બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / ગાંધીનગરના સમાચાર / GPRB દ્વારા વધુ એક ભરતીનું એલાન: કુલ 159 જગ્યાઓ છે ખાલી, જુઓ લાયકાત
Last Updated: 12:30 PM, 6 June 2026
GPRB Recruitment 2026 : સરકારી નોકરીની તૈયારી કરી રહેલા યુવાઓ માટે એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મિકેનિક (ગ્રેડ-2) તેમજ મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઇઝર (ગ્રેડ-2)ની ખાલી જગ્યાઓ માટે સીધી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.
ADVERTISEMENT
ગુજરાત પોલીસમાં થશે મોટી ભરતી !
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 6, 2026
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા થશે સીધી ભરતી, હેડ કોન્સ્ટેબલ
ડ્રાઈવર મિકેનિક (ગ્રેડ-II)-133 જગ્યાઓ, મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઇઝર
(ગ્રેડ-II)-29 જગ્યાઓ, જાહેરાતનો સંભવિત સમય: સપ્ટેમ્બર/ઓક્ટોબર-2026#GujaratPolice #GPRB #PoliceRecruitment… pic.twitter.com/kHAYOy6LPV
ગુજરાત પોલીસ ભરતી બોર્ડના X (અગાઉ ટ્વિટર) હેન્ડલ પર આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. વિગતો મુજબ ભરતી અંતર્ગત હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મિકેનિકની 133 જગ્યાઓ અને મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઇઝરની 29 જગ્યાઓ ભરવામાં આવશે.
ADVERTISEMENT
GPRB New Job Alert: Direct Recruitment pic.twitter.com/rf2GMN3WFb
— Gujarat Police Recruitment Board Official (@GPRB_GNR) June 6, 2026
આવો જાણીએ ભરતી માટે શું હશે શૈક્ષણિક લાયકાત ?
ADVERTISEMENT
વિગતો મુજબ આ ભરતી માટે ઉમેદવારે ધોરણ-12 અથવા સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જરૂરી છે. ઉપરાંત માન્યતા પ્રાપ્ત ITIમાંથી મોટર મિકેનિક વ્હીકલ ટ્રેડ (MMVT)નું પ્રમાણપત્ર તથા એક વર્ષનું એપ્રેન્ટિસશિપ પૂર્ણ કરેલું હોવું જોઈએ. અન્યથા, નેશનલ એપ્રેન્ટિસશિપ ટ્રેનિંગ સ્કીમ હેઠળ MMVT ક્ષેત્રમાં ત્રણ વર્ષનું એપ્રેન્ટિસશિપ સર્ટિફિકેટ ધરાવતા ઉમેદવારો પણ અરજી માટે પાત્ર ગણાશે.

ADVERTISEMENT
આ પણ વાંચો : GSRTCમાં ડ્રાઈવર કંડકટરની ભરતી જાહેર, જાણો કેટલી જગ્યાઓ અને અરજી કેવી રીતે કરવી?
જાણો ક્યારે આવી શકે ભરતી ?
ADVERTISEMENT
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અનુસાર ભરતી પ્રક્રિયા સંબંધિત જાહેરાત સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર 2026 દરમિયાન બહાર પાડવામાં આવે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે. તેથી રસ ધરાવતા ઉમેદવારોએ અત્યારથી જ જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા અને ભરતી સંબંધિત તમામ નવીનતમ માહિતી માટે GPRBની સત્તાવાર વેબસાઇટ પર નિયમિત નજર રાખવી જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.