બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ''આ બાબતે હું કોઇ જ કોમેન્ટ...'', પીડિત પરિવારને લઇ શું કહ્યું ઋષભ રૂપાણીએ?

Ahmedabad plan crash / ''આ બાબતે હું કોઇ જ કોમેન્ટ...'', પીડિત પરિવારને લઇ શું કહ્યું ઋષભ રૂપાણીએ?

Nidhi Panchal

Last Updated: 12:35 AM, 12 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ વિમાન દુર્ઘટનાની પ્રથમ વરસી પૂર્વે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણીએ ભાવુક શબ્દોમાં પોતાના પિતાને અને દુર્ઘટનામાં જીવ ગુમાવનારા તમામ લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેમણે જણાવ્યું કે વિજયભાઈના વિચારોને સમાજ સુધી પહોંચાડવી એ જ તેમના માટે સાચી શ્રદ્ધાંજલિ છે.

આવતીકાલે અમદાવાદ વિમાન દુર્ઘટનાના એક વર્ષ પૂર્ણ થશે, ત્યારે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના દીકરા ઋષભે વિજયભાઈ સહિત દુર્ઘટનામાં જીવ ગુમાવનારા તમામ લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે. આ દરમિયાન ઋષભ રૂપાણીએ જણાવ્યું હતું કે વિજયભાઈના વિચારોને સમાજમાં વધુ વ્યાપક રીતે ફેલાવવા અને લોકો સુધી પહોંચાડવા એ જ તેમના માટે સાચી શ્રદ્ધાંજલિ છે. તેમણે કહ્યું કે માત્ર સ્મરણો સુધી સીમિત રહેવાને બદલે તેમના વિચારો અને મૂલ્યોને જીવંત રાખવા માટે સતત કાર્ય કરવું જરૂરી છે.

Plane-Crash

ઋષભ રૂપાણીએ જણાવ્યું કે આ દિશામાં પૂજિત રૂપાણી ટ્રસ્ટ સાથે જોડાયેલા તમામ લોકો મળીને વિજયભાઈ રૂપાણીના વિચારોને આગળ વધારશે અને સમાજને માર્ગદર્શન આપવાનું કાર્ય કરશે. તેમણે જણાવ્યું કે ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવાકીય અને જનકલ્યાણના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેથી સમાજના વધુમાં વધુ લોકોને તેનો લાભ મળી શકે.

Vijay-Rupani-Death

આ આયોજનના ભાગરૂપે 13 જૂનના રોજ કિડની રોગ અંગે જાગૃતિ અને માર્ગદર્શન માટે વિશેષ સેમિનાર યોજવામાં આવશે. આ ઉપરાંત 14 જૂનના રોજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લોકો મફત આરોગ્ય તપાસ અને તબીબી માર્ગદર્શન મેળવી શકશે. ઋષભ રૂપાણીએ જણાવ્યું કે આ કાર્યક્રમો માત્ર એક યાદગાર પ્રસંગ નહીં પરંતુ સમાજસેવાના સંકલ્પને આગળ વધારવાના પ્રયાસો છે.

વિજયભાઈ રૂપાણીની સ્મૃતિમાં વિવિધ સેવાકીય કાર્યો

તેમણે વધુમાં જણાવ્યું કે વિજયભાઈ રૂપાણીની સ્મૃતિમાં વિવિધ સેવાકીય કાર્યો પણ હાથ ધરવામાં આવશે. સમાજને ઉપયોગી બને તેવી પ્રવૃત્તિઓ દ્વારા તેમના જીવનમૂલ્યો અને જનસેવાના વિચારોને આગળ વધારવાનો પ્રયાસ કરવામાં આવશે. ઋષભના જણાવ્યા મુજબ વિજયભાઈ હંમેશા લોકોની સેવા અને સમાજના વિકાસ માટે કાર્યરત રહ્યા હતા, તેથી તેમની યાદમાં પણ સેવાકીય કાર્યોને જ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો : એક એવો ઘા.., જે ક્યારેય નહીં રૂઝાય! કોઈએ દીકરો-દીકરી ગુમાવ્યા તો કોઈએ માતા-પિતા

આ દરમિયાન બહેન દ્વારા લખાયેલા પત્ર અંગે પૂછવામાં આવતા ઋષભ રૂપાણીએ સંયમભર્યો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે કંપની તમામ લોકોને લીગલ પ્રક્રિયા સંબંધિત કામ માટે ઈ-મેલ કરે છે અને તેમની બહેને પણ કંપનીને ઈ-મેલ કર્યો છે. એરલાઈન્સ કંપનીએ તેના જવાબમાં શું કહ્યું છે તે તમામ લોકો જાણે છે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું કે આ એક પીડિત પરિવાર અને કંપની વચ્ચેની વાતચીતનો વિષય છે અને તેથી તેઓ આ મુદ્દે વધુ કોઈ ટિપ્પણી કરવા માંગતા નથી. તેમણે સમગ્ર મામલે મર્યાદા જાળવવાની અને પરિવારની લાગણીઓનું સન્માન કરવાની અપીલ પણ કરી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Plane Crash Vijay Rupani Rishabh Rupani
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ