બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:51 PM, 14 June 2026
પશ્ચિમ એશિયાના સમુદ્રમાં ચાલી રહેલા ભારે ભૌગોલિક-રાજકીય તણાવ વચ્ચે ઓમાનની ખાડીમાંથી એક હૃદયધ્રુજાવનારી ઘટના સામે આવી છે. રવિવારે સવારે ઓમાનના દરિયાકાંઠા નજીક 14 ભારતીય નાગરિકો સવાર હતા તે એક હોડી અચાનક પાણી ભરાઈ જવાના કારણે સમુદ્રમાં ડૂબવા લાગી હતી. આ ઘટના ઓમાનના રસ અલ હદથી આશરે 80 નોટિકલ માઈલ પૂર્વ દિશામાં મધદરિયે ઘટી હતી. હોડી ડૂબવાની કટોકટી સર્જાતા જ આંતરરાષ્ટ્રીય જળસીમામાં તૈનાત અમેરિકી નૌસેના અને ભારતીય નૌસેના એક્શન મોડમાં આવી ગયા હતા.
ADVERTISEMENT
The Mission has learnt of an incident involving an Indian Flagged Mechanised Sailing Vessel Virat 1, off the coast of Oman, reportedly embarked with 14 Indian crew. Search and Rescue is being coordinated with the Omani authorities and vessels in vicinity of the incident: Embassy… pic.twitter.com/Us61cBuUVw
— ANI (@ANI) June 14, 2026
ADVERTISEMENT
સરકારી વર્તુળોના જણાવ્યા અનુસાર, રવિવારે વહેલી સવારે અમેરિકી નૌસેનાને આ ભારતીય હોડી સંકટમાં હોવાના પ્રથમ સિગ્નલ મળ્યા હતા. પરિસ્થિતિની ગંભીરતાને સમજીને અમેરિકી નૌસેનાએ તાત્કાલિક તટીય સુરક્ષા સત્તાવાળાઓ અને ભારતીય નૌસેનાને હાઈ-એલર્ટ સંદેશ જારી કર્યો હતો, જેથી સમય ગુમાવ્યા વિના સંયુક્ત બચાવ કામગીરી શરૂ કરી શકાય. સૂત્રોના જણાવ્યા મુજબ, અમેરિકી નૌસેનાએ તરત જ પોતાના સૌથી આધુનિક એવા P-8 મેરિટાઇમ સર્વેલન્સ એરક્રાફ્ટને ઘટનાસ્થળ તરફ રવાના કર્યું હતું. વિમાને મધદરિયે ડૂબી રહેલી હોડીને ટ્રેક કરી લીધી હતી અને તુરંત જ સમુદ્રની લહેરો વચ્ચે એક મોટી 'લાઇફ રાફ્ટ' નીચે ફેંકી હતી. હોડી સંપૂર્ણ ડૂબી જાય તે પહેલાં જ તેમાં સવાર તમામ 14 ભારતીય નાગરિકો કુદીને આ સુરક્ષિત લાઇફ રાફ્ટ પર સવાર થઈ ગયા હતા. અમેરિકી વિમાન આ આખી પ્રક્રિયા પર હવામાંથી જ સતત વોચ રાખી રહ્યું હતું.

ADVERTISEMENT
આ હાઈ-સ્ટેક્સ રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન અમેરિકી વિમાને તે જ દરિયાઈ રૂટ પરથી પસાર થઈ રહેલા સેન્ટ કિટ્સ એન્ડ નેવિસનો ધ્વજ ધરાવતા એક મોટા વેપારી જહાજ MV Jabal Ali 9 નો સંપર્ક કર્યો હતો. આ કમર્શિયલ જહાજ ઓમાનના સોહાર બંદરથી ભારતના મુંબઈ તરફ આવી રહ્યું હતું. અમેરિકી P-8 વિમાનના કમાન્ડરોની ઈમરજન્સી વિનંતી અને લોકેશન ગાઈડન્સના આધારે વેપારી જહાજે તાત્કાલિક પોતાનો રૂટ બદલ્યો હતો અને ફસાયેલા ભારતીયો તરફ આગળ વધ્યું હતું, જેથી લાઇફ રાફ્ટ પર રહેલા લોકોને પ્રાથમિક સારવાર અને આશરો આપી શકાય. સરકારી સત્તાધિકારીઓએ પુષ્ટિ કરી છે કે હોડીમાં સવાર તમામ 14 લોકો ભારતીય નાગરિકો છે. હાલમાં તેમની મેડિકલ સ્થિતિ સ્થિર હોવાનું મનાય છે, પરંતુ સત્તાવાર હેલ્થ અપડેટની રાહ જોવાઈ રહી છે.
ADVERTISEMENT
આ અકસ્માત ઓમાનના પૂર્વી તટ નજીક થયો છે, જે વિશ્વના સૌથી સંવેદનશીલ દરિયાઈ માર્ગ 'હોર્મોઝ સ્ટ્રેટ' ની બિલકુલ નજીક છે. તાજેતરના મહિનાઓમાં અમેરિકા અને ઈરાન વચ્ચે વધેલા સૈન્ય તણાવ અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષના કારણે આ વિસ્તાર અત્યંત વ્યૂહાત્મક અને હાઈ-રિસ્ક ઝોન બની ગયો છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ આસામમાં એરફોર્સનું વિમાન ક્રેશ થતા પાયલટ સહિત 5 શહીદ, આગ લાગતા વિમાનના બે ટુકડા થયા
આ પ્રાદેશિક તણાવને કારણે વ્યાપારી જહાજો અને નાની હોડીઓની અવગાહના પર પહેલેથી જ વિપરીત અસર પડી છે. અસંખ્ય વૈશ્વિક શિપિંગ કંપનીઓ આ વિસ્તારમાં વધારાની સાવચેતી રાખી રહી છે. અહેવાલો મુજબ, આ ખાડી વિસ્તારમાં સેંકડો જહાજો અને હજારો નાવિકો લાંબા સમયથી પ્રભાવિત દરિયાઈ ગતિવિધિઓનો સામનો કરી રહ્યા છે. હાલમાં આ ભારતીય હોડી કયા ટેકનિકલ કારણોસર કે હવામાનના લીધે ડૂબી રહી હતી તે સ્પષ્ટ થયું નથી. તમામ ભારતીયોને સલામત સ્થળે લાવવા માટે તપાસ અને બચાવ એજન્સીઓ ઓપરેશન પૂરું થતાં જ સમગ્ર મામલાની ઊંડી તપાસ શરૂ કરશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.