બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:51 PM, 15 June 2026
ત્રિકોણીય સીરીઝની ચોથી મેચમાં ઈન્ડિયા A અને શ્રીલંકા A ટીમો આમને-સામને ટકરાઈ હતી. આ મેચ દાંબુલાના રંગીરી દાંબુલા ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. જેમાં શ્રીલંકા A એ સીરીઝની ચોથી મેચમાં સુપર ઓવરમાં ભારતને હરાવ્યું છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા 49.2 ઓવરમાં 265 રન બનાવ્યા. જ્યારે શ્રીલંકા 50 ઓવરમાં ફક્ત 265 રન જ બનાવી શક્યું.
ADVERTISEMENT
આ મેચમા શ્રીલંકાએ સુપર ઓવરમાં 17 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ ભારતીય ટીમ ફક્ત 9 રન જ બનાવી શકી. આ મેચ બાદ વૈભવ અને શ્રીલંકાના પ્લેયર્સ વચ્ચે ઝઘડો થયો હતો. ત્રિ-રાષ્ટ્ર A સીરીઝમાં ભારત Aનો આ સતત બીજી હાર છે, જે અગાઉ અફઘાનિસ્તાન સામે હારી થઇ હતી.
ADVERTISEMENT
What a thriller in Dambulla! 🔥
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) June 15, 2026
Sri Lanka ‘A’ and India ‘A’ battled right down to the final ball, with the match ending in a tie after an intense contest. The drama continued in the Super Over, where Sri Lanka ‘A’ held their nerve to seal a memorable victory! 🇱🇰💪#SLvIND… pic.twitter.com/oZ3EaV9ClR
ADVERTISEMENT
સુપર ઓવરમાં શ્રીલંકા તરફથી બેટિંગ કરવા માટે અવિષ્કા ફર્નાન્ડો અને સહાન મેદાનમાં ઉતર્યા હતા. સહાન પહેલા બોલે બે રન બનાવ્યા. બીજો બોલ વાઈડ હતો જેમાં બે રન બન્યા હતા. ત્રીજા બોલ પર બે રન આવ્યા હતા. ચોથા બોલ પર ત્રણ રન બન્યા. પાંચમા બોલ પર એક સિક્સર વાગી હતી. છઠ્ઠો બોલ નો-બોલ હતો ત્યારબાદ ફ્રી હિટ પર એક રન મારવામાં આવ્યો હતો.

ADVERTISEMENT
સુપર ઓવરમાં ભારત તરફથી શેડગે અને વૈભવ સૂર્યવંશી આવ્યા હતા. જેમાં સૂર્યવંશીએ પહેલા બોલ પર બે રન લીધા હતા. બીજા બોલ પર કોઈ રન નહોતો આવ્યો. . ત્રીજા બોલ પર એક રન આવ્યો હતો. ચોથા બોલ પર બે રન આવ્યા હતા. વૈભવ સૂર્યવંશીએ પાંચમા બોલ પર ચોગ્ગો ફટકાર્યો. છેલ્લા બોલ પર એક રન આવ્યો હતો.
ADVERTISEMENT
ઈન્ડિયા A ની પ્લેઈંગ ઈલેવન: વૈભવ સૂર્યવંશી, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), નિશાંત સિંધુ, રુતુરાજ ગાયકવાડ, તિલક વર્મા (કેપ્ટન), આયુષ બદોની, સૂર્યાંશ શેડગે, અરશદ ખાન, વિપ્રજ નિગમ, અનુકુલ રોય અને યશ ઠાકુર.
શ્રીલંકા A ની પ્લેઈંગ ઈલેવન: નિરોશન ડિકવેલા (વિકેટકીપર), અવિષ્કા ફર્નાન્ડો, અહાન વિક્રમસિંઘે, સમરવિક્રમા, સહાન અરાચિગે (કેપ્ટન), વાનુજા સહાન, વિજયકાંત વ્યાસકાન્ત, વિશેન હલંબગે, કુગાથાસ માથુલન, ચમિકા ગુણશેકરા, મહોમ્મ સિરાજ
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.