બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ખેડાના ગળતેશ્વરમાં શ્રદ્ધાળુઓની બસ પલટી, 1નું મોત, 25 ઈજાગ્રસ્ત, 2 ગંભીર
Last Updated: 05:27 PM, 14 June 2026
Kheda News: ખેડા જિલ્લાના ગળતેશ્વર પાસે અમાસના સ્નાન માટે આવતા ભાવિકોની બસ પલટી ગઇ છે. ટર્ન લેતી વખતે ડ્રાઇવરે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા બસ પલટી મારી ગઇ હતી. જેમાં 25 જેટલા મુસાફરો ઘાયલ થતા સારવાર માટે ખસેડાયા છે.
ADVERTISEMENT
પ્રાપ્ત થતી વિગતો અનુસાર સાણંદના ઇયાવા ગામથી એક ખાનગી બસ શ્રદ્ધાળુઓને લઇ ગળતેશ્વર તરફ જતી હતી આ બસના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર 25થી વધુ મહિલાઓ અને બાળકોને નાની-મોટી ઇજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને સેવાલીયા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ઈજાગ્રસ્તોમાં 2ની હાલત નાજુક છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ બેદરકારી / રાજકોટના બાળ સંરક્ષણ ગૃહમાંથી 11 બાળકો ગુમ, સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો
સેવાલીયા રોડ પર આવેલા લહેરીપૂરા ગામ નજીક આ અકસ્માત સર્જાયો હતો. સાણંદના ઇયાવા વિસ્તારમાંથી પ્રવાસીઓને લઈને ગળતેશ્વર દર્શન અને પર્યટન અર્થે આવી રહેલી ખાનગી બસ જ્યારે લહેરીપુરા પાસેથી પસાર થઈ રહી હતી. સ્થાનિક લોકો અને પોલીસે સંયુક્ત રીતે બસની બારીઓ તથા દરવાજા તોડીને ઇજાગ્રસ્ત મુસાફરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.