ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં નશામાં ધુત ASIની કાર બસ સાથે અથડાઈ, કારમાંથી દારૂની બોટલ અને પોલીસની વર્દી મળ્યાનો દાવો

કાર્યવાહી ક્યારે / સુરતમાં નશામાં ધુત ASIની કાર બસ સાથે અથડાઈ, કારમાંથી દારૂની બોટલ અને પોલીસની વર્દી મળ્યાનો દાવો

Published By: Vishal Khamar

Last Updated: 01:17 PM, 14 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત શહેરમાં પોલીસ કર્મચારીએ જ નશાની હાલતમાં ગાડી ચલાવી સિટી બસને ટક્કર મારી હોવાનું સામે આવ્યું છે. તેમજ કારમાંથી નેમ પ્લેટ, દારૂની બોટલ અને વર્દી પણ મળી આવી છે.

ADVERTISEMENT

સુરત શહેરના અઠવાગેટ વિસ્તારમાં આવેલી મૈસુર કાફે નજીક એક પોલીસ અધિકારીની કાર બસ સાથે અથડાતાં ભારે હોબાળો મચી ગયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, અકસ્માત સર્જનાર વ્યક્તિ પોલીસ વિભાગમાં ASI તરીકે ફરજ બજાવતો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્ર થયા

ઘટના બાદ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્ર થયા હતા. લોકોનો આક્ષેપ છે કે ASI નશાની હાલતમાં વાહન ચલાવી રહ્યો હતો. અકસ્માત બાદ કારની તપાસ દરમિયાન દારૂની બોટલ, પોલીસની વર્દી, બેલ્ટ તેમજ "અજય એચ પટેલ" નામની નેમ પ્લેટ અને બક્કલ નંબર મળ્યાનો દાવો કરવામાં આવ્યો છે.

લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત બાદ લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. જોકે, લોકો વધુ વિરોધ નોંધાવે તે પહેલાં જ સંબંધિત ASI ઉમરા પોલીસ સ્ટેશન પહોંચી ગયો હોવાનું પણ જાણવા મળ્યું છે.

દારૂના નશામાં વાહન ચલાવવાનો આરોપ લાગ્યો

ઘટનાને લઈને અનેક સવાલો ઊભા થયા છે, કારણ કે ગુજરાતમાં દારૂબંધી અમલમાં હોવા છતાં પોલીસ વિભાગના જ એક અધિકારી પર દારૂના નશામાં વાહન ચલાવવાનો આરોપ લાગ્યો છે. સ્થાનિક નાગરિકોમાં આ ઘટનાને લઈને રોષની લાગણી જોવા મળી રહી છે અને નિષ્પક્ષ તપાસની માંગ ઉઠી રહી છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં PCR વાનને રોકી યુવકોની દાદાગીરી, વીડિયો વાયરલ થતાં પોલીસ હરકતમાં

પોલીસે તપાસ શરૂ કરી

હાલ પોલીસ વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જોકે, અધિકૃત નિવેદન અને તપાસના પરિણામ બાદ જ ઘટનાની સંપૂર્ણ હકીકત સ્પષ્ટ થઈ શકશે.'

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Police Personnel Surat Surat News

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ