બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / આજે શુક્ર પ્રદોષ વ્રત પર સાંજે કયા સમયે કરવી પૂજા? જાણો પૂજા મુહૂર્ત વિષે

photo-story

5 ફોટો ગેલેરી

ધર્મ / આજે શુક્ર પ્રદોષ વ્રત પર સાંજે કયા સમયે કરવી પૂજા? જાણો પૂજા મુહૂર્ત વિષે

Last Updated: 08:05 AM, 12 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હિંદુ ધર્મમાં શુક્ર પ્રદોષ વ્રતનું આગવું મહત્વ છે. આ દિવસ ભગવાન શંકરને સમર્પિત છે અને આજે તેમની પૂજા કરવાથી વિશેષ આશીર્વાદ મળે છે.

1/5

photoStories-logo

1. શુક્ર પ્રદોષ વ્રત

આજે અધિક માસનો શુક્ર પ્રદોષ વ્રતનો દિવસ છે. પ્રદોષ વ્રત ભગવાન શંકરને સમર્પિત છે. પ્રદોષ વ્રતને ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે એક ખાસ દિવસ માનવામાં આવે છે. પ્રદોષ વ્રત રાખવાથી ભગવાન શંકરને પ્રસન્ન થાય છે અને જીવનની દરેક મુશ્કેલીઓ દૂર થાય છે. આ વ્રતના પુણ્ય પ્રભાવ અને શંકરના આશીર્વાદ મૃત્યુ બાદ મોક્ષ આપે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. પ્રદોષ કાળનું મહત્વ

પ્રદોષ વ્રત દરમિયાન પ્રદોષ કાળનું આગવું મહત્વ છે. કેમ કે, આ વ્રત દરમિયાન ભગવાન શંકરની પૂજા કરવામાં આવે છે. પ્રદોષ કાળ દરમિયાન ભગવાન શંકરની પૂજા કરવાથી વિશેષ લાભ મળે છે. માન્યતા અનુસાર, ત્રયોદશી તિથિના પ્રદોષ કાળ દરમિયાન ભગવાન શંકર કૈલાશ પર આનંદમય મુદ્રામાં તાંડવ નૃત્ય કરે છે. આ આનંદમય મુદ્રાને કારણે પ્રદોષ કાળ દરમિયાન ભગવાન શંકર પોતાના ભક્તો પર વિશેષ આશીર્વાદ વરસાવે છે. તો ચાલો જાણીએ કે આજે સાંજે પ્રદોષ કાળ દરમિયાન ભગવાન શિવની પૂજા કરવાનો સમય કયો હશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. શુક્ર પ્રદોષ વ્રત પૂજા મુહૂર્ત

આ શુક્ર પ્રદોષ વ્રતમાં જાતકોને ભગવાન શંકરની પૂજા કરવા માટે કુલ1 કલાક અને 44 મિનિટનો સમય મળશે. આજે પ્રદોષ કાળ દરમિયાન પૂજાનો શુભ સમય સાંજે 07:36 વાગ્યે શરૂ થશે અને રાત્રે 9:20 વાગ્યા સુધી ચાલશે. ધાર્મિક પરંપરાઓ મુજબ આ દરમિયાન સૂર્યાસ્ત બાદ પ્રદોષ વ્રત દરમિયાન પૂજા કરવી ખાસ ફળદાયી મનાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. શુક્ર પ્રદોષ વ્રતની પૂજા વિધિ

શુક્ર પ્રદોષ વ્રત રાખનારા જાતકોએ સવારે પહેલા સ્નાન કરવું. પછી ભગવાન શંકરનું ધ્યાન કરીને સંકલ્પ લેવો જોઈએ. શિવલિંગને જળ અર્પણ કરવું. સાંજે પ્રદોષ કાળ દરમિયાન ભગવાન શંકરની પૂજા કરવી જોઈએ. જેમાં શિવલિંગને જળ, દૂધ, દહીં, ઘી, મધ અને ગંગાજળથી અભિષેક કરવો જોઈએ. બાદમાં બિલીપત્ર, ધતુરા, ચંદન અને ફૂલો અર્પણ કરવા. પૂજા દરમિયાન “ॐ नमः शिवाय”" અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવા જોઈએ. આ દરમિયાન શુક્ર પ્રદોષ વ્રતની કથાનો પાઠ કરો. છેલ્લે આરતી સાથે પૂજાનું સમાપન કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Adhika Mas Hinduism Pradosh Vrat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ