બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગાંધીનગરના સમાચાર / ખેડૂતોની દુશ્મન છે AAP, તૈયાર ભાણે ચહેરા ચમકાવવા નીકળી- કરશનદાસ બાપુના આકરા પ્રહાર
Last Updated: 04:44 PM, 15 June 2026
ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી આજે ખેડૂતો ટ્રેક્ટર લઈ ગાંધીનગર કૂચ કરી રહ્યા છે. કોંગ્રેસની આગેવાનીમાં નીકળેલી આ ટ્રેક્ટર રેલીને ખેડૂતોનો બહોળો પ્રતિસાદ મળ્યો છે. પાલબાઈ આંબલિયાએ રેલી શરૂ થયા પહેલાં આમ આદમી પાર્ટી અને ભાજપ પાર્ટી સિવાયની તમામ પાર્ટીઓને આ રેલીમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું હતું. તેઓ પહેલેથી જ આમ આદમી પાર્ટી ભાજપના ગુપ્ત ટેકેદાર હોવાનો દાવો કરતા આવ્યા છે. હવે કોંગ્રેસના આગેવાન કરશનદાનસ બાપુ ભાદરકાએ આમ આદમી પાર્ટી પર ખેડૂત વિરોધી હોવાનો આરોપ લગાવ્યો છે.
ADVERTISEMENT
આમ આદમી પાર્ટીએ કિસાન અધિકાર યાત્રાને નુકસાન પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે બનાવટી ટેકો જાહેર કર્યો હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે AAPને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આમ આદમી પાર્ટીએ ખેડૂતો સાથે આવી ગેમ ન રમવી જોઈએ, આ ઉપરાંત તેમણે ઉમેર્યું કે જો ખેડૂતો પ્રત્યે આમ આદમી પાર્ટીને એટલો જ પ્રેમ હોય તો તેઓ તેમની લડાઈ જાતે લડે અને આવી રીતે ભાજપના આદેશથી તૈયાર ભાણે ચહેરા ચમકાવવાની કરતૂત આમ આદમી પાર્ટીએ બંધ કરવી જોઈએ. કરશનદાસ બાપુ ભાદરકાએ આમ આદમી પાર્ટીને ખેડૂત-ખેતી અને ગામડાની દુશ્મન ગણાવી છે.
આ પણ વાંચો- કોંગ્રેસની ખેડૂત અધિકાર ટ્રેક્ટરને અમદાવાદમાં અટકાવાઈ, ઓગણજમાં ક્રાઈમ બ્રાંચ ઉતરી
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે ખેડૂતો પાંચ માંગણીઓ આગળ ધરી આ ટ્રેક્ટર રેલી કાઢી રહ્યા છે. જેમાં જમીન માપણીના દોષ નિવારવા અને સસ્તા ભાવે થતું અધિગ્રહણ અટકાવવું, ખેડૂતો અને પશુપાલકોના દેવા માફ કરવા, ખેત ઉત્પાદન અને દૂધ પેદાશોની MSP નક્કી કરી, ગેરન્ટી આપવી, ખાતર-દવા અને બિયારણ વાજબી ભાવે ઉપલબ્ધ કરાવવા અને 8 કલાક સળંગ વીજળી આપવી અને મીટર પ્રથા બંધ કરવી જેવી માંગણીઓનો સમાવેશ થાય છે.
ખેડૂતોએ ગાંધીનગર કૂચ કેમ કરવી પડી?
ADVERTISEMENT
સરકારી બાબુઓએ ઑફિસમાં બેસી જમીન માપણી કરી હોવાના કોંગ્રેસ કિસાન ચેરમેન પાલભાઈ આંબલિયા અનેકવાર આરોપો લગાવી ચૂક્યા છે. સરકારની જમીન સંપાદન નીતિને પગલે ખેડૂતો પર અન્યાય થતો હોવાનું ખેડૂતો અનુભવી રહ્યા છે. બીજી તરફ પાવરગ્રીડ કંપનીઓની વીજ લાઈનને લઈને મોટી બબાલ થઇ હતી અને સરકાર કંપનીઓ પ્રત્યે કુણું વલણ રાખતી હોવાનો અને તેને કારણે ખેડૂતોને નુકસાન થતું હોવાનો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે. આ ઉપરાંત ખેડૂતોને ખેત પેદાશો પર યોગ્ય ભાવ મળતા ન હોવાની લાગણી અનુભવી રહ્યા છે. દવા, ખાતર અને બિયારણ ઉંચા બાવે ખેડૂતોએ ખરીદવા પડી રહ્યાં છે અને સળંગ 8 કલાક વીજળી મળતી ન હોવાથી ખેડૂતોએ પરેશાન થવું પડે છે, જેને પગલે ખેડૂતોએ ટ્રેક્ટર રેલી કાઢવી પડી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.