બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:06 PM, 16 June 2026
મહારાષ્ટ્રના નાગપુરથી એક રુવાટા કંમ્પી જાય તેવી ઘટના સામે આવી છે. ભારતીય વાયુસેના (IAF) અધિકારીની 24 વર્ષીય પત્ની પર કથિત બળાત્કાર અને બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવાનો કેસ નોંધવામાં આવ્યો છે. પીડિતા (હિન્દુ મહિલા) એ પોલીસને જણાવ્યું કે ફેબ્રુઆરી 2025 માં, અયાઝ તાજ મદારે નામના એક મુસ્લિમ સહાધ્યાયીએ જમીનનો પ્લોટ ખરીદવાના બહાને તેની સાથે સંપર્ક શરૂ કર્યો હતો. તેણે મહિલાને વર્ધા રોડ પરની એક હોટલમાં મળવા આમંત્રણ આપ્યું, જ્યાં તેને કથિત રીતે નશીલો જ્યૂસ પીવા માટે મજબૂર કરવામાં આવ્યો. મહિલાનો આરોપ છે કે, બેભાન હાલતમાં તેની સાથે રેપ કરવામાં આવ્યો હતો અને તેના છેડતી કરનારા ફોટા અને વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
શું છે મામલો?
પીડિતાના જણાવ્યા મુજબ, ઘટના બાદ આરોપી મહિલાને તેનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને સતત બ્લેકમેલ કરતો રહ્યો. આ ડરનો લાભ લઈને, તેણે તેનું અનેક વખત યૌન શોષણ કર્યું અને અલગ-અલગ હપ્તામાં તેની પાસેથી લગભગ 3.09 લાખ રુપિયા પડાવી લીધા. મહિલાનો એવો પણ આરોપ છે કે, આરોપીએ તેના પર ધર્મ પરિવર્તન કરવા દબાણ કર્યું.
ADVERTISEMENT
In Nagpur, a married woman accused redical Islamists Ayaz Madar and Amir Sheikh of calling her to a hotel,
— सकल हिंदू समाज मुंबई 🚩 (@Sakalhindu_) June 15, 2026
giving her an intoxicating substance, blackmailing her, demanding ₹300,000, and pressuring her to convert her religion.
Following her complaint, the police arrested… pic.twitter.com/QA3DogDrli
આ સમય દરમિયાન તેણે નાગપુર નજીકના કાલમેશ્વર વિસ્તારમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેણે અન્ય લોકોની હાજરીમાં ગુપ્ત વિધિઓ કરવા અને "ઘૃણાસ્પદ કૃત્યો" સહન કરવા માટે કહેવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં, મહિલા ગભરાયેલી દેખાય છે અને ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાતા બેશરમ યુવક દ્વારા તેને છોડી દેવાની વિનંતી કરતી જોવા મળે છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ભારતમાં ટેલિગ્રામ પર અસ્થાયી રૂપે પ્રતિબંધ, NEET પુનઃપરીક્ષા પહેલાં કેન્દ્ર સરકારનું મોટું પગલું
પોલિસે શરુ કરી કાર્યવાહી
ADVERTISEMENT
આ ઘટનાથી મહિલા ખૂબ જ હચમચી ગઈ હતી, થોડા દિવસો પહેલા જ્યારે તેનો પતિ - એક એર ફોર્સમાં ઓફિસર છે, ઘરે પાછો ફર્યો, ત્યારે તેણે તેને આખી ઘટના કહી. ત્યારબાદ, દંપતીએ સોનેગાંવ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી અને ફરિયાદ નોંધાવી. પોલીસે મુખ્ય આરોપી, અયાઝ તાજ મદારે અને તેના સાથી, અમીન શેખની ધરપકડ કરી છે. કોર્ટે બંનેને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે.દરમિયાન, ત્રીજા આરોપીને શોધવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. પોલીસે આરોપી વિરુદ્ધ રેપ, જબદસ્તી વસૂલી, ધર્મ પરિવર્તનનો પ્રયત્ન અને અંધશ્રદ્ધા વિરોધી કાયદાના ઉલ્લંઘન સહિત વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.