બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / VIDEO: વૈભવ સૂર્યવંશીએ શ્રીલંકાના ખેલાડીને માર્યો ધક્કો, સુપર ઓવર પછી મેદાન પર થઇ બબાલ
Last Updated: 09:03 PM, 15 June 2026
શ્રીલંકા A સામેની સુપર ઓવર સમાપ્ત થયા પછી ભારત A ના ઓપનર વૈભવ સૂર્યવંશીનો શ્રીલંકા A ખેલાડીઓ સાથે ઉગ્ર બોલાચાલી થઈ. ટ્રાઇ નેશન એ સીરીજમાં શ્રીલંકાએ એ ભારતને હરાવ્યું. જો કે મેચ ટાઇમાં સમાપ્ત થયા પછી અમ્પાયર અને તિલક વર્મા વચ્ચે લાંબી ચકમક થઇ હતી. જે દરમિયાન વૈભવ સૂર્યવંશી પણ ખૂબ ગુસ્સે જોવા મળ્યો. અમ્પાયર સુપર ઓવર માટે સંમત થયા, પરંતુ પછી અંતિમ બોલ પર નો-બોલને લઈને અમ્પાયર અને તિલક વર્મા વચ્ચે ફરીથી ઉગ્ર બોલાચાલી થઈ.
ADVERTISEMENT
ભારતીય ખેલાડીઓ તેને લીગલ ડિલિવરી સમજીને મેદાન બહાર જતા રહ્યા હતા પરંતુ બાદમાં તેમને પાછા બોલાવવામાં આવ્યા. આ બધા નાટક વચ્ચે શ્રીલંકાએ સુપર ઓવરમાં ભારતને 17 રનનો લક્ષ્યાંક આપ્યો, પરંતુ વૈભવ સૂર્યવંશી અને સુયંશ શેડગેની જોડી ફક્ત 9 રન જ બનાવી શકી.
Heated moment between Vaibhav Sooryavanshi and one Sri Lanka A PLAYER - Almost turned out into fight. pic.twitter.com/RxQs8tlhQn
— Maina Singh (@Maina_Singhx77) June 15, 2026
ADVERTISEMENT
વૈભવ સૂર્યવંશી શ્રીલંકાના ખેલાડીને માર્યો ધક્કો
સોમવારે મેચ પછી વૈભવ સૂર્યવંશી ગુસ્સે ભરાયો અને મેચના છેલ્લા બોલ પર શ્રીલંકાના ખેલાડી સાથે ટકરાયો હતો. સુપર ઓવરના છેલ્લા બોલ પર ભારતને 8 રનની જરૂર હતી, પરંતુ મથુલને વૈભવને એક પરફેક્ટ યોર્કર ફેંક્યો, જેના પછી તે જસ્ન મનાવવા લાગ્યો તેના સાથી ખેલાડીઓ પણ તેમાં જોડાયા. તે સ્પષ્ટ નથી કે વૈભવ ઉજવણીથી નાખુશ હતો કે મથુલનની કોઇ હરકતથી.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ ક્રિકેટ / 14, 44, 21... IPLમાંથી બહાર આવતાં જ વૈભવ સૂર્યવંશીનું બેટ થઈ ગયું ખામોશ
ADVERTISEMENT
જેના કારણે તેણે મેચ સમાપ્ત થયા પછી તરત જ ખેલાડીઓ સાથે વાત કરતો જોવા મળ્યો. દરમિયાન શ્રીલંકાના એક ખેલાડી અને વૈભવે એકબીજાને ધક્કો માર્યો, જેના કારણે શ્રીલંકાના ખેલાડીઓએ તેમને અલગ કરવા પડ્યા. જોકે વૈભવ ખૂબ ગુસ્સે દેખાયો અને મેદાન છોડીને જતાની સાથે જ તેણે પોતાની નારાજગી વ્યક્ત કરી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.