
ADVERTISEMENT
રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર નવી નીતિનો મુખ્ય હેતુ ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત-2047’ના લક્ષ્યને સાકાર કરવાનો છે. વેલ્યુ એડિશન, એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ અને ગ્લોબલ વેલ્યુ ચેઇન સાથે રાજ્યનું જોડાણ વધુ મજબૂત બનાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
આ પણ વાંચો- પોળના વારસાને જાળવવા હવે ચકાસણી વગર બાંધકામ-સમારકામને મંજૂરી નહીં
ADVERTISEMENT
આ નીતિ હેઠળ હાઈ-ટેક અને એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રોને પ્રોત્સાહન આપવામાં આવશે, જેના પરિણામે રોજગાર સર્જન, ઉત્પાદનક્ષમતા અને આર્થિક વિકાસને નવી ગતિ મળવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. નિકાસમાં વૈવિધ્યકરણ અને આયાત પરની નિર્ભરતા ઘટાડવા માટે પણ વિશેષ પગલાં લેવામાં આવશે.
રાજ્યમાં નવા ઔદ્યોગિક પાર્ક અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવામાં આવશે. સાથે જ જીઆઈડીસી એસ્ટેટ્સના પુનર્જીવન અને લોજિસ્ટિક્સ નેટવર્કને વધુ મજબૂત બનાવવાની યોજના પણ અમલમાં મૂકવામાં આવશે.
ADVERTISEMENT
ઉદ્યોગોને માર્ગદર્શન અને સહાય પૂરી પાડવા માટે ઉદ્યોગ સહાય કેન્દ્રોની સ્થાપના કરવામાં આવશે, જેના દ્વારા રોકાણકારો, ઉદ્યોગો અને સરકાર વચ્ચે વધુ સરળ સંકલન સુનિશ્ચિત કરવામાં આવશે. સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપીને નવીનતા આધારિત વિકાસને વેગ આપવામાં આવશે તેમજ ઉદ્યોગો અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે સહયોગ વધારવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.
ભવિષ્યલક્ષી કુશળ માનવબળ તૈયાર કરવા માટે રાજ્યમાં મજબૂત સ્કિલિંગ ઇકોસિસ્ટમ વિકસાવવામાં આવશે. નવી નીતિના પરિણામે સ્ટાર્ટઅપ અને એમએસએમઈ ક્ષેત્રને નવી તકો પ્રાપ્ત થશે તેમજ સેવા ક્ષેત્રના વિકાસ દ્વારા રાજ્યના જીડીપી અને નિકાસમાં વધારો કરવાનો લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો છે. નવી ઔદ્યોગિક નીતિને ગુજરાતને વૈશ્વિક ઔદ્યોગિક હબ તરીકે વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.