બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / લોકરક્ષક કેડરની પરીક્ષામાં ઉપસ્થિત ઉમેદવારોના હિતમાં તંત્રનો મહત્વનો નિર્ણય

સુવિધા / લોકરક્ષક કેડરની પરીક્ષામાં ઉપસ્થિત ઉમેદવારોના હિતમાં તંત્રનો મહત્વનો નિર્ણય

Priykant Shrimali

Last Updated: 03:07 PM, 12 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Lokrakshak Exam : લોકરક્ષક ભરતી પરીક્ષા માટે GSRTCની વિશેષ વ્યવસ્થા: 2.63 લાખ ઉમેદવારોને મળશે સરળ અને સુરક્ષિત મુસાફરી

Gujarat Lokrakshak Exam : ગુજરાતમાં આગામી 14 જૂને યોજાનારી લોકરક્ષક કેડરની સ્પર્ધાત્મક પરીક્ષાને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા ઉમેદવારો માટે વિશેષ પરિવહન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ઉમેદવારો પરીક્ષામાં ભાગ લેવા જઈ રહ્યા હોવાથી તેઓને સમયસર અને સુરક્ષિત રીતે પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડી શકાય તે માટે નિગમે ખાસ આયોજન કર્યું છે.

રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે X પર પોસ્ટ મૂકી આ અંગે માહિતી આપી છે. વિગતો મુજબ આ ભરતી પરીક્ષામાં આશરે 2.63 લાખ ઉમેદવારો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. ઉમેદવારોને મુસાફરી દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે અને તેઓ સરળતાથી પોતાના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે GSRTC દ્વારા 13 અને 14 જૂનના રોજ લગભગ 800 જેટલી વધારાની બસ ટ્રિપો ચલાવવામાં આવશે.

નિગમ દ્વારા માત્ર વધારાની બસો જ નહીં પરંતુ રાજ્યભરમાં ચાલી રહેલી 4500થી વધુ એક્સપ્રેસ બસ સેવાઓનો પણ ઉપયોગ કરવામાં આવશે. ઉમેદવારોની સુવિધાને વધુ સરળ બનાવવા માટે સ્પેશિયલ ઓનલાઈન એડવાન્સ બુકિંગની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે, જેથી ઉમેદવારો અગાઉથી પોતાની મુસાફરીનું આયોજન કરી શકે.

અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત, વડોદરા, આણંદ અને ભાવનગર સહિતના શહેરોમાં પરીક્ષા કેન્દ્રો નિર્ધારિત કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવતા ઉમેદવારો માટે આ બસ સેવાઓ મહત્વપૂર્ણ સાબિત થશે. ખાસ કરીને દૂરના વિસ્તારોમાંથી આવતા યુવાનો માટે સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવું સરળ બનશે. GSRTC દ્વારા કોઈપણ પ્રકારની માહિતી અથવા સહાય માટે વિશેષ હેલ્પલાઇન નંબર 1800 233 666666 પણ કાર્યરત રાખવામાં આવ્યો છે. ઉમેદવારો મુસાફરી, બસ સમયપત્રક અથવા અન્ય જરૂરી માહિતી માટે આ નંબર પર સંપર્ક કરી શકશે.

આ પણ વાંચો : ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓના વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, કાયમી શિક્ષકો જ નથી!

રાજ્ય સરકાર અને GSRTCનો આ પ્રયાસ ભરતી પરીક્ષા દરમિયાન ઉમેદવારોને સુવિધાજનક અને સલામત મુસાફરી ઉપલબ્ધ કરાવવાનો છે. પરીક્ષા જેવી મહત્વપૂર્ણ પ્રક્રિયામાં પરિવહન સંબંધિત મુશ્કેલીઓ ન સર્જાય અને ઉમેદવારો સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી શકે તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Police Recruitment Lokrakshak Exam GSRTC Bus Service
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ