બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ પ્લેન ક્રેશમાં ફાયર બ્રિગેડની ફાયર ફાઈટ ક્યારેય નહીં ભૂલાય, જુઓ અવિસ્મરણીય બહાદુરી

Ahmedabad Plane Crash / અમદાવાદ પ્લેન ક્રેશમાં ફાયર બ્રિગેડની ફાયર ફાઈટ ક્યારેય નહીં ભૂલાય, જુઓ અવિસ્મરણીય બહાદુરી

Nidhi Panchal

Last Updated: 12:12 AM, 12 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ પ્લેન ક્રેશની દુઃખદ ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે, પરંતુ તે દિવસની યાદો હજુ પણ શહેરના મનમાં તાજી છે. દુર્ઘટનાના સમયે અમદાવાદ ફાયર બ્રિગેડે જે રીતે મોરચો સંભાળ્યો હતો, તે આજે પણ બહાદુરી અને ફરજનિષ્ઠાનું પ્રતીક માનવામાં આવે છે

12 જૂન 2025નો દિવસ કોઈ અમદાવાદી ક્યારેય ભૂલી શકે તેમ નથી. એરપોર્ટ નજીક થયેલા ભયાનક પ્લેન ક્રેશની દુઃખદ ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. સેંકડો લોકોના જીવ અધ્ધર કરી દેનારી આ ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી નાખ્યું હતું. આ દુર્ઘટનામાં અનેક પરિવારોને અપૂરણીય નુકસાન સહન કરવું પડ્યું હતું, જ્યારે સમગ્ર અમદાવાદ શોકમાં ગરકાવ થઈ ગયું હતું.

10

ફાયર બ્રિગેડે જે રીતે મોરચો સંભાળ્યો

આ દુર્ઘટનાના સમયે અમદાવાદ ફાયર બ્રિગેડે જે રીતે મોરચો સંભાળ્યો હતો, તે આજે પણ બહાદુરી અને ફરજનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવે છે. 12 જૂનની બપોરે 1:38 વાગ્યે આવેલા એક ફોન કોલે આખા અમદાવાદ ફાયર વિભાગને હલાવી દીધું હતું. પહેલો કોલ ફાયર કંટ્રોલ રૂમમાં રણક્યો અને લગભગ તે જ સમયે નરોડા ફાયર સ્ટેશનની હોટલાઇન પર મેસેજ આવ્યો કે એરપોર્ટ નજીકની એક સાઇટ પર પ્લેન ક્રેશ થયું છે.

વિલંબ કર્યા વિના ઘટનાસ્થળ તરફ દોડ લગાવી

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નરોડા ફાયર સ્ટેશનની ટીમે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના ઘટનાસ્થળ તરફ દોડ લગાવી હતી. રસ્તામાં જ અધિકારીઓને સમજાઈ ગયું હતું કે આ કોઈ સામાન્ય આગની ઘટના નથી, પરંતુ અત્યંત ગંભીર અને મોટા પાયાની દુર્ઘટના છે.

Plane-Crash

ઘટનાસ્થળે પહોંચી ત્યારે દૃશ્ય અત્યંત ભયાનક

જ્યારે ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે દૃશ્ય અત્યંત ભયાનક હતું. વિમાનના ટુકડે-ટુકડા થઈ ગયા હતા અને ચારે તરફ ધુમાડાના ગોટેગોટા ઊઠી રહ્યા હતા. વિમાનમાં ભરેલું વધુ પડતું ફ્યુઅલ આગને વધુ વિકરાળ બનાવી રહ્યું હતું. ઘટનાસ્થળે પહોંચ્યા બાદ પણ એક પછી એક પ્રચંડ બ્લાસ્ટ થતા રહ્યા હતા, જેના કારણે બચાવ અને આગ બુઝાવવાની કામગીરી અત્યંત જોખમી બની ગઈ હતી.

સર્જાઈ ગઈ હોય તેવું દૃશ્ય જોવા મળતું

આગની જ્વાળાઓ એટલી તીવ્ર હતી કે સમગ્ર બિલ્ડિંગ પર જાણે ‘ફાયર વોલ’ સર્જાઈ ગઈ હોય તેવું દૃશ્ય જોવા મળતું હતું. ભારે ગરમી, સતત થતા વિસ્ફોટો અને ધુમાડા વચ્ચે પણ ફાયર બ્રિગેડના જવાનોએ હિંમત હાર્યા વગર કામગીરી ચાલુ રાખી હતી. પોતાના જીવના જોખમે તેમણે આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

વ્યવસાયિક કુશળતા, ઝડપ અને બહાદુરીનું પ્રદર્શન

આ મહા-ઓપરેશન દરમિયાન ફાયર વિભાગના જવાનોએ અદમ્ય વ્યવસાયિક કુશળતા, ઝડપ અને બહાદુરીનું પ્રદર્શન કર્યું હતું. તેમની સમયસરની કાર્યવાહી અને સંકલનના કારણે અનેક લોકોના જીવ બચાવી શકાયા હતા. દુર્ઘટનાની ગંભીરતા વચ્ચે પણ તેમણે પોતાની ફરજને સર્વોચ્ચ સ્થાન આપીને કામ કર્યું હતું.

આ પણ વાંચો : એક એવો ઘા.., જે ક્યારેય નહીં રૂઝાય! કોઈએ દીકરો-દીકરી ગુમાવ્યા તો કોઈએ માતા-પિતા

આ ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું છે, પરંતુ 12 જૂનની તે બપોર હજુ પણ અનેક લોકોની યાદોમાં જીવંત છે. પ્લેન ક્રેશ બાદનું ભયાનક દૃશ્ય, આગની વિકરાળ જ્વાળાઓ અને બચાવ કામગીરીમાં જોડાયેલા જવાનોની બહાદુરી આજે પણ લોકો યાદ કરે છે. અમદાવાદ ફાયર બ્રિગેડના જવાનોનું યોગદાન આ દુર્ઘટનાના ઇતિહાસમાં હંમેશા યાદ રાખવામાં આવશે. એક વર્ષ પછી પણ 12 જૂનની આ દુઃખદ ઘટના અમદાવાદના હૃદયમાં તાજી છે અને તે દિવસની યાદો આજે પણ અનેક લોકોને ભાવુક બનાવી દે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Plane Crash Rescue Operation Fire Brigade
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ