બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:47 PM, 15 June 2026
ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી જાહેરાત કરીને શાંતિ કરાર પરના તેમની સહમતીની જાહેરાત કરી છે. જેથી અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ હવે સમાપ્ત થઈ ગયુ છે. જેમાં ટ્રમ્પે એમ પણ કહ્યું કે મિડલ ઈસ્ટ યુદ્ધને કારણે લાંબા સમયથી બંધ રહેલા હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાનો નાકાબંધી હટાવી લેવામાં આવી છે અને તેને ફરીથી ખોલવા માટે પરમીશન આપવામાં આવી છે. આ યુએસ-ઈરાન શાંતિ કરાર ભારત માટે ઘણી રીતે રાહત છે. ચાલો જાણીએ કે તેનાથી ભારત અને ભારતીયોને શું લાભ થશે.
ADVERTISEMENT
JUST NOW: In a historic, monumental breakthrough for global stability, President Trump has officially announced that the comprehensive peace deal with the Islamic Republic of Iran is 100% complete. 🇮🇷🇺🇸👏
— Donald J Trump Posts TruthSocial (@TruthTrumpPost) June 14, 2026
President authorized toll-free reopening of the strategic Strait of Hormuz… pic.twitter.com/PwQBl4YHMA
28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર હુમલા શરૂ કર્યા હતા. જેમાં ઈરાનીના બદલાથી મિડલ ઈસ્ટમાં યુદ્ધમની સ્થિતિ ઉભી થઇ હતી. જેનાથી વિશ્વભરના ઘણા દેશો ઘેરાઈ ગયા હતા. આ સંઘર્ષને કારણે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધું હતું જે વિશ્વની લગભગ 20% ઓઈલ જરૂરિયાતો પૂરી કરે છે. આ તણાવની સીધી અસર ક્રૂડ ઓઇલના ભાવ પર પડી હતી.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા શાંતિ કરારનું સ્વાગત કર્યું છે. જેમાં તેમને સોશિયલ મીડિયા પર એક ટ્વિટમા મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવા માટે બંને રાષ્ટ્રો વચ્ચે થયેલી સર્વસંમતિને ખૂબ જ પ્રશંસનીય પગલું ગણાવ્યું. છે પીએમ મોદીના મતે આ સંઘર્ષે ગંભીર વૈશ્વિક આર્થિક કટોકટી ઉભી કરી હતી. જેના કારણે અનેક દેશોમાં જાનમાલનું ભારે નુકસાન થયું હતું.
I welcome the understanding reached between the United States and Iran on ending the conflict in West Asia, which has caused serious economic disruption across the world and led to loss of life in many countries.
— Narendra Modi (@narendramodi) June 15, 2026
India hopes that the implementation of this understanding will…
ADVERTISEMENT
ક્રૂડ ઓઇલના ભાવમાં મોટા વધારાથી ઘણા દેશોમાં મોંઘવારી વધી હતી. જેમાં યુએસમાં પણ મોંઘવારીમાં વધારો થયો. આ સિવાય પાકિસ્તાનથી લઈને બ્રિટન અને બાંગ્લાદેશ અને ભારત સુધીના દેશોમાં ઓઈલ અને ગેસનું મોટું સંકટ જોવા મળ્યું હતું. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો હતો અને LPG સિલિન્ડર પણ મોંઘા થયા હતા. આવી સ્થિતિમાં ટ્રમ્પની જાહેરાત મુજબ જો હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખુલે છે અને ઓઈલ તથા ગેસની સપ્લાય ફરી રીસ્ટોર થાય છે તો તે એક મોટી રાહત હશે. ચાલો જાણીએ કે તેનાથી ભારતને કયા 5 મુખ્ય ફાયદા થવાના છે.
ADVERTISEMENT
યુએસ-ઈરાન શાંતિ કરારની અસર ક્રુડ ઓઈલ પર દેખાવા લાગી છે અને સોમવારે ઇન્ટરનેશનલ બજારમાં ક્રુડ ઓઈલના ભાવ અચાનક ઘટી ગયા હતા. જેમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ 5 ટકા ઘટીને 83 પ્રતિ ડોલર બેરલ થયા હતા. WTI ક્રૂડના ભાવ 5.50 ટકા ઘટીને 80 પ્રતિ ડોલર બેરલ થયા હતા. મુર્બન ક્રૂડના ભાવ લગભગ 7 ટકા ઘટી ગયા હતા. ઈરાન અને હોર્મુઝ સ્ટ્રેટ ભારત સહિત આયાત-આધારિત દેશો માટે મુખ્ય સપ્લાય કેન્દ્ર છે, અને ભારત તેની ઓઈલની જરૂરિયાતોનો લગભગ 85% આયાત કરે છે. આથી આ ડીલ દેશમાં ઓઈલ અને ગેસ સંકટને દૂર કરવા માટે મદદરૂપ સાબિત થઈ શકે છે.
ADVERTISEMENT
હોર્મુઝ સ્ટ્રેટ ખુલવાથી અને ઓઈલ તથા ગેસ સપ્લાય ચેઈનમાં સુધારાથી દેશમાં આયાત વધશે જેનાથી અછત ઘટશે. ક્રૂડ ઓઈલ સસ્તું થવાથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો થઈ શકે છે, જેના લીધે કિંમતોમાં વધુ ઘટાડો થઈ શકે છે. એનાથી સામાન્ય ભારતીયને મોટી રાહત મળશે. ગેસ સપ્લાયમાં બરાબર થવાથી LPG કટોકટી હળવી થશે, અને તેલ માર્કેટિંગ કંપનીઓ સિલિન્ડરના ભાવ ઘટાડી શકે છે. સસ્તું ઈંધણ પરિવહન ખર્ચ ઘટાડીને મોંઘવારીને કંટ્રોલ કરશે અને ખાદ્ય અને ડ્રીંક સહિત બીજા જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે.

ADVERTISEMENT
વૈશ્વિક તણાવ, યુદ્ધો અને જીયોપોલીટીકલ તણાવ શેરબજાર પર સીધી અસર કરે છે. ટ્રમ્પે ઈરાન સાથે શાંતિ કરારની જાહેરાત કરતાની સાથે જ સોમવારે સેન્સેક્સ અને નિફ્ટી તેજી સાથે ખુલ્યા. ખાસ કરીને ઓઈલના ભાવ સાથે જોડાયેલા ક્ષેત્રોના શેરમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.
ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડાથી ભારતીય ચલણ રૂપિયાને પણ ફાયદો થશે. જે વૈશ્વિક તણાવ વચ્ચે અમેરિકન ડોલર સામે સતત કમજોર પડી રહ્યો છે અને 95ના આંકડાને વટાવી ગયો છે. ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડાથી ભારતના ઓઈલ આયાત બિલમાં ઘટાડો થશે. જેનાથી દેશની વેપાર ખાધમાં ઘટાડો થશે. તેનાથી ચલણ પર દબાણ ઘટીને વધારો થશે.
મિડલ ઇસ્ટમાં યુદ્ધે ગલ્ફ દેશોમાં રહેતા અને કામ કરતા લાખો ભારતીયો માટે મોટો ખતરો ઉભો કર્યો છે. અહેવાલો અનુસાર આશરે 90 લાખ ભારતીયો ગલ્ફ દેશોમાં કામ કરે છે. આ શાંતિ કરાર આ ભારતીય પ્રવાસીઓની સુરક્ષા વધશે અને રોજગારના જોખમો ઘટશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.