બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / દેશમાં રોડ અકસ્માતનું વધ્યું પ્રમાણ, 2024માં 1.77 લાખ લોકોના મોત

રિપોર્ટ / દેશમાં રોડ અકસ્માતનું વધ્યું પ્રમાણ, 2024માં 1.77 લાખ લોકોના મોત

Nirav Kumar

Last Updated: 03:48 PM, 12 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં માર્ગ પર થતા અકસ્માતના લીધે મૃત્યુ પામેલા લોકોના આંકડા સામે આવ્યા છે. આ સરકારી અહેવાલમાં સામે આવ્યુ છે કે,2024 માં 4.87 લાખ અકસ્માતો થતા તેમાં 1.77 લાખ લોકોના મૃત્યુ થયા હતા.

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયનો અહેવાલ સામે આવ્યો છે. જેમાં 2024 માં ભારતમાં કુલ 4,87,707 માર્ગ અકસ્માતો થયા હતા. જેમાં 1,77,175 લોકો મૃત્યુ પામ્યા હતા અને 4,71,441 લોકો ઘાયલ થયા હતા. જેમાં સૌથી વધુ અકસ્માતો તમિલનાડુમાં નોંધાયા હતા. તો જ્યારે ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ મૃત્યુ થયા હતા. આ રિપોર્ટ મુજબ ભારતમાં દર કલાકે 56 માર્ગ અકસ્માતો થયા હતા. જેમાં 20 લોકોના મોત થતા હતા.

મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝ દ્વારા 2024 માં ભારતમાં માર્ગ અકસ્માતો અંગેનો રિપોર્ટ બહાર પાડ્યો છે જેમાં મૃત્યુઆંક 1.77 લાખથી વધુ થયો છે. આ રિપોર્ટ મુજબ 2024માં દેશમાં આશરે 4.87 લાખ અકસ્માતો નોંધાયા હતા જે 2023 ની સરખામણીમાં 1.48 ટકાનો વધારો દર્શાવે છે.

ભારતમાં માર્ગ અકસ્માતો 2024 ના અહેવાલમાં જણાવાયું છે કે, 2024 માં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ 487,707 માર્ગ અકસ્માતો થયા હતા. આ બધા કેસ પોલીસ વિભાગો દ્વારા નોંધવામાં આવ્યા હતા. આ અકસ્માતોમાં 1,77,175 મૃત્યુ અને 4,71,441 ઘાયલ થયા હતા. મતલબ કે, ભારતમાં દર કલાકે સરેરાશ 56 અકસ્માતો થયા હતા, જેના પરિણામે 20 લોકો મૃત્યુ પામ્યા હતા.

hiring vtv 1
  • તમિલનાડુમાં વધુ અકસ્માતો, ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ મૃત્યુ

આ રિપોર્ટ મુજબ દેશના વિવિધ રાજ્યોમાં અકસ્માતની પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે. 2024 માં માર્ગ અકસ્માતોના લિસ્ટમાં તમિલનાડુ ટોપ પર હતું, જ્યાં સૌથી વધુ 67,526 માર્ગ અકસ્માતો નોંધાયા હતા. તો ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 24,118 માર્ગ અકસ્માતોના મૃત્યુ નોંધાયા હતા.

એ વર્ષ દરમિયાન કુલ 1,50,958 અકસ્માતો (31%) એકલા રાષ્ટ્રીય ધોરીમાર્ગો (NH) પર થયા હતા, જેમાં એક્સપ્રેસવેનો પણ સમાવેશ થાય છે. રાજ્ય ધોરીમાર્ગો પર 1,03,538 અકસ્માતો નોંધાયા હતા, જ્યારે બીજા રસ્તાઓ પર 2,33,211 અકસ્માતો થયા હતા. આમાંથી 64,772 (36.6%) મૃત્યુ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર, 39,277 (22.2%) મૃત્યુ રાજ્ય ધોરીમાર્ગો પર અને 73,126 (41.3%) મૃત્યુ અન્ય રસ્તાઓ પર થયા હતા. વર્ષ દરમિયાન કુલ 1,64,378 જીવલેણ અકસ્માતોમાંથી 59,043 (35.9%) રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર, 36,392 (22.1%) રાજ્ય ધોરીમાર્ગો પર અને 68,943 (41.9%) બીજા રસ્તાઓ પર થયા હતા.

વધુ વાંચો : કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, હવે માત્ર આટલી મર્યાદામાં મળશે પેટ્રોલ-ડીઝલ

  • ટુ-વ્હીલર વધુ શિકાર

મંત્રાલયના રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ટુ-વ્હીલર સવારો અને રાહદારીઓના જીવ સૌથી વધુ જોખમમાં છે. અકસ્માતોમાં મૃત્યુ પામેલા લોકોમાં બાઇક અને સ્કૂટર સવારોનો હિસ્સો સૌથી મોટો (46.2%) હતો. અકસ્માતોમાં સામેલ વાહનોમાં ટુ-વ્હીલરનો પણ હિસ્સો સૌથી વધુ હતો. તો રોડ ક્રોસ કરતા કે ફૂટપાથ પર ચાલતા રાહદારીઓ યાદીમાં બીજા ક્રમે છે. જે કુલ મૃત્યુના 20.6 ટકા છે. આ દરમિયાન, કાર, ટેક્સી, વાન અને હળવા મોટર વાહનો (LMV) નો ઉપયોગ કરતા લોકો કુલ મૃત્યુના 12.4 ટકા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Report Released Accidents Road Accidents
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ