બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગાંધીનગરના સમાચાર / ગુજરાતમાં ચોમાસું મોડું બેસશે, સ્કાઈમેટે આપી મોડા વરસાદની ચેતવણી

photo-story

5 ફોટો ગેલેરી

ચોમાસાની આગાહી / ગુજરાતમાં ચોમાસું મોડું બેસશે, સ્કાઈમેટે આપી મોડા વરસાદની ચેતવણી

Last Updated: 12:40 PM, 16 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Skymet Monsoon Forecast : ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીમાં વિલંબની શક્યતા, સ્કાઈમેટે વ્યક્ત કરી ચિંતા, જાણો લેટેસ્ટ આગાહી

1/5

photoStories-logo

1. પશ્ચિમ તટ પર ચોમાસાની ગતિ ધીમી

ગુજરાતમાં ચોમાસાની આતુરતાથી રાહ જોતા લોકો માટે હાલમાં ચિંતાજનક સંકેતો સામે આવ્યા છે. હવામાન સંસ્થા સ્કાઈમેટના જણાવ્યા મુજબ પશ્ચિમ તટ પર ચોમાસાની ગતિ ધીમી પડી ગઈ છે, જેના કારણે ગુજરાતમાં વરસાદની નિયમિત શરૂઆત મોડેથી થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. એક જ વિસ્તારમાં સ્થિર થઈ ગયું ચોમાસું

સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન ચોમાસું ઝડપથી આગળ વધતું હોય છે, પરંતુ હાલની પરિસ્થિતિમાં તે એક જ વિસ્તારમાં સ્થિર થઈ ગયું હોવાનું નિષ્ણાતોનું માનવું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. શું છે સ્કાઈમેટની આગાહી ?

સ્કાઈમેટના આગાહીકાર મહેશ પલાવતના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્ર તરફથી મળતી અનુકૂળ હવામાની સ્થિતિ નબળી પડતાં ચોમાસાની પ્રગતિ પર અસર જોવા મળી રહી છે. પરિણામે મુંબઈ સહિત પશ્ચિમ કિનારાના વિસ્તારોમાં પણ ચોમાસું અપેક્ષિત સમય કરતાં પાછળ ચાલી રહ્યું છે. જો મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી મોડેથી થાય, તો તેની સીધી અસર ગુજરાત પર પણ જોવા મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. 25 જૂન પછી જ મુંબઈ અને ત્યારબાદ ગુજરાતમાં વરસાદ ?

હાલની સ્થિતિને ધ્યાનમાં રાખતાં નિષ્ણાતોનું માનવું છે કે, 25 જૂન પછી જ મુંબઈ અને ત્યારબાદ ગુજરાતમાં વરસાદી પ્રવૃત્તિઓમાં વધારો થવાની શક્યતા છે. આ કારણે ખેડૂતો, જળાશયો અને વરસાદ પર આધારિત વિવિધ ક્ષેત્રોમાં ચિંતા વધી રહી છે. જોકે હવામાન એક સતત બદલાતી પ્રક્રિયા હોવાથી આગામી દિવસોમાં પરિસ્થિતિમાં ફેરફાર થવાની શક્યતા પણ નકારી શકાય નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. વરસાદ માટે હજી રાહ જોવી પડશે ?

હવામાન વિભાગ અને ખાનગી આગાહી સંસ્થાઓ સતત ચોમાસાની ગતિવિધિઓ પર નજર રાખી રહી છે. આગામી દિવસોમાં બનેલી હવામાની પરિસ્થિતિઓના આધારે વરસાદ અંગે વધુ સ્પષ્ટ ચિત્ર સામે આવશે. હાલ માટે ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર અને વ્યાપક શરૂઆત માટે થોડો વધુ સમય રાહ જોવી પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Skymet Forecast Gujarat Rain Forecast Gujarat Monsoon
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ