બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:47 PM, 15 June 2026
Rajasthan Churu Video: રાજસ્થાનના ચુરુમાં રેતીનું જોરદાર તોફાન આવ્યુ હતું. જેનાથી સમગ્ર વિસ્તાર ઘેરાઈ ગયો છે. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
રાજસ્થાનના ચુરુમાં આજે બપોરે વાવાઝોડાને કારણે આકાશ આખુ રેતીથી ભરાઇ ગયુ હતું. ધૂળના ગોટેગોટા આકાશમાં જોવા મળ્યા હતા. જેના કારણે વિજિબિલિટી ઘટીને શૂન્ય નજીક પહોચી ગઇ હતી. અને દિવસમાં પણ અંધારુ થઇ ગયુ હોય તેવુ લાગતુ હતું.
ADVERTISEMENT
ચુરુમાં રેતીનું તોફાન
ADVERTISEMENT
આ અચાનક રેતીના તોફાનને કારણે ટ્રાફિક સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો. કાર ચાલકોએ દિવસ દરમિયાન પણ પોતાની હેડલાઇટ ચાલુ કરવી પડી. જોરદાર વાવાઝોડાને કારણે બજારમાં અફરા-તફરી મચી ગઇ હતી. અને લોકો સલામત સ્થાને જવા માટે દોડતા જોવા મળ્યા હતા.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ જયપુર / VIDEO: કોંકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર અભિજીત દીપક પર હુમલો, લોકોએ માર માર્યો
વધતા તાપમાનને કારણે હવામાનમાં ફેરફાર
ADVERTISEMENT
હવામાનશાસ્ત્રીઓના મતે તાપમાનમાં અચાનક વધારો અને સ્થાનિક નીચા દબાણવાળા વિસ્તારને કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. આ રેતીના તોફાન પછી શહેરમાં જોરદાર ઠંડા પવનો ફૂંકાયા છે, જેનાથી તીવ્ર ગરમીથી પરેશાન લોકોને થોડી રાહત મળી છે, પરંતુ સામાન્ય જનજીવનમાં અસ્તવ્યસ્ત થઇ ગયુ હતું.
હવામાનને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે લોકોને બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.