બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:43 PM, 14 June 2026
જો તમારી પાસે ટાટા ગ્રુપની આ કંપનીના શેર હોય તો તમને પ્રતિ શેર 25 રૂપિયાનું ડિવિડન્ડ મળી શકે છે. ટાટા ગ્રુપની આ કંપની બીજી કોઈ નહીં પણ બનારસ હોટેલ્સ લિમિટેડ છે. ટાટા ગ્રુપની આ કંપનીએ નાણાકીય વર્ષ 2025-26 માટે તેના અંતિમ ડિવિડન્ડ માટે 16 જુલાઈ 2026 ની રેકોર્ડ તારીખ નક્કી કરી છે. જેમાં માર્ચ ક્વોર્ટરના પરિણામો જાહેર કરતી વખતે ટાટા ગ્રુપની કંપનીએ 10 રૂપિયા ફેસ વેલ્યુના શેર દીઠ 25 રૂપિયાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે.
ADVERTISEMENT
એક રેગ્યુલેટરી ડોક્યુમેન્ટમાં કંપનીએ જણાવ્યું હતું કે, ડિવિડન્ડ માટે શેરધારકોની પાત્રતા નક્કી કરવા માટે એક રેકોર્ડ તારીખ નક્કી કરવામાં આવી છે. જેમાં રેકોર્ડ તારીખ મુજબ બનારસ હોટેલ્સના શેર ધરાવતા રોકાણકારો આગામી વાર્ષિક બેઠકમાં શેરધારકોની મંજૂરી હેઠળ ડિવિડન્ડ મેળવવા માટે પાત્ર રહેશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ અંગે કંપનીએ જણાવ્યું હતું કે, "29 એપ્રિલ 2026 ના અમારા પત્રમાં જણાવાયું છે કે, ડિરેક્ટર બોર્ડે 10 રૂપિયાના ફેસ વેલ્યુવાળા શેર દીઠ 25 રૂપિયાના ડિવિડન્ડની ભલામણ કરી છે. જો વાર્ષિક સામાન્ય સભામાં શેરધારકો દ્વારા ડિવિડન્ડ મંજૂર કરવામાં આવે છે તો તે સોમવાર 3 ઓગસ્ટ 2026 થી લાગુ પડતા સ્રોત પર લાગુ ટેક્સ ડિડક્શન બાદ ચૂકવવામાં આવશે."
ઇક્વિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા 2015 ના નિયમન 42 અનુસાર, 2025-26ના નાણાકીય વર્ષ માટે સભ્યોને ડિવિડન્ડ મેળવવાની પાત્રતા નક્કી કરવા માટે ગુરુવાર, 16 જુલાઈ 2026 ના રોજ રેકોર્ડ ડેટ તરીકે નિશ્ચિત કરવામાં આવી છે. જેમાં પાત્રતાના માપદંડો સમજાવતા બનારસ હોટેલ્સે જણાવ્યું હતું કે નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ અને સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડ દ્વારા ગુરુવાર 16 જુલાઈ 2026 ના રોજ વ્યવસાય બંધ થયા મુજબ પૂરા પાડવામાં આવેલા ડેટા મુજબ ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં શેર ધરાવતા તમામ ધારકોને ડિવિડન્ડ ચૂકવવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
બનારસ હોટેલ્સના શેર શુક્રવારે 0.44 ટકા વધીને 10,245 રૂપિયા પર બંધ થયા હતા. જેમાં છેલ્લા 6 મહિનામાં શેરમાં 10.15 ટકાનો વધારો થયો છે. બનારસ હોટેલ્સ એ ટાટા ગ્રુપ હોસ્પિટાલિટી કંપની છે અને ઇન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડની પેટાકંપની છે. કંપની હોટલ અને સંબંધિત હોસ્પિટાલિટી સર્વિસના માલિકી, ઓપરેટિંગ અને મેનેજીગ વ્યવસાયમાં રોકાયેલી છે.
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.