ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / એક એવો ઘા.., જે ક્યારેય નહીં રૂઝાય! કોઈએ દીકરો-દીકરી ગુમાવ્યા તો કોઈએ માતા-પિતા

Ahmedabad plan crash / એક એવો ઘા.., જે ક્યારેય નહીં રૂઝાય! કોઈએ દીકરો-દીકરી ગુમાવ્યા તો કોઈએ માતા-પિતા

Published By: Nidhi Panchal

Last Updated: 12:00 AM, 12 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બરાબર એક વર્ષ પહેલા અમદાવાદે એવી દુર્ઘટના જોઈ હતી, જેણે સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. સપનાઓ અને આશાઓ લઈને ઉડાન ભરેલું વિમાન પળવારમાં કાળના ગ્રાસમાં સમાઈ ગયું હતું.

ADVERTISEMENT

આજથી એક વર્ષ પહેલા, આજ દિવસે આકાશમાં ઉડતું એ પંખી સપનાઓ ભણી પાંખો ફફડાવી રહ્યું હતું. ત્યારે કોઈને અંદાજ પણ ન હતો કે કાળ અધવચ્ચે જ શિકાર કરવા ટાંપીને બેઠો છે. સેંકડો મુસાફરોની આંખોમાં ઉત્સાહ હતો. કોઈ વિદેશની ધરતીને અડવા જઈ રહ્યું હતું, કોઈ પોતાના વ્હાલસોયાને ભેટી પડવાની આતુરતામાં હતું, તો કોઈ ભવિષ્યના આશાસ્પદ અરમાનોને પૂરા કરવાની દિશામાં આગળ વધી રહ્યું હતું. દરેક મુસાફરના મનમાં નવા સપનાઓ હતા, નવી આશાઓ હતી અને જીવનને વધુ સુંદર બનાવવાના અનેક વિચારો હતા.

plan-crash-2

સામાન્ય દિવલોની જેમ

એ દિવસ અન્ય સામાન્ય દિવસોની જેમ જ શરૂ થયો હતો. એરપોર્ટ પર ચહલપહલ હતી. મુસાફરો પોતાના સામાન સાથે સફરની તૈયારીમાં હતા. કોઈ પરિવારજનોને વિદાય આપી રહ્યું હતું તો કોઈ ખુશીના આંસુઓ સાથે પોતાના પ્રિયજનોને અલવિદા કહી રહ્યું હતું. દરેકના ચહેરા પર એક અલગ જ ચમક હતી. કોઈને કલ્પના પણ ન હતી કે થોડા જ સમય બાદ આ ખુશીઓનું વાતાવરણ એક ભયાનક દુર્ઘટનામાં ફેરવાઈ જવાનું છે.

વિમાને ઉડાન ભરી

વિમાને ઉડાન ભરી અને આકાશ તરફ આગળ વધ્યું. જમીન પર ઉભેલા લોકો પણ તેને નિહાળી રહ્યા હતા. પરંતુ વિધાતાના લેખ કંઈક જુદા જ હતા. સમયના ચક્રે એવી કરુણ વળાંક લીધી કે જેણે પળવારમાં બધું બદલી નાંખ્યું. અચાનક આકાશમાં કાળનો લિસોટો પડ્યો. આખું વિમાન ધ્રૂજી ઉઠ્યું. કોઈને કંઈ સમજાય તે પહેલાં જ પરિસ્થિતિ ગંભીર બની ગઈ.

કાળઝાળ આક્રંદ અને ચીસોમાં ફેરવાઈ ગયું

મુસાફરોના હોઠ પર રહેલું સ્મિત પળવારમાં કાળઝાળ આક્રંદ અને ચીસોમાં ફેરવાઈ ગયું. જે લોકો થોડા સમય પહેલાં પોતાના સપનાઓ વિશે વિચારી રહ્યા હતા, તેઓ અચાનક જીવન અને મૃત્યુ વચ્ચેના સંઘર્ષમાં ફસાઈ ગયા. વિમાનની અંદર ગભરાટનો માહોલ સર્જાયો. દરેક વ્યક્તિ સુરક્ષિત રહેવાની આશા સાથે પ્રાર્થના કરી રહી હતી. પરંતુ કાળનો નિર્ણય કંઈક બીજું જ હતો.

ahmedabad-plane-crash

એક એવી ઘટના

અને પછી અમદાવાદની ધરતીએ જોયો ક્યારેય ન જોયેલો મંઝર. એક એવી ઘટના, જેણે માત્ર અમદાવાદને જ નહીં પરંતુ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો. દુર્ઘટના બાદ ચારેબાજુ અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો. ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઊઠવા લાગ્યા. લોકોમાં ભય અને ચિંતાનો માહોલ છવાઈ ગયો. બચાવ કામગીરી માટે તાત્કાલિક તંત્ર, ફાયર બ્રિગેડ, પોલીસ અને વિવિધ રાહત ટીમો ઘટનાસ્થળે દોડી આવી.

ઘટનાસ્થળ પર જે દૃશ્યો જોવા મળ્યા તે અત્યંત હૃદયદ્રાવક

ઘટનાસ્થળ પર જે દૃશ્યો જોવા મળ્યા તે અત્યંત હૃદયદ્રાવક હતા. અનેક પરિવારો માટે આ દિવસ જીવનભરનું દુઃખ લઈને આવ્યો. કોઈએ પોતાનો દીકરો ગુમાવ્યો, કોઈએ પોતાની દીકરી ગુમાવી, તો કોઈએ પોતાના જીવનસાથીને હંમેશ માટે વિદાય આપી. અનેક સપનાઓ પળવારમાં તૂટી ગયા અને અનેક ઘરોમાં ખુશીઓની જગ્યાએ માતમ છવાઈ ગયો.

અસંખ્ય પરિવારોના જીવન પર કાયમી અસર

આ દુર્ઘટનાએ માત્ર જાનહાનિ જ સર્જી નહોતી, પરંતુ અસંખ્ય પરિવારોના જીવન પર કાયમી અસર છોડી હતી. પોતાના સ્વજનોને ગુમાવનાર લોકો માટે સમય આગળ વધ્યો, પરંતુ દુઃખની એ ક્ષણો આજે પણ તેમની યાદોમાં જીવંત છે. આજે પણ જ્યારે તેઓ તે દિવસને યાદ કરે છે ત્યારે તેમની આંખો ભીની થઈ જાય છે.

આ પણ વાંચો : પળવારમાં અનેક પરિવારોની દુનિયા ઉજાડનાર પ્લેન ક્રેશની ઘટનાને પોલીસ વિભાગ ક્યારેય નહીં ભૂલે

આ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું છે. સમય ભલે આગળ વધી ગયો હોય, પરંતુ તે દિવસની યાદો હજુ પણ તાજી છે. આકાશમાં ઉડતું એ પંખી, તેમાં બેઠેલા સેંકડો સપનાઓ, અચાનક પડેલો કાળનો લિસોટો અને ત્યારબાદ સર્જાયેલું વિનાશનું દૃશ્ય આજે પણ લોકોના મનમાં અંકિત છે. અમદાવાદની ધરતીએ એ દિવસે જે મંઝર જોયો હતો, તે કદાચ વર્ષો સુધી કોઈ ભૂલી શકશે નહીં. આ દુર્ઘટના માત્ર એક અકસ્માત નહોતી, પરંતુ સેંકડો સપનાઓ, આશાઓ અને લાગણીઓના અંતની કરુણ કહાની હતી. એક એવી કહાની, જે આજે પણ અનેક લોકોના દિલને ઝંઝોળી નાખે છે અને યાદ અપાવે છે કે જીવનની સફરમાં આગામી ક્ષણ શું લઈને આવશે, તેની કોઈને ખબર નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Plane Crash Air Disaster One Year Anniversary

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ