બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / દારુ-સિગારેટ નહીં, હવે આ નવા નશાના શિકાર બન્યા યુવાનો, ડોક્ટરે કહ્યું કેટલો ખતરનાક?

નેશનલ / દારુ-સિગારેટ નહીં, હવે આ નવા નશાના શિકાર બન્યા યુવાનો, ડોક્ટરે કહ્યું કેટલો ખતરનાક?

Nirav Kumar

Last Updated: 05:22 PM, 15 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતના યુવાનોમાં હવે વ્યસન સિગારેટ અને ગુટખાથી આગળ વધીને ડ્રગ સુધી પહોંચી ગયું છે. હાલના વર્ષોમાં અર્બન, સેમી અર્બન અને રુરલ એરિયામાં પણ યુવાનો ડ્રગ લેતા થઇ ગયા છે.

ભારતના યુવાનોમાં પહેલાથી સિગારેટ અને દારૂનું વ્યસન એક મોટી સમસ્યા રહી છે પણ હવે એક નવા પ્રકારનું ડ્રગનું ચલણ વધી રહ્યું છે. તેને ન્યૂ સાયકોએક્ટિવ સબસ્ટન્સ (NPS) કહેવામાં આવે છે. શહેરી વિસ્તારોમાં અને મોટી પાર્ટીઓમાં તેનો ઉપયોગ વધી રહ્યો છે. જેમાં યુવાનોને લાગે છે કે તે દારૂ કે સિગારેટ કરતાં વધુ આનંદ આપે છે અને હેલ્થ માટે ઓછું હાનિકારક છે. પણ એક્સપર્ટ કહે છે કે તે મોટું સ્વાસ્થ્ય જોખમ ઊભું કરે છે, અને અમુક કિસ્સાઓમાં મોટ પણ લાવી શકે છે.

નેશનલ ડ્રગ એબ્યુઝ સર્વેના 2018 ના અહેવાલ મુજબ દેશની લગભગ 20% વસ્તી કોઈને કોઈ પ્રકારના ડ્રગનો ઉપયોગ કરે છે. જેમાં દારૂ સૌથી કોમન છે ત્યારબાદ ગાંજો અને અફીણ આવે છે. પણ તાજેતરના વર્ષોમાં આ પેટર્નમાં મોટો ફેરફાર થયો છે. નવા સાયકોએક્ટિવ સબસ્ટન્સનો ઉપયોગ કરતા લોકોની સંખ્યા પણ વધી રહી છે.

  • શું છે નવું સાયકોએક્ટિવ સબસ્ટન્સ ?

આ અંગે એક્સપર્ટનું કેહવું છે કે, છેલ્લા અમુક વર્ષોમાં નવા સાયકોએક્ટિવ સબસ્ટન્સના વ્યસની લોકોની સંખ્યામાં વધારો થયો છે. બહારના દર્દીઓમાં પણ આવા કિસ્સાઓ વધી રહ્યા છે. એવું જોવા મળી રહ્યું છે કે યુવાનો દારૂ અને સિગારેટ જેવા જૂના શોખ તરફ પાછા ફરી રહ્યા છે.

vtv hiring (2)

નવા સાયકોએક્ટિવ સબસ્ટન્સ એક પ્રકારનું કૃત્રિમ ડ્રગ છે. તે વિવિધ કેમિકલનો ઉપયોગ કરીને લેબોરેટરીમાં બનાવવામાં આવે છે. તેની નશીલી અસરો કોકેન કે ગાંજા જેવી હોઈ શકે છે. પરંતુ તે કેમિકલની ઘણી વધારે કોન્સન્ટ્રેશનનો ઉપયોગ કરે છે. તે કેપ્સ્યુલ્સ અને પાવડર જેવા હોય છે.

જેમાં યુવાનો ભ્રમમાં રહે છે કે આ ડ્રગ ખુબ આનંદ આપે છે પણ તે શરીર માટે હાનિકારક હોય છે. તે ખુબ અત્યંત ખતરનાક હોય છે અને મોટું નુકસાન પહોંચાડી શકે છે. તે હૃદયના ધબકારા અને હાઈ બ્લડ પ્રેશરમાં અચાનક વધારો કરી શકે છે. વધુ પડતી માત્રા જીવલેણ પણ સાબિત થઈ શકે છે. તેમ છતાં તેનો ઉપયોગ વધી રહ્યો છે. અનેક યુવાનોમાં આ વ્યસન પણ જોવા મળી રહ્યું છે.

  • ડ્રગનો ઉપયોગ અને વ્યસન વચ્ચે ભેદ

કોઈ વસ્તુનો પ્રસંગોપાત ઉપયોગ અને વ્યસન બે અલગ અલગ બાબતો છે. જેમાં મુખ્ય તફાવત સેલ્ફ કંટ્રોલ છે. જ્યાં સુધી તમારી પાસે કયા દિવસોનો ઉપયોગ કરવો અને કયા દિવસોનો ઉપયોગ ન કરવો તેના પર કંટ્રોલ હોય ત્યાં સુધી તે વ્યસન નથી. જો કે જો તમે કંટ્રોલ ગુમાવો છો અને કોઈપણ સંજોગોમાં ડ્રગ્સનો ઉપયોગ કરવાની ફરજ પડે છે તો તે વ્યસન ગણાય છે. મતલબ કે જો કોઈ વ્યક્તિ અઠવાડિયામાં એક કે બે વાર સ્વેચ્છાએ દારૂ, સિગારેટ, હશીશ કે ગાંજાનું સેવન કરે છે તો તેને નશો કરવો ગણાય પણ જો કોઈ વ્યક્તિ કંટ્રોલ ગુમાવે છે અને દરરોજ આ પદાર્થોનું સેવન કરવાનું શરૂ કરે છે, ત્યારે તે વ્યસન બની જાય છે.

વ્યસનની સૌથી મોટી નિશાની એ છે કે વ્યક્તિ જાણે છે કે તે તેના શરીરને નુકસાન પહોંચાડી રહ્યું છે અને તેને ખુબ પૈસા ખર્ચવા પડે છે છતાં તે પોતાને રોકી શકતો નથી. આવી વ્યક્તિ સમય અને સંજોગોને અવોઇડ કરે છે. તેમને કોઈપણ સંજોગોમાં ડ્રગ્સનો ઉપયોગ કરવાની ફરજ પાડવામાં આવે છે. આવી સ્થિતિમાં, ડૉક્ટરની સલાહ લેવી અને સારવાર લેવી ખૂબ જ જરૂરી હોય છે. તેનાથી તેમને વ્યસન દૂર કરવામાં મદદ મળી શકે છે.

  • વ્યસન છોડી ને પાછુ કેમ કરે છે શરુ?

ઘણા લોકો દવા, કાઉન્સેલિંગ અને મજબૂત ઇચ્છાશક્તિની મદદથી ડ્રગ્સ છોડી દે છે, પરંતુ થોડા સમય બાદ તેઓ તેમાં પાછા ફરે છે. તેને મેડીકલ ભાષામાં રિલેપ્સ તરીકે ઓળખવામાં આવે છે. વ્યસનમાં પાછા ફરવાનું સૌથી મોટું કારણ જૂનું વાતાવરણ છે. જો કોઈ વ્યક્તિ એ જ ફ્રેન્ડના સંપર્કમાં આવે છે જેમની સાથે તે ડ્રગ્સનો ઉપયોગ કરતો હતો તો તે ફરીથી તેનો ઉપયોગ શરૂ કરે તેવી શક્યતા વધે છે.

  • માનસિક તણાવ પણ વ્યસનનું કારણ?

માનસિક તણાવને કારણે લોકો ડ્રગ્સ લે છે અને વ્યસની બની જાય છે. આવું એટલા માટે થાય છે કેમ કે કોઈપણ પ્રકારની ડ્રગમાં એવા પદાર્થો હોય છે જે મગજને અસર કરે છે. ડ્રગનો ઉપયોગ શરીરમાં ડોપામાઇન હોર્મોનનું પ્રમાણ વધારે છે. જેનાથી વ્યક્તિને સારું લાગે છે. આ લાગણી કામચલાઉ રાહત આપે છે પરંતુ બાદમાં વ્યક્તિ વારંવાર આ રાહત મેળવવા માટે ડ્રગ્સનો ઉપયોગ કરવાનું ચાલુ રાખે છે.

વધુ વાંચો : મેટાબોલિઝમને બૂસ્ટ કરવા માટે આજથી શરુ કરો આ 5 યોગાસન, મજબૂત બનશે શરીર

  • વ્યસન છોડવાનો રસ્તો કયો?

એક્સપર્ટ અનુસાર, વ્યસન છોડવા માટે સૌથી મહત્વની બાબત એ છે કે વ્યક્તિનો દ્રઢ નિશ્ચય બનાવવો જોઈએ. તમારી ઇચ્છાશક્તિ મહત્વનો રોલ ભજવી શકે છે. જો તમે છોડવાનો નિર્ણય લીધો હોય તો તમારું અડધું ટાસ્ક પૂરૂ થઈ ગયું છે. યોગ્ય સારવાર લેવી પણ મહત્વનું છે. એના માટે ડૉક્ટરની સલાહ લો. ડૉક્ટરો કાઉન્સેલિંગ, દવા અને ઉપચાર દ્વારા વ્યક્તિને વ્યસન દૂર કરવામાં મદદ કરી શકે છે.


બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Addiction Psychoactive Substance Drug Use
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ