બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / કેવો રહેશે 12 જુનનો દિવસ, ઘણી રાશિઓને ભાગ્યનો સાથ, ઘણી રાશિઓએ રહેવું પડશે સાવધાન

photo-story

13 ફોટો ગેલેરી

ધર્મ / કેવો રહેશે 12 જુનનો દિવસ, ઘણી રાશિઓને ભાગ્યનો સાથ, ઘણી રાશિઓએ રહેવું પડશે સાવધાન

Last Updated: 10:29 PM, 11 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Daily Horoscope : આજનો દિવસ કેટલીક રાશિઓ માટે ખુશખબર લઈને આવ્યો છે, તો કેટલીક રાશિઓએ સાવધાની રાખવાની જરૂર છે. ગ્રહોની ચાલ મુજબ આજે નોકરી, ધંધો, પરિવાર અને સ્વાસ્થ્ય સંબંધિત અનેક મહત્વપૂર્ણ ફેરફારો જોવા મળી શકે છે

1/13

photoStories-logo

1. 12 06 2026 શુક્રવાર

12 06 2026 શુક્રવાર, માસ અધિક જેઠ, પક્ષ વદ, તિથિ બારસ, નક્ષત્ર અશ્વિની સવારે, યોગ અતિગંડ, કરણ કૌલવ , રાશિ મેષ (અ.લ.ઈ.)

આ તસવીર શેર કરો

logo logo logo

2/13

photoStories-logo

2. મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે આજે તબિયતની બાબતમાં ખાસ કાળજી રાખવાની જરૂર રહેશે. ઉતાવળમાં લેવાયેલા નિર્ણયો નુકસાન કરાવી શકે છે, તેથી દરેક કામ વિચારપૂર્વક કરવું. પારિવારિક સમસ્યાઓમાં સમાધાન મળવાની સંભાવના છે, પરંતુ વિઘ્ન સંતોષી લોકોના કારણે મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/13

photoStories-logo

3. વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકો માટે આજે આવકની સરખામણીએ ખર્ચમાં વધારો થઈ શકે છે. વિચાર્યા વગર કરેલા કામો નુકસાન કરાવી શકે છે. જોકે આવક માટે નવા રસ્તાઓ મળી શકે છે અને ધારેલા કામકાજમાં પણ સારો ફાયદો થવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/13

photoStories-logo

4. મિથુન રાશિ

મિથુન રાશિના જાતકો માટે આવકના નવા અવસરો પ્રાપ્ત થઈ શકે છે. લાંબા સમયના રોકાણમાં સાવધાની રાખવી, કારણ કે નુકસાન થવાની શક્યતા છે. જીવનસાથી અને સંતાનનો પ્રેમ અને સહયોગ મળશે, પરંતુ મહેનતની સરખામણીએ ફળ થોડું ઓછું મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/13

photoStories-logo

5. કર્ક રાશિ

કર્ક રાશિના જાતકો માટે આજે પિતા અને વડીલોના આશીર્વાદ લાભદાયક સાબિત થશે. સ્વજનોના સહયોગથી અટકેલા કામોમાં સુધારો જણાશે. વેપારમાં લાભની સંભાવના છે, પરંતુ માતા સાથે કોઈ વૈચારિક મતભેદ સર્જાઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/13

photoStories-logo

6. સિંહ રાશિ

સિંહ રાશિના જાતકો માટે ભાગ્યોદયની ઉત્તમ તકો પ્રાપ્ત થઈ શકે છે. કોઈપણ કામની શરૂઆત ધીરજ અને સમજદારીથી કરવી જરૂરી રહેશે. ગૃહિણીઓ માટે સારો સમય છે અને મુસાફરીના યોગ પણ બની શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/13

photoStories-logo

7. કન્યા રાશિ

કન્યા રાશિના જાતકો માટે સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાની રાખવી જરૂરી છે. નાના-મોટા રોકાણ નુકસાન કરાવી શકે છે. મિત્રો દ્વારા પ્રગતિ અને લાભ થવાની સંભાવના છે. નોકરી કરતા લોકોને કામનો ભાર વધુ અનુભવાઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/13

photoStories-logo

8. તુલા રાશિ

તુલા રાશિના જાતકો માટે સહયોગથી કરવામાં આવેલા કામોમાં સફળતા મળશે. વેપારીઓ સાથેના સારા સંબંધોથી લાભ થશે. ધંધામાં ઉધારી આપતી વખતે સાવધાની રાખવી અને લેવડ-દેવડમાં સંપૂર્ણ કાળજી લેવી જરૂરી રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/13

photoStories-logo

9. વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે તબિયતની બાબતમાં ખાસ ધ્યાન રાખવું. શેરબજારમાં લાભની સંભાવના છે અને વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળવાના યોગ છે. જોકે પરિવારમાં માનસિક અશાંતિનો માહોલ સર્જાઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/13

photoStories-logo

10. ધન રાશિ

ધન રાશિના વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધુ મહેનત કરવાની જરૂર રહેશે. ધંધામાં નવી તકો પ્રાપ્ત થઈ શકે છે. સમય આપને અનુકૂળ રહેશે, પરંતુ શત્રુ પક્ષથી સાવધાની રાખવી જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

11/13

photoStories-logo

11. મકર રાશિ

મકર રાશિના જાતકો માટે માતાની તબિયત અંગે ચિંતા થઈ શકે છે, તેથી તેમની કાળજી રાખવી. જીવનસાથી સાથે સારો વ્યવહાર રાખવાથી સંબંધોમાં મધુરતા રહેશે. પરિવાર સાથે પ્રવાસનું આયોજન થઈ શકે છે, જ્યારે નોકરીયાત વર્ગના ખર્ચમાં વધારો થવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

12/13

photoStories-logo

12. કુંભ રાશિ

કુંભ રાશિના જાતકોને હરીફાઈવાળા કામોમાં સફળતા મળશે. ભાઈ-ભાંડુઓ તરફથી સારો લાભ અને સહયોગ પ્રાપ્ત થશે. ધંધામાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, પરંતુ પૈતૃક સંપત્તિના કામોમાં સહયોગ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

13/13

photoStories-logo

13. મીન રાશિ

મીન રાશિના જાતકો માટે આજે હરવા-ફરવાનું વધુ રહેશે. પરિવારમાં ખર્ચનું પ્રમાણ વધી શકે છે. જમીન અને મિલકત સંબંધિત કામકાજમાં લાભ થવાની સંભાવના છે. નાના-મોટા રોકાણ પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Horoscope Raligin Today's Horoscope
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ