બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / મોબાઈલ ચાર્જ કરતી વખતે લોકો કરે છે આ મોટી ભૂલો, બેટરી બ્લાસ્ટનો વધી શકે ખતરો
Last Updated: 05:18 PM, 8 June 2026
મોબાઇલ ફોનને રોજ ચાર્જરની જરૂર પડે છે. જેમાં અમુક લોકો તેને ફક્ત ત્યારે જ ચાર્જર કરે છે જ્યારે બેટરી રેડ હોય છે. ઘણા લોકો બેટરી 100% ચાર્જ થયા બાદ પણ ચાર્જરને પ્લગ ઇન રાખે છે. જ્યારે અન્ય લોકો તેને સંપૂર્ણ ચાર્જ ન થાય ત્યાં સુધી હટાવતા નથી. જો કે તમારા ફોનને ચાર્જ કરતી વખતે તમે અમુક ભૂલો કરો છો જેના કારણે બેટરીમાં બ્લાસ્ટ થઈ શકે છે. મોટાભાગના લોકો ચાર્જ કરતી વખતે દરરોજ આ ભૂલો કરે છે, જે માત્ર તમારા ફોનની બેટરી માટે જ નુકશાનકારક નથી પણ ચાર્જરને પણ નુકસાન પહોંચાડે છે. તો ચાલો અમુક ભૂલો વિષે જાણીએ.
ADVERTISEMENT
જો તમે તમારા ફોનને ચાર્જ માટે પ્લગ ઇન કર્યો હોય તો તેને ઉપયોગ ન કરવો જોઈએ. ચાર્જ કરતી વખતે ફોનનો ઉપયોગ કરવાથી બેટરીને નુકસાન થઈ શકે છે. ચાર્જ કરતી વખતે તેનો ઉપયોગ કરવાથી બેટરી ગરમ થઈ શકે છે. જેના કારણે તે ફૂલી શકે છે અને બ્લાસ્ટ થઈ શકે છે.
ADVERTISEMENT
ઘણા લોકો રાત્રે તેમના ઓશિકા નીચે કે ખૂબ ગરમ રૂમમાં તેમના ફોન ચાર્જિંગ પર છોડી દે છે. ઓશિકા નીચે રાખેલા ફોનમાં ઘણીવાર બ્લાસ્ટ થવાનું જોખમ વધારે હોય છે. ચાર્જિંગ દરમિયાન બેટરી ગરમ થાય છે અને તેને ગાદલા નીચે રાખવાથી ગરમી વધુ વધે છે, જેના કારણે તે બ્લાસ્ટ થવાની સંભાવના રહે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ઘણા લોકો એવું માને છે કે બેટરી 100% ચાર્જ ન થાય ત્યાં સુધી ચાર્જ કરવું જોઈએ. બેટરીને સંપૂર્ણ ચાર્જ કરવી પણ ખતરનાક બની શકે છે. અમુકવાર ચાર્જરને એક કલાક માટે પણ પ્લગ ઇન રાખવાથી બેટરી વધુ ગરમ થઈ શકે છે અને નુકસાન થઈ શકે છે. તમારા ફોનને 80 ટકા સુધી ચાર્જ કરો બાદમાં ચાર્જર કાઢી નાખો.
ADVERTISEMENT
જો તમારા ફોનની બેટરી ફૂલ થઇ ગઈ હોય તો તેને ચાર્જરમાંથી કાઢી નાખો. તેને ફૂલ ચાર્જ બાદ પ્લગ ઇન ચાર્જિંગમાં રાખવાથી તમારી બેટરી અને ચાર્જર બંનેને નુકસાન થઈ શકે છે. ખાસ કરીને તમારા ફોનને આખી રાત ચાર્જિંગમાં રાખવાનું ટાળો.
ADVERTISEMENT
જો તમારો મોબાઇલ ફોન સારી બ્રાન્ડનો છે તો તે જ બ્રાન્ડના ચાર્જરનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો. કમજોર ક્વોલીટીવાળા ચાર્જરથી બેટરી ફૂલી શકે છે અને બ્લાસ્ટ પણ થઈ શકે છે. હંમેશા સારી બ્રાન્ડ અને ક્વોલીટીવાળા ચાર્જરનો ઉપયોગ કરો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.