બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:58 AM, 12 June 2026
શુક્રવારે સોના અને ચાંદીના ભાવમાં મોટો વધારો જોવા મળ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોના અને ચાંદી બંને મજબૂત વધારા સાથે ઓપન થયા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે સંભવિત શાંતિ કરારની શક્યતાના લીધે ડોમેસ્ટિક માર્કેટમાં ખરીદીને વેગ મળ્યો છે. MCX ગોલ્ડ ફ્યુચર 1663 રૂપિયા કે 1.11% વધીને 1,50,595 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ઓપન થયું છે. જે ગત ટ્રેડિંગ સેશનમાં 1,48,932 રૂપિયા પર બંધ થયું હતું. MCX સિલ્વર 3123 રૂપિયા અથવા 1.30% વધીને 2,42,776 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયુ છે.
ADVERTISEMENT
ડોમેસ્ટિક માર્કેટમાં વધારા છતાં ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનાના ભાવ દબાણ હેઠળ રહ્યા છે. સ્પોટ ગોલ્ડ 0.5% ઘટીને 4,191 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચ્યો છે. આ અઠવાડિયે સોનામાં લગભગ 3.2% ઘટાડો થવાની શક્યતા છે. તો સ્પોટ સિલ્વર 0.4% ઘટીને 67.10 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચ્યો છે. આ સાથે યુએસ ગોલ્ડ ફ્યુચર્સમાં 2.4%નો વધારો નોંધાયો છે.
ADVERTISEMENT
ગુરુવારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે લશ્કરી કાર્યવાહી અટકાવવાનો સંકેત આપ્યો હતો અને જણાવ્યું હતું કે, યુએસ અને ઈરાન આ અઠવાડિયાના અંત સુધીમાં શાંતિ કરાર પર સાઈન કરી શકે છે. જો આવું થાય તો હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણરીતે ફરી ખુલી શકે છે, જેનાથી વૈશ્વિક એનર્જી સપ્લાયમાં રાહત મળશે. આથી જ ડોમેસ્ટિક રોકાણકારોએ ઘટાડા બાદ સોના અને ચાંદી ખરીદવાનું શરૂ કર્યું હતું.

ADVERTISEMENT
એક્સપર્ટ અનુસાર, મિડલ ઇસ્ટમાં કોન્ફ્લીક્ટ દરમિયાન ક્રૂડ ઓઇલના ઊંચા ભાવે મોંઘવારી વધવાનો ભય ઉભો કર્યો છે. આથી માર્કેટ અપેક્ષા રાખે છે કે યુએસ ફેડરલ રિઝર્વ આ વર્ષે વ્યાજ દરમાં વધારો કરશે. CME ફેડવોચ અનુસાર, ડિસેમ્બર સુધીમાં ફેડ રેટમાં વધારો થવાની 60% સંભાવના છે.
ADVERTISEMENT
ઊંચા વ્યાજ દર સોના માટે ખરાબ માનવામાં આવે છે, કેમ કે સોનું કોઈ વ્યાજ આપતું નથી. ગોલ્ડ ETF માં પણ આઉટફ્લો જોવા મળ્યો છે. જેમાં વિશ્વના સૌથી મોટા ગોલ્ડ ETF, SPDR ગોલ્ડ ટ્રસ્ટના હોલ્ડિંગ્સમાં પણ ઘટાડો થયો છે. ફંડ હોલ્ડિંગ્સ 0.3% ઘટીને 923.89 ટન થયું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
એક્સપર્ટ અનુસાર, વર્તમાન સ્તરે સોના અને ચાંદી માટે ખરીદીની રણનીતિ અપનાવી શકાય છે. છેલ્લા અમુક દિવસોમાં મોટા ઘટાડા બાદ સોનામાં હવે રિકવરીના સંકેતો જોવા મળી રહ્યા છે. છતાં યુએસ-ઈરાન વાટાઘાટો, ક્રૂડ ઓઈલના ભાવ અને યુએસ વ્યાજ દરો અંગેના સંકેતો ભવિષ્યની દિશા નક્કી કરશે.
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.