બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / રન આઉટ થવા પર રોહિત શર્માએ ગિલને શું કહ્યું? ઇન્ડિયન કેપ્ટને કર્યો ખુલાસો
Last Updated: 02:34 PM, 14 June 2026
ભારતે અફઘાનિસ્તાન સામે ધર્મશાલા વનડેમાં 7 વિકેટથી જીત મેળવી છે. પરંતુ આ મેચ બાદ સૌથી વધુ ચર્ચાસ્પદ ઘટના રોહિત શર્માનો રન આઉટ અને તેના પર કેપ્ટન શુભમન ગિલની પ્રતિક્રિયા હતી. ધર્મશાલા મેચ દરમિયાન થયેલી એક નાની મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે રોહિત રન આઉટ થયો હતો. આ અંગે ગિલે આ મેચ બાદ સ્મિત સાથે જવાબ આપ્યો હતો કે જેનાથી વાતાવરણ હળવું થઈ ગઈ હતું.
ADVERTISEMENT
વરસાદના લીધે 25 ઓવરની મેચમાં અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરીને 194 રન બનાવ્યા હતા. જેના જવાબમાં કેપ્ટન શુભમન ગિલના શાનદાર અણનમ 84 રનની મદદથી ભારતે 13 બોલ બાકી રહેતા ટાર્ગેટ ચેઝ કર લીધો હતો. ગિલ તેના શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.
ADVERTISEMENT
આ ઘટના ભારતની ઇનિંગ્સની છઠ્ઠી ઓવરમાં બની હતી. રોહિત શર્માએ અફઘાન સ્પિનર અલ્લાહ ગઝનફરનો બોલ મિડવિકેટ તરફ શોટ માર્યો હતો અને રન માટે દોડ્યો હતો. જેમાં શુભમન ગિલ શરૂઆતમાં રન લેવા માટે એગ્રી પણ થયો હતો પરંતુ થોડા સ્ટેપ્સ ભરીને તે અચાનક અટકી ગયો હતો અને રોહિતને પાછો જવાનું કહ્યું હતું પરંતુ ત્યાં સુધીમાં રોહિત ખૂબ આગળ વધી ગયો હતો.
A painful moment for Rohit Sharma as he walked back after the run-out. 💔 pic.twitter.com/gtEG8MyguV
— manu (@manu18virat) June 13, 2026
ADVERTISEMENT
અફઘાનિસ્તાનના પ્લેયરે તરત જ મોકો ઝડપી લોધો હતો અને વિકેટકીપરે રાશિદ ખાનના થ્રો પર સ્ટમ્પ વિખેરી નાખ્યા હતા. રોહિત 16 રન બનાવીને રન આઉટ થયો. આઉટ થયા બાદ તેના ચહેરા પર નિરાશા સ્પષ્ટ દેખાઈ રહી હતી. તે રિપ્લેની રાહ જોયા વગર પેવેલિયન તરફ જતો રહ્યો હતો.
આ મેચ બાદના પ્રેઝન્ટેશન દરમિયાન જ્યારે શુભમન ગિલને પૂછવામાં આવ્યું કે, શું તેનેરોહિત શર્મા સાથે રન આઉટ વિશે વાત કરી ત્યારે ભારતીય કેપ્ટને સ્મિત સાથે જવાબ આપ્યો હતો. જેમાં ગિલે કહ્યું, "મને ખબર છે કે તેને રિપ્લે જોયો. તેણે કહ્યું કે બધું ઠીક છે, બધું બરાબર છે. તે અફઘાનિસ્તાન સામેની છેલ્લી T20 મેચમાં પણ રન આઉટ થયો હતો."
ADVERTISEMENT

શુભમન ગિલના જવાબથી હાસ્ય ફરી વળ્યું હતું અને સંકેત મળ્યો કે આ ઘટના અંગે ડ્રેસિંગ રૂમમાં કોઈ તણાવ નહોતો સર્જાયો. મેચ વિશે બોલતા ગિલે અફઘાનિસ્તાનના ઓપનર રહેમાનુલ્લાહ ગુરબાઝની પણ પ્રશંસા કરી હતી. જેમાં તેને કહ્યું કે, "આ મેચ T20 મેચ જેવી હતી. એક સમયે એવું લાગતું હતું કે ગુરબાઝ મેચ અમારી પાસેથી છીનવી લેશે. તેને શાનદાર બેટિંગ કરી પરંતુ અમારા બોલરોએ શાનદાર કમબેક કર્યું હતું". ગુરબાઝે માત્ર 51 બોલમાં 102 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી જેનાથી અફઘાનિસ્તાન એક સમયે મજબૂત સ્થિતિમાં આવી ગયું હતું.
ADVERTISEMENT
આ મેચમાં ડેબ્યુટર્સ પ્લેયર્સ ગુરનૂર બરાર અને હર્ષ દુબેએ પણ ભારતની જીતમાં મહત્વનો રોલ ભજવ્યો હતો. આ બંને બોલરોએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. જેનાથી અફઘાનિસ્તાન મોટો સ્કોર બનાવતા રોકાયુ હતું. શુભમન ગિલે બંને પ્લેયર્સની પ્રશંસા કરતા કહ્યું કે ગુરનૂરે નવા બોલ અને ડેથ ઓવરમાં શાનદાર નિયંત્રણ બતાવ્યું હતું. જ્યારે હર્ષ દુબેએ પહેલી ઓવરમાં એક્સ્પેન્સીંવ હોવા છતાં મજબૂત વાપસી કરી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
T20 Mumbai 2026 Final / LIVE મેચમાં જ બબાલ! ફાઇનલમાં અર્જુન તેંડુલકરની ટીમ સાથે આ શું થયું?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.