બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / વસતી ગણતરીમાં પૂછવામાં આવેલા 33 સવાલોના જવાબ આપવા જરુરી છે? ખોટા જવાબ પર શું થશે?

સેન્સસ / વસતી ગણતરીમાં પૂછવામાં આવેલા 33 સવાલોના જવાબ આપવા જરુરી છે? ખોટા જવાબ પર શું થશે?

Nirav Kumar

Last Updated: 04:22 PM, 8 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વસતી ગણતરીમાં પૂછવામાં આવેલા 33 સવાલોના જવાબ આપવા જરુરી છે? ખોટા જવાબ પર શું થશે?

2027 ની વસ્તી ગણતરી પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. જેમાં પ્રથમ આવાસ ગણતરી હાથ ધરવામાં આવી રહી છે. એના માટે લોકોને 33 પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે. આવાસ ગણતરી દરમિયા લોકોને તેમના ઘરો, પરિવારો અને લાઇફસ્ટાઇલ વિશે પૂછવામાં આવતા પ્રશ્નો અંગે ઘણી ચિંતાઓ હોય છે. જેમાં એક એ છે કે શું બધા પ્રશ્નોના જવાબ આપવા જરૂરી છે. બીજું કે જો કોઈ પ્રશ્નનો જવાબ ખોટો આપવામાં આવે તો કયા પગલાં લઈ શકાય?

  • વસ્તી ગણતરીનું ફ્રેમવર્ક

વસ્તી ગણતરી 2027 ની રૂપરેખા બે મુખ્ય તબક્કામાં વહેંચાયેલ છે. જેમાં પહેલું આવાસ ગણતરી હાથ ધરવામાં આવી રહી છે. વસ્તી ગણતરી અધિકારીઓ દરેક ઘરની મુલાકાત લઈ રહ્યા છે અને તેમની સ્થિતિ, સુવિધાઓ અને રહેવાસીઓ વિશે મૂળભૂત માહિતી ભેગી કરી રહ્યા છે. આ માહિતી ઘરના વડાને 33 પ્રશ્નો પૂછીને ભેગી કરવામાં આવે છે, જે ઓનલાઈન રેકોર્ડ કરવામાં આવે છે. રજિસ્ટ્રાર જનરલ જણાવે છે કે આ પ્રક્રિયાનો પ્રાથમિક ઉદ્દેશ્ય જમીની વાસ્તવિકતાઓને સચોટ રીતે સમજવા અને મુખ્ય વસ્તી ગણતરી કાર્યને સરળ બનાવવાનો છે. ત્યાર બાદ વસ્તી ગણતરીનો બીજો તબક્કો 1 ફેબ્રુઆરીથી શરૂ થશે.

  • 33 પ્રશ્નો કેમ પૂછવામાં આવી રહ્યા છે?

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાનો હેતુ લોકોના જીવનધોરણનું મૂલ્યાંકન કરવાનો છે. આથી પૂછવામાં આવતા 33 પ્રશ્નો સુવિધાઓ પર ફોક્સ કરે છે. આમાં ઘરમાં કેટલા લોકો રહે છે, ફ્લોરિંગ કેવા પ્રકારનું છે, દિવાલો અને છત કઈ સામગ્રીથી બનેલી છે, પીવાના પાણીની સુવિધા કઈ છે અને ઘરનો વડા કોણ છે જેવા પ્રશ્નોનો સમાવેશ થાય છે. આ પ્રશ્નોમાં પાણી, શૌચાલય, ઇન્ટરનેટ અને મોબાઇલ ફોન જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. આ સિવાય લોકોના જીવનધોરણનો સચોટ ડેટા ભેગા કરવા માટે કાર, બાઇક, સાયકલ અને બીજા વાહનો વિશેની માહિતી પણ ભેગી કરવામાં આવી રહી છે.

vtv hiring
  • આ પ્રશ્નોના જવાબ ન આપે તો શું થાય?

દેશના નાગરિક તરીકે કોઈ પણ પ્રશ્નોના જવાબ આપવાનો ઇનકાર કરી શકે નહીં. વસ્તી ગણતરી અધિકારીઓ પણ આ માહિતીને માત્ર પોર્ટલ પર અપડેટ કરવા અને તેને બીજી જગ્યાએ જાહેર ન કરવા માટે જવાબદાર છે. જો કોઈ ખોટી માહિતી આપે છે તો તેમને 1948 ના વસ્તી ગણતરી અધિનિયમ હેઠળ દંડ થઈ શકે છે. પણ આ તેમની નાગરિકતાને અસર કરશે નહીં. તમારા પ્રશ્નો સરકાર માટે પણ મહત્વના છે. આથી તમને હાલમાં જે સેવાઓનો અભાવ છે તે ભવિષ્યમાં સુલભ બનાવી શકાય.

જનગણનાના 33 પ્રશ્નો કયા?

  • મકાન નંબર (નગરપાલિકા/સ્થાનિક સત્તામંડળ અથવા વસ્તી ગણતરી નંબર)
  • વસ્તી ગણતરી ઘર નંબર
  • ઘરના ફ્લોરમાં વપરાયેલ મુખ્ય સામગ્રી
  • ઘરની દિવાલમાં વપરાયેલ મુખ્ય સામગ્રી
  • ઘરની છતમાં વપરાયેલ મુખ્ય સામગ્રી
  • ઘરનો ઉપયોગ (રહેણાંક, વાણિજ્યિક, વગેરે)
  • ઘરની સ્થિતિ (સારી/રહેવા યોગ્ય/જર્જરિત)
  • ઘરગથ્થુ સંખ્યા
  • ઘરમાં સામાન્ય રીતે રહેતા વ્યક્તિઓની કુલ સંખ્યા
  • ઘરના વડાનું નામ
  • ઘરના વડાનું જાતિ (પુરુષ/સ્ત્રી/ટ્રાન્સજેન્ડર)
  • ઘરનો વડા અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ/અન્યનો છે કે કેમ
  • ઘરની માલિકીની સ્થિતિ (માલિકી, ભાડા, વગેરે)
  • ઘર માટે ઉપલબ્ધ રૂમની સંખ્યા
  • ઘરમાં રહેતા પરિણીત યુગલોની સંખ્યા
  • પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત
  • પીવાના પાણીના સ્ત્રોતની ઉપલબ્ધતા (પરિસરમાં/નજીકમાં/દૂર)
  • પ્રકાશનો મુખ્ય સ્ત્રોત (વીજળી, કેરોસીન, વગેરે)
  • શૌચાલય સુવિધા (ઉપલબ્ધ અથવા નહીં)
  • શૌચાલયનો પ્રકાર

વધુ વાંચો : લગ્ન માટે PFના કેટલા રૂપિયા ઉપાડી શકો? જાણી લેજો નિયમ સહિત સંપૂર્ણ પ્રોસેસ

  • ગટર નિકાલ વ્યવસ્થા
  • બાથરૂમ સુવિધાઓ (ઉપલબ્ધ હોય કે ન હોય)
  • રસોડા અને LPG/PNG કનેક્શનની ઉપલબ્ધતા
  • રસોઈ માટે મુખ્ય બળતણ
  • રેડિયો/ટ્રાન્ઝિસ્ટર (ઉપલબ્ધ હોય કે ન હોય)
  • ટેલિવિઝન (ઉપલબ્ધ હોય કે ન હોય)
  • ઈન્ટરનેટ એક્સેસ
  • લેપટોપ/કોમ્પ્યુટર
  • ટેલિફોન/મોબાઇલ ફોન/સ્માર્ટફોન
  • સાયકલ/સ્કૂટર/મોટરસાઇકલ/મોપેડ
  • કાર/જીપ/વેન
  • ઘર દ્વારા મુખ્યત્વે વપરાતું અનાજ
  • મોબાઇલ નંબર (ફક્ત કોમ્યુનિકેશન માટે)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Census 2027 Housing Census Census Act
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ